Ahmedabadમાં મણિનગરમાં એકા કલબમાં સર્જાઈ મોટી દુર્ઘટના, આયુષ એક્સ્પોમાં છતનો ભાગ તૂટતા વિદ્યાર્થીઓ ઘાયલ

Jul 4, 2025 - 14:00
Ahmedabadમાં મણિનગરમાં એકા કલબમાં સર્જાઈ મોટી દુર્ઘટના, આયુષ એક્સ્પોમાં છતનો ભાગ તૂટતા વિદ્યાર્થીઓ ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળ્યું. શહેરમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓમાં ભૂવા અને ખાડા અને ગાબડાં પડવા લાગ્યા. અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. દરમિયાન આજે હળવા વરસાદમાં મણિનગરના કાંકરિયા વિસ્તારમાં આવેલ એકા કલબમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે.

એકા કલબની બિલ્ડીંગનો ભાગ ધરાશાયી

શહેરમાં સામાન્ય વરસાદમાં જ કાંકરિયાના એકા કલબની બિલ્ડીંગમાં એક ભાગ ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી. એકા કલબમાં ચાલુ કાર્યક્રમમાં જ સ્વિમિંગ પુલની છતનો ભાગ તૂટતા ત્યાં હાજર અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. એકા ક્લબમાં અત્યારે આયુષ એક્સ્પો કાર્યક્રમ ચાલી રહ્યો છે. દરમિયાન અચાનક ચાલુ કાર્યક્રમ વચ્ચે જ ડોમની છતનો ભાગ તૂટ્યો. ડોમની છતનો ભાગ તૂટવાથી કેટલાક વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થઈ હોવાનું સામે આવ્યું. અત્યાર સુધી પ્રાપ્ત વિગત મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.

છત પડવાથી મચી નાસભાગ

એકા કલબની બિલ્ડીંગમાં આયુષ એક્સ્પો કાર્યક્રમ દરમિયાન છત પડવાથી નાસભાગ મચતા ટ્રાફિકને પણ અસર થઇ. હાલમાં જ શહેરમાં પ્લેન ક્રેશ અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હતી. આ ઘટનાને પગલે હજુ પણ શહેરીજનો આવી દુર્ઘટના બનતા ભય પામતા જીવ બચાવવા દોટ મૂકે છે. જો કે તાજેતરમાં એકા કલબમાં છત તૂટવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાતા બપોરના વ્યસ્ત ટ્રાફિકને પણ અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાંલીધી. હાલ પોલીસ દ્વારા ડોમ કરવામાં ખાલી કરવામાં આવ્યો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0