Ahmedabadમાં જો તમે આ વિસ્તારમાં જતા હોય તો સાવચેત રહેજો

ગમે ત્યારે રોડ બેસી શકે તેવી તંત્રએ જ આપી સૂચના તંત્રને પોતાની કામગીરી પર ભરોસો નહીં તંત્રએ જ પોતાની બેદરકારીના બેનર લગાવ્યા અમદાવાદમાં જો તમે ઈદગાહથી જતા હોય તો સાવચેત રહેજો. કારણ કે ગમે ત્યારે રોડ બેસી શકે તેવી તંત્રએ જ સૂચના આપી છે. જેમાં સાવધાની દર્શવાતી નોટિસ તંત્રએ જ લગાવી છે. તેમાં તંત્રને પોતાની કામગીરી પર ભરોસો નથી. તંત્રએ જ પોતાની બેદરકારીના બેનર લગાવ્યા છે. જેમાં રોડ બેસવાની ભીતિ હોવાના AMCએ બેનર લગાવ્યા છે.ઈદગાહ સર્કલ પાસે રોડ બેસવાની ભીતિ હોવાના એએમસીએ બેનર લગાવ્યા ઈદગાહ સર્કલ પાસે રોડ બેસવાની ભીતિ હોવાના એએમસીએ બેનર લગાવ્યા છે. જેમાં ખોદકામ બાદ પુરાણ કર્યું હોવાથી ગમે ત્યારે રોડ બેસી શકે છે તેવો એએમસીએ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં તંત્રએ કરેલી કામગીરી મજબૂત ન હોવાનું ઉદાહરણ તંત્રએ જ આપ્યું છે. વરસાદ બાદ અમદાવાદમાં રોડ-રસ્તાની હાલત દયનીય જોવા મળી રહી છે. અમદાવાદમાં નવા બનાવવામાં આવેલા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. જેમાં અનિલ સ્ટાર્ચ મિલથી મેમ્કો જતો રસ્તો ધોવાઇ ગયો છે. આ રસ્તાને હજી ચોમાસાની શરૂઆત પહેલા જ બનાવવામાં આવી હતો. ત્યારે હજી તો થોડા જ સમયમાં આ રસ્તાની હાલત દયનીય થઈ ગઈ છે. સારા રસ્તા અને ગટરો માટેની માગ આ મામલે સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષે આ રસ્તાની હાલત આવી જ થઈ જાય છે. આ રસ્તા તૂટી જવાના કારણે રોજ અકસ્માત થતાં હોય છે. જેને લઈને વરસાદનું પાણી દુકાનોમાં ઘૂસી જાય છે. ત્યારે હવે આ મામલે સ્થાનિકો સારા રસ્તા અને ગટરો માટેની માગ કરી રહ્યા છે.

Ahmedabadમાં જો તમે આ વિસ્તારમાં જતા હોય તો સાવચેત રહેજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગમે ત્યારે રોડ બેસી શકે તેવી તંત્રએ જ આપી સૂચના
  • તંત્રને પોતાની કામગીરી પર ભરોસો નહીં
  • તંત્રએ જ પોતાની બેદરકારીના બેનર લગાવ્યા

અમદાવાદમાં જો તમે ઈદગાહથી જતા હોય તો સાવચેત રહેજો. કારણ કે ગમે ત્યારે રોડ બેસી શકે તેવી તંત્રએ જ સૂચના આપી છે. જેમાં સાવધાની દર્શવાતી નોટિસ તંત્રએ જ લગાવી છે. તેમાં તંત્રને પોતાની કામગીરી પર ભરોસો નથી. તંત્રએ જ પોતાની બેદરકારીના બેનર લગાવ્યા છે. જેમાં રોડ બેસવાની ભીતિ હોવાના AMCએ બેનર લગાવ્યા છે.

ઈદગાહ સર્કલ પાસે રોડ બેસવાની ભીતિ હોવાના એએમસીએ બેનર લગાવ્યા

ઈદગાહ સર્કલ પાસે રોડ બેસવાની ભીતિ હોવાના એએમસીએ બેનર લગાવ્યા છે. જેમાં ખોદકામ બાદ પુરાણ કર્યું હોવાથી ગમે ત્યારે રોડ બેસી શકે છે તેવો એએમસીએ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં તંત્રએ કરેલી કામગીરી મજબૂત ન હોવાનું ઉદાહરણ તંત્રએ જ આપ્યું છે. વરસાદ બાદ અમદાવાદમાં રોડ-રસ્તાની હાલત દયનીય જોવા મળી રહી છે. અમદાવાદમાં નવા બનાવવામાં આવેલા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. જેમાં અનિલ સ્ટાર્ચ મિલથી મેમ્કો જતો રસ્તો ધોવાઇ ગયો છે. આ રસ્તાને હજી ચોમાસાની શરૂઆત પહેલા જ બનાવવામાં આવી હતો. ત્યારે હજી તો થોડા જ સમયમાં આ રસ્તાની હાલત દયનીય થઈ ગઈ છે.

સારા રસ્તા અને ગટરો માટેની માગ

આ મામલે સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષે આ રસ્તાની હાલત આવી જ થઈ જાય છે. આ રસ્તા તૂટી જવાના કારણે રોજ અકસ્માત થતાં હોય છે. જેને લઈને વરસાદનું પાણી દુકાનોમાં ઘૂસી જાય છે. ત્યારે હવે આ મામલે સ્થાનિકો સારા રસ્તા અને ગટરો માટેની માગ કરી રહ્યા છે.