Ahmedabadમાં ડિજિટલ અરેસ્ટ જેવી ઠગાઈ, PM આવાસ યોજનાની APK ફાઇલ મોકલી વૃદ્ધ સાથે 20 લાખથી વધુની છેતરપિંડી!

Sep 26, 2026 - 10:00
Ahmedabadમાં ડિજિટલ અરેસ્ટ જેવી ઠગાઈ, PM આવાસ યોજનાની APK ફાઇલ મોકલી વૃદ્ધ સાથે 20 લાખથી વધુની છેતરપિંડી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં સાયબર અપરાધીઓ દ્વારા છેતરપિંડી આચરવા માટે રોજ નવા કિમી અપનાવવામાં આવી રહ્યા છે, જેમાં વધુ એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના 63 વર્ષીય એક વડીલને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવવાની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ વોટ્સએપ (WhatsApp) પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક નકલી APK ફાઇલ મોકલી હતી, જેને વડીલ દ્વારા ઓપન કરતાની સાથે જ મોબાઈલ ફોનનો રિમોટ એક્સેસ સાયબર ઠગોના હાથમાં ચાલ્યો ગયો હતો અને તેઓ છેતરપિંડીના શિકાર બન્યા હતા.

પરિવારના અલગ-અલગ બેંક ખાતામાંથી લાખો રૂપિયા સેરવી ગયા ગઠિયા

આ ફ્રોડ દરમિયાન માત્ર ભોગ બનનાર વડીલ જ નહીં, પરંતુ તેમની પત્ની અને મિત્રના પીએનબી (PNB), બેંક ઓફ બરોડા (Bank of Baroda) અને બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) ના બેંક ખાતાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ગત 10 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં આઈસીએમપીએસ (IMPS) મારફતે એક પછી એક અનેક ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂપિયા 20,06,305.47 (વીસ લાખ છ હજાર ત્રણસો પાંચ રૂપિયા અને સડતાલીસ પૈસા) ની માતબર રકમ અલગ-અલગ ખાતામાંથી તફડાવી લેવામાં આવી હતી. અચાનક ખાતામાંથી નાણાં ઉપડી જતા પરિવારમાં ભારે હડકંપ મચી ગયો હતો.

સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ

આ સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને વડીલના દીકરા દ્વારા તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા અને છેતરપિંડી આચરવાની કલમો હેઠળ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, આઈપી એડ્રેસ અને બેંક ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સના આધારે ફરાર ગઠિયાઓને પકડી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ નાગરિકોને કોઈપણ અજાણી APK ફાઇલ ડાઉનલોડ કે ઓપન ન કરવા માટે સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં વિદ્યાર્થીઓના મોતના આંકડા ચિંતાજનક, 3 વર્ષમાં 1,888 વિદ્યાર્થીઓનાં મોત, આત્મહત્યામાં 80% વધારો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0