લાંબા સમયથી ટેકસ નહીં ભરતા અમદાવાદમાં ૩૨ મિલકતોની મ્યુનિ.તંત્ર દ્વારા હરાજી કરાશે

        અમદાવાદ,બુધવાર,11 સપ્ટેમ્બર,2024અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મિલકતવેરો લાંબા સમયથી નહીં ભરનારા ૩૩ મિલકત ધારકોની મિલકતની હરાજી કરવાનો તંત્રે નિર્ણય કર્યો છે.તમામને તેમનો બાકી મિલકતવેરો પંદર દિવસમાં ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ તરફથી શહેરના સી.જી.રોડ ઉપર આવેલી હોટલ હાઈલેન્ડવાળી જગ્યાનો રુપિયા ૧.૮૯ કરોડનો ટેકસ ભરપાઈ કરવામા નહીં આવતા હરાજી પ્રક્રીયા હાથ ધરી એક રુપિયા ટોકન દરથી આ મિલકત તંત્રના નામે કરી લીધી હતી.આગામી સમયમાં શહેરની વધુ ૩૨ મિલકતની હરાજી કરવા તંત્ર તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે.૩૨ મિલકત પૈકી ૨૮ મિલકત શહેરના પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી છે.બે મિલકત ઉત્તર-પશ્ચિમ ઝોન તથા બે મિલકત મધ્યઝોનમાં આવેલી છે.૩૨ મિલકત પેટે મ્યુનિ.તંત્રને અંદાજે સાત કરોડ જેટલી રકમ મિલકતવેરા પેટે વસૂલવાની બાકી છે.

લાંબા સમયથી ટેકસ નહીં ભરતા અમદાવાદમાં ૩૨ મિલકતોની મ્યુનિ.તંત્ર દ્વારા હરાજી કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

   

    અમદાવાદ,બુધવાર,11 સપ્ટેમ્બર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મિલકતવેરો લાંબા સમયથી નહીં ભરનારા ૩૩ મિલકત ધારકોની મિલકતની હરાજી કરવાનો તંત્રે નિર્ણય કર્યો છે.તમામને તેમનો બાકી મિલકતવેરો પંદર દિવસમાં ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ તરફથી શહેરના સી.જી.રોડ ઉપર આવેલી હોટલ હાઈલેન્ડવાળી જગ્યાનો રુપિયા ૧.૮૯ કરોડનો ટેકસ ભરપાઈ કરવામા નહીં આવતા હરાજી પ્રક્રીયા હાથ ધરી એક રુપિયા ટોકન દરથી આ મિલકત તંત્રના નામે કરી લીધી હતી.આગામી સમયમાં શહેરની વધુ ૩૨ મિલકતની હરાજી કરવા તંત્ર તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે.૩૨ મિલકત પૈકી ૨૮ મિલકત શહેરના પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી છે.બે મિલકત ઉત્તર-પશ્ચિમ ઝોન તથા બે મિલકત મધ્યઝોનમાં આવેલી છે.૩૨ મિલકત પેટે મ્યુનિ.તંત્રને અંદાજે સાત કરોડ જેટલી રકમ મિલકતવેરા પેટે વસૂલવાની બાકી છે.