'રિશેષનો સમય હતો હું અને મારા ત્રણ મિત્રો બેન્ચ પર બેસીને નાસ્તો કરતા હતા અને દીવાલ સાથે નીચે પડયા'

Vadodara Narayan School : વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પરની નારાયણ સ્કૂલની દીવાલનો એક હિસ્સો તૂટી પડવાના કારણે સાતમા ધોરણમાં ભણતા બાળકને માથામાં ઈજા થઈ હતી અને તેને ટાંકા લેવા પડયા હતા. ઈજાગ્રસ્ત બાળકને પહેલા હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને બાદમાં તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા.ધૈર્ય સુથાર નામના બાળકે કહ્યું હતું કે, રિશેષનો સમય હતો અને ક્લાસની છેલ્લેથી બીજી બેન્ચ પર બેસીને હું અને મારા બીજા ત્રણ મિત્રો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ક્લાસની દીવાલ પડી હતી.મને કશી ખબર પડે તે પહેલા અમે બેન્ચ સાથે જ નીચે પટકાયા હતા.તેણે કહ્યું હતું કે, મને માથામાં વાગ્યુ હતું અને લોહી નીકળી રહ્યું હતું.સ્કૂલના સર મને બાજુમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને મારી સારવાર કરી હતી.દરમિયાન સ્કૂલે દોડી આવેલા ધૈર્યના માતાએ કહ્યુ હતુ કે, અમે ફી ભરીએ છે ત્યારે સ્કૂલે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. આ જવાબદારી સ્કૂલ સંચાલકોની છે. ધૈર્યની સાથે પટકાયેલા બીજા ત્રણ બાળકોેને પણ સદનસીબે વધારે વાગ્યુ નહીં હોવાથી તેમને દવાખાને સારવાર માટે લઈ જવાની જરુર પડી નહોતી પરંતુ આ પૈકીના એક વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, મને સ્કૂલમાં ભણતા અન્ય એક વિદ્યાર્થીના પિતાએ ફોન કરીને મારો બાળક પડી ગયો હોવાની જાણ કરી હતી.સ્કૂલના મેડમે મને જાણ કરવાની તસદી લીધી નથી. સ્કૂલના જે ક્લાસની દીવાલ તુટી પડી છે તેમાં લગભગ ૪૦ થી ૪૫  બાળકો અભ્યાસ કરે છે.નારાયણ સ્કૂલ પાસે ડીઈઓ કચેરીએ ખુલાસો માગ્યોડીઈઓ કચેરી સ્કૂલના બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ સહિતના બીજા દસ્તાવેજોની ચકાસણી કરશે વડોદરાના વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર ગુરુકુલ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલની દીવાલનો એક હિસ્સો ધરાશાયી થવાની ચકચારી ઘટનામાં ડીઈઓ કચેરી દ્વારા પણ  સ્કૂલનો ખુલાસો માંગવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં સાતમા ધોરણના એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે.સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.આ દુર્ઘટના સર્જાયા બાદ ડીઈઓ કચેરીની એક ટીમ પણ સ્કૂલ ખાતે મોકલવામાં આવી હતી.ડીઈઓ  રાકેશ વ્યાસે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, સ્કૂલ પાસે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, સ્ટ્રકચરલ રિપોર્ટ સહિતની જાણકારી માંગવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે, સ્કૂલ પાસે આ દસ્તાવેજો છે કે નહીં તે જાણકારી મળ્યા બાદ જરુર પડે આગળની કાર્યવાહી કરવામાં આવશે.સ્કૂલની દીવાલો પર તિરાડો પડેલી છેપ્લાસ્ટર વારંવાર ખરતું હોવાથી સ્કૂલનું ધ્યાન પણ દોર્યું હતુંસ્કૂલ સંચાલકોએ દીવાલોની તિરાડો ઢાંકવા માટે ઉનાળુ વેકેશનમાં કલર કરાવી દીધો નારાયણ સ્કૂલની બાજુમાં જ રહેતા મહિલા સંસ્કૃતિ પંડયાએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું હતું કે, હું સ્કૂલની બરાબર પાછળ જ રહું છું.સ્કૂલની દીવાલો પર તિરાડો પડેલી છે.તેનુ પ્લાસ્ટર પણ વારંવાર ખરતુ હોય છે અને આ બાબતે અમે અવાર નવાર સ્કૂલનું ધ્યાન દોર્યુ છે પણ સ્કૂલે કોઈ કાર્યવાહી કરી નથી.ઉનાળુ વેકેશનમાં સ્કૂલ દ્વારા દીવાલો પર કલર કરી દેવામાં આવ્યો હતો.જેથી તિરાડો ઢંકાઈ જાય પણ તેનાથી સ્કૂલના બિલ્ડિંગની સ્થિતિ બદલાઈ જવાની  નથી.વાલીઓ સ્કૂલ પર ભરોસો કરીને પોતાના બાળકોને ભણવા માટે મોકલતા હોય છે.દીવાલ તુટી પડી ત્યારે મોટો ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો હતો.મારી સોસાયટીમાં રહેતા લોકો દોડી ગયા હતા અને જોયુ તો કાટમાળ નીચે બે થી ત્રણ વિદ્યાર્થીઓ દબાયા હતા અને તેમને તરત જ સ્થાનિક લોકોએ બહાર કાઢયા હતા. સદનસીબે તેમને વધારે ઈજા થઈ નહોતી.સમારકામ ચાલશે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણસ્કૂલનું બાંધકામ મજબૂત, પ્લાસ્ટર ખરતું હોવાનો આક્ષેપ ખોટો સ્કૂલના સંચાલક આર સી પટેલે કહ્યુ હતુ કે, આજની ઘટના અમારી કલ્પના બહારની છે.સ્કૂલનુ બાંધકામ મજબૂત છે.પ્લાસ્ટર ખરતુ હોવાના કે દીવાલોમાં તિરાડો પડી હોવાના જે પણ આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે તે સાવ ખોટા છે.ઉપરાંત જે બાળકો નીચે પટકાયા હતા તેમના વાલીઓને સ્કૂલે જ જાણ કરીને તરત બોલાવી લીધા હતા.જેને માથામાં ટાંકા આવ્યા છે તેમના વાલીને પણ અમે ઘરે જઈને મળ્યા છે.હવે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે પ્રમાણે સૂચન કરશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાં સુધી સ્કૂલનુ શિક્ષણ ઓનલાઈન રહેશે.આ માટે અમે ડીઈઓ કચેરીની મંજૂરી લીધી છે.જરુર પડે તો સ્કૂલ દ્વારા દિવાળી વેકેશન ટુંકાવી દેવામાં આવશે પણ બાળકોનો અભ્યાસ બગડે નહીંં તેની સ્કૂલ તમામ કાળજી લેશે.શાળા સંચાલક મંડળના પ્રમુખ, સ્કૂલ સંચાલક છે 2000 વિદ્યાર્થીઓ ભણે છેમળતી જાણકારી પ્રમાણે  શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલ શ્રી નારાયણ સ્કૂલના સંચાલક છે.સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં ભાજપના કાઉન્સિલર નૈતિક શાહના પિતા દક્ષેશ શાહ પણ છે.સ્કૂલ ૨૦૦૧માં બની હતી અને સ્કૂલમાં લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે તેવી જાણકારી મળી છે.સ્કૂલ સવાર અને સાંજ એમ બે પાળીમાં ચાલે છે. પૂર્વ વિસ્તારની સૌથી મોટી સ્કૂલો પૈકીની આ એક સ્કૂલ ગણાય છે.

'રિશેષનો સમય હતો હું અને મારા ત્રણ મિત્રો બેન્ચ પર બેસીને નાસ્તો કરતા હતા અને દીવાલ સાથે નીચે પડયા'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Narayan School : વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પરની નારાયણ સ્કૂલની દીવાલનો એક હિસ્સો તૂટી પડવાના કારણે સાતમા ધોરણમાં ભણતા બાળકને માથામાં ઈજા થઈ હતી અને તેને ટાંકા લેવા પડયા હતા. ઈજાગ્રસ્ત બાળકને પહેલા હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને બાદમાં તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા.ધૈર્ય સુથાર નામના બાળકે કહ્યું હતું કે, રિશેષનો સમય હતો અને ક્લાસની છેલ્લેથી બીજી બેન્ચ પર બેસીને હું અને મારા બીજા ત્રણ મિત્રો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ક્લાસની દીવાલ પડી હતી.મને કશી ખબર પડે તે પહેલા અમે બેન્ચ સાથે જ નીચે પટકાયા હતા.

તેણે કહ્યું હતું કે, મને માથામાં વાગ્યુ હતું અને લોહી નીકળી રહ્યું હતું.સ્કૂલના સર મને બાજુમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને મારી સારવાર કરી હતી.દરમિયાન સ્કૂલે દોડી આવેલા ધૈર્યના માતાએ કહ્યુ હતુ કે, અમે ફી ભરીએ છે ત્યારે સ્કૂલે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. આ જવાબદારી સ્કૂલ સંચાલકોની છે.

ધૈર્યની સાથે પટકાયેલા બીજા ત્રણ બાળકોેને પણ સદનસીબે વધારે વાગ્યુ નહીં હોવાથી તેમને દવાખાને સારવાર માટે લઈ જવાની જરુર પડી નહોતી પરંતુ આ પૈકીના એક વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, મને સ્કૂલમાં ભણતા અન્ય એક વિદ્યાર્થીના પિતાએ ફોન કરીને મારો બાળક પડી ગયો હોવાની જાણ કરી હતી.સ્કૂલના મેડમે મને જાણ કરવાની તસદી લીધી નથી. સ્કૂલના જે ક્લાસની દીવાલ તુટી પડી છે તેમાં લગભગ ૪૦ થી ૪૫  બાળકો અભ્યાસ કરે છે.

નારાયણ સ્કૂલ પાસે ડીઈઓ કચેરીએ ખુલાસો માગ્યો

ડીઈઓ કચેરી સ્કૂલના બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ સહિતના બીજા દસ્તાવેજોની ચકાસણી કરશે 

વડોદરાના વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર ગુરુકુલ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલની દીવાલનો એક હિસ્સો ધરાશાયી થવાની ચકચારી ઘટનામાં ડીઈઓ કચેરી દ્વારા પણ  સ્કૂલનો ખુલાસો માંગવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં સાતમા ધોરણના એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે.સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.આ દુર્ઘટના સર્જાયા બાદ ડીઈઓ કચેરીની એક ટીમ પણ સ્કૂલ ખાતે મોકલવામાં આવી હતી.ડીઈઓ  રાકેશ વ્યાસે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, સ્કૂલ પાસે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, સ્ટ્રકચરલ રિપોર્ટ સહિતની જાણકારી માંગવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે, સ્કૂલ પાસે આ દસ્તાવેજો છે કે નહીં તે જાણકારી મળ્યા બાદ જરુર પડે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સ્કૂલની દીવાલો પર તિરાડો પડેલી છે

પ્લાસ્ટર વારંવાર ખરતું હોવાથી સ્કૂલનું ધ્યાન પણ દોર્યું હતું

સ્કૂલ સંચાલકોએ દીવાલોની તિરાડો ઢાંકવા માટે ઉનાળુ વેકેશનમાં કલર કરાવી દીધો 

નારાયણ સ્કૂલની બાજુમાં જ રહેતા મહિલા સંસ્કૃતિ પંડયાએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું હતું કે, હું સ્કૂલની બરાબર પાછળ જ રહું છું.સ્કૂલની દીવાલો પર તિરાડો પડેલી છે.તેનુ પ્લાસ્ટર પણ વારંવાર ખરતુ હોય છે અને આ બાબતે અમે અવાર નવાર સ્કૂલનું ધ્યાન દોર્યુ છે પણ સ્કૂલે કોઈ કાર્યવાહી કરી નથી.ઉનાળુ વેકેશનમાં સ્કૂલ દ્વારા દીવાલો પર કલર કરી દેવામાં આવ્યો હતો.જેથી તિરાડો ઢંકાઈ જાય પણ તેનાથી સ્કૂલના બિલ્ડિંગની સ્થિતિ બદલાઈ જવાની  નથી.

વાલીઓ સ્કૂલ પર ભરોસો કરીને પોતાના બાળકોને ભણવા માટે મોકલતા હોય છે.દીવાલ તુટી પડી ત્યારે મોટો ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો હતો.મારી સોસાયટીમાં રહેતા લોકો દોડી ગયા હતા અને જોયુ તો કાટમાળ નીચે બે થી ત્રણ વિદ્યાર્થીઓ દબાયા હતા અને તેમને તરત જ સ્થાનિક લોકોએ બહાર કાઢયા હતા. સદનસીબે તેમને વધારે ઈજા થઈ નહોતી.

સમારકામ ચાલશે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ

સ્કૂલનું બાંધકામ મજબૂત, પ્લાસ્ટર ખરતું હોવાનો આક્ષેપ ખોટો 

સ્કૂલના સંચાલક આર સી પટેલે કહ્યુ હતુ કે, આજની ઘટના અમારી કલ્પના બહારની છે.સ્કૂલનુ બાંધકામ મજબૂત છે.પ્લાસ્ટર ખરતુ હોવાના કે દીવાલોમાં તિરાડો પડી હોવાના જે પણ આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે તે સાવ ખોટા છે.ઉપરાંત જે બાળકો નીચે પટકાયા હતા તેમના વાલીઓને સ્કૂલે જ જાણ કરીને તરત બોલાવી લીધા હતા.જેને માથામાં ટાંકા આવ્યા છે તેમના વાલીને પણ અમે ઘરે જઈને મળ્યા છે.હવે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે પ્રમાણે સૂચન કરશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાં સુધી સ્કૂલનુ શિક્ષણ ઓનલાઈન રહેશે.આ માટે અમે ડીઈઓ કચેરીની મંજૂરી લીધી છે.જરુર પડે તો સ્કૂલ દ્વારા દિવાળી વેકેશન ટુંકાવી દેવામાં આવશે પણ બાળકોનો અભ્યાસ બગડે નહીંં તેની સ્કૂલ તમામ કાળજી લેશે.

શાળા સંચાલક મંડળના પ્રમુખ, સ્કૂલ સંચાલક છે 2000 વિદ્યાર્થીઓ ભણે છે

મળતી જાણકારી પ્રમાણે  શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલ શ્રી નારાયણ સ્કૂલના સંચાલક છે.સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં ભાજપના કાઉન્સિલર નૈતિક શાહના પિતા દક્ષેશ શાહ પણ છે.સ્કૂલ ૨૦૦૧માં બની હતી અને સ્કૂલમાં લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે તેવી જાણકારી મળી છે.સ્કૂલ સવાર અને સાંજ એમ બે પાળીમાં ચાલે છે. પૂર્વ વિસ્તારની સૌથી મોટી સ્કૂલો પૈકીની આ એક સ્કૂલ ગણાય છે.