Unjha :લોકોના આરોગ્ય સાથે ચેડાં.! જીરાના સેમ્પલમાંથી મળી આવ્યો સ્ટોન પાઉડર
રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર અને ફૂડ અને ડ્રગ્સ વિભાગ સતત કાર્યશીલ છે. રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે અનેક વખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેવામાં ફરી એક વાર ઉંઝામાં જીરાના ગોડાઉનમાંથી લીધેલ નમૂનાના રિપોર્ટ ફેલ આવ્યા છે.મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા અને આજુબાજુના વિસ્તારમાં કરી રહ્યું છે સતત રેડ ઊંઝા તેના જીરું અને વરિયાળી બનાવવા માટે જાણીતું છે. તાજેતરમાં ઉંઝામાં નકલી જીરું અને વરિયાળી બનાવવાની જાણે હોડ જામી હોય તેમ એક કે બાદ એક ગોડાઉનોમાંથી નકલી જીરું અને વરિયાળી બનાવવા ઉમેરવામાં આવતા અખાદ્ય પદાર્થો મળી આવે છે. ત્યારે ઊંઝાના ઉમા એન્ટરપ્રાઇઝમાંથી જીરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પરીક્ષણમાં ફેલ થયા છે.ગોડાઉનમાંથી લીધેલ નમૂનામાં મળી આવ્યો સ્ટોન પાઉડર મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા સર્કલમાં અખાદ્ય જીરું અને વરિયાળી માટે તપાસ કરી નમૂના લેતું રહે છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં ભાર્ગવ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝમાંથી જીરાના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે આ નમૂનાના રિપોર્ટ આવી ચૂક્યા છે. જીરાના લેવાયેલ નમૂનામાં સ્ટોન પાવડર મળી આવ્યો છે. જીરાના નમૂનાના હજુ બે રિપોર્ટ બાકી મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબર 2024ના રોજ ભાર્ગવ પી. પટેલના ઉમા એન્ટરપ્રાઇઝમાંથી જીરાના કેટલાક સેમ્પલ લીધા હતા. આ સેમ્પલના કેટલાક રિપોર્ટ આવી ગયા છે. જેમાં સ્ટોન પાઉડર મળી આવ્યો છે. ત્યારે આ જીરાના અન્ય 2 રિપોર્ટ આવવાના હજી બાકી છે. આ 2 રિપોર્ટમાં પણ કઈંક શંકાસ્પદ મળી આવે તેવી ફૂડ વિભાગ આશંકા જતાવી રહ્યું છે. ઊંઝા કોર્ટમાં કુલ 4 કેસ નોંધાયા હતા નકલી જીરું વરિયાળી મામલે ઊંઝા કોર્ટમાં અત્યાર સુધી 4 કેસ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2023-24માં જીરા-વરિયાળીના લેવાયેલ નમૂના ફેલ થતા કાર્યવાહી આ કાર્યવાહી કરાઇ હતી. આ અગાઉ ઉંઝામાં ધર્મેશ પટેલના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ જીરુ ઝડપાયું હતું તથા વર્ષ 2023માં સુજિત પટેલ વિરુદ્ધ કોર્ટમાં કેસ નોંધાયો હતો. તો વર્ષ 2024માં દીપેશ શ્રીમાળી વિરુદ્ધ પણ જીરાના નમૂના ફેલ થતા મહેસાણા ફૂડ વિભાગે ફોજદારી ગુનો દાખલ કર્યો હતો. ડુપ્લીકેટ જીરું અને ડુપ્લીકેટ વરિયાળીમાં ઊંઝા મોખરે ઉંઝામાં 10 મે ના રોજ 12 ટન જેટલી નકલી વરિયાળી ઝડપાઇ હતી. તો તાજેતરમાં એક સપ્તાહ પહેલા પડેલી રેડમાં ફેકટરીમાંથી લીલો કલર મળી આવ્યો હતો. ધર્મેશ પટેલના ગોડાઉનમાં ડુપ્લીકેટ જીરાનો જથ્થો, વર્ષ 2023માં સુજિત પટેલના ગોડાઉનમાં નકલી જીરાનો, વર્ષ 2024માં દીપેશ શ્રીમાળીના ગોડાઉનમાં જીરાના નમુના ફેલ, વર્ષ 2024માં હર્ષદ પટેલ ઊંઝામાં ડુપ્લીકેટ વરીયાળી તથા વર્ષ 2024માં પ્રકાશ પટેલના ગોડાઉનમાં ડુપ્લીકેટ જીરું ઝડપાતા ઊંઝા કોર્ટમાં કેશ નોંધી મહેસાણા ફૂડ વિભાગે ફોજદારી ગુનો દાખલ કરાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર અને ફૂડ અને ડ્રગ્સ વિભાગ સતત કાર્યશીલ છે. રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે અનેક વખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેવામાં ફરી એક વાર ઉંઝામાં જીરાના ગોડાઉનમાંથી લીધેલ નમૂનાના રિપોર્ટ ફેલ આવ્યા છે.
મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા અને આજુબાજુના વિસ્તારમાં કરી રહ્યું છે સતત રેડ
ઊંઝા તેના જીરું અને વરિયાળી બનાવવા માટે જાણીતું છે. તાજેતરમાં ઉંઝામાં નકલી જીરું અને વરિયાળી બનાવવાની જાણે હોડ જામી હોય તેમ એક કે બાદ એક ગોડાઉનોમાંથી નકલી જીરું અને વરિયાળી બનાવવા ઉમેરવામાં આવતા અખાદ્ય પદાર્થો મળી આવે છે. ત્યારે ઊંઝાના ઉમા એન્ટરપ્રાઇઝમાંથી જીરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પરીક્ષણમાં ફેલ થયા છે.
ગોડાઉનમાંથી લીધેલ નમૂનામાં મળી આવ્યો સ્ટોન પાઉડર
મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા સર્કલમાં અખાદ્ય જીરું અને વરિયાળી માટે તપાસ કરી નમૂના લેતું રહે છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં ભાર્ગવ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝમાંથી જીરાના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે આ નમૂનાના રિપોર્ટ આવી ચૂક્યા છે. જીરાના લેવાયેલ નમૂનામાં સ્ટોન પાવડર મળી આવ્યો છે.
જીરાના નમૂનાના હજુ બે રિપોર્ટ બાકી
મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબર 2024ના રોજ ભાર્ગવ પી. પટેલના ઉમા એન્ટરપ્રાઇઝમાંથી જીરાના કેટલાક સેમ્પલ લીધા હતા. આ સેમ્પલના કેટલાક રિપોર્ટ આવી ગયા છે. જેમાં સ્ટોન પાઉડર મળી આવ્યો છે. ત્યારે આ જીરાના અન્ય 2 રિપોર્ટ આવવાના હજી બાકી છે. આ 2 રિપોર્ટમાં પણ કઈંક શંકાસ્પદ મળી આવે તેવી ફૂડ વિભાગ આશંકા જતાવી રહ્યું છે.
ઊંઝા કોર્ટમાં કુલ 4 કેસ નોંધાયા હતા
નકલી જીરું વરિયાળી મામલે ઊંઝા કોર્ટમાં અત્યાર સુધી 4 કેસ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2023-24માં જીરા-વરિયાળીના લેવાયેલ નમૂના ફેલ થતા કાર્યવાહી આ કાર્યવાહી કરાઇ હતી. આ અગાઉ ઉંઝામાં ધર્મેશ પટેલના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ જીરુ ઝડપાયું હતું તથા વર્ષ 2023માં સુજિત પટેલ વિરુદ્ધ કોર્ટમાં કેસ નોંધાયો હતો. તો વર્ષ 2024માં દીપેશ શ્રીમાળી વિરુદ્ધ પણ જીરાના નમૂના ફેલ થતા મહેસાણા ફૂડ વિભાગે ફોજદારી ગુનો દાખલ કર્યો હતો.
ડુપ્લીકેટ જીરું અને ડુપ્લીકેટ વરિયાળીમાં ઊંઝા મોખરે
ઉંઝામાં 10 મે ના રોજ 12 ટન જેટલી નકલી વરિયાળી ઝડપાઇ હતી. તો તાજેતરમાં એક સપ્તાહ પહેલા પડેલી રેડમાં ફેકટરીમાંથી લીલો કલર મળી આવ્યો હતો. ધર્મેશ પટેલના ગોડાઉનમાં ડુપ્લીકેટ જીરાનો જથ્થો, વર્ષ 2023માં સુજિત પટેલના ગોડાઉનમાં નકલી જીરાનો, વર્ષ 2024માં દીપેશ શ્રીમાળીના ગોડાઉનમાં જીરાના નમુના ફેલ, વર્ષ 2024માં હર્ષદ પટેલ ઊંઝામાં ડુપ્લીકેટ વરીયાળી તથા વર્ષ 2024માં પ્રકાશ પટેલના ગોડાઉનમાં ડુપ્લીકેટ જીરું ઝડપાતા ઊંઝા કોર્ટમાં કેશ નોંધી મહેસાણા ફૂડ વિભાગે ફોજદારી ગુનો દાખલ કરાવ્યો હતો.