Ahmedabad:પાંચથી વધુના મૃત્યુ થયાં હોય તેવા 41 સ્થળો બ્લેક સ્પોટ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પાંચથી વધુ મૃત્યુ થયા હોય તેવા 19 NHAI, 33 R&B, 4 UDDના રોડ પર બ્લેક સ્પોટ છે. આ સિવાય જે તે શહેર અને જિલ્લાના બ્લેક સ્પોટના સ્થળો અલગ છે. આમાં અમદાવાદમાં પાંચથી વધુના મૃત્યુ થયા હોય તેવા 41 સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા છે.
આ 41 બ્લેક સ્પોટ પર છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં 308 અને જિલ્લામાં 119 અકસ્માતની ઘટનામાં પાંચથી વધુનાં મોત થયાં છે, જેમાં ત્રણ વર્ષ દરમિયાન 10 થી વધુ અકસ્માત થયા હોય તેવા સ્થળોમાં જૂના વાડજ, નરોડા, ઓઢવ, પીરાણા, નારોલ, જુહાપુરા, બોપલ, પકવાન, YMCA કલબ, બાવળા, બગોદરા સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. બ્લેક સ્પોટ પર ચર્ચા વિચારણા સમય વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવાતી નહીં હોવાનું મનાય છે એટલે જ બેફામ હંકારતા વાહન ચાલકો પર લગામ ખેંચાતી નથી. રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોડ સેફ્ટીની સમયાંતરે મળતી બેઠકમાં ઘણા સુધારા વધારા થાય છે, પરંતુ આડેધડ અને વધુ સ્પીડે વાહનો હંકારતા વાહનચાલકો અને કેટલાક રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં નબળા પડતા તંત્રને લીધે વાહન અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં એક જ સ્થળે અલગ અલગ અકસ્માતોમાં 5 થી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. જે બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં 28 અને જિલ્લામાં 13 બ્લેક સ્પોટ છે. શહેરમાં જૂના વાડજ, નરોડા, ઓઢવ, રોપડા, પીરાણા, નારોલ, લાંભા, જુહાપુરા, શાંતીપુરા, બોપલ વકીલ, વિશાલા, નરિમનપુરા, પકવાન અને YMCA કલબ અને જિલ્લામાં બાવળા, બગોદરા, ચાંગોદર અસલાલીમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 થી વધુ અકસ્માતો નોંધાયા છે. ફેટાલિટીની શહેરમાં 158 અને જિલ્લામાં 92 ઘટનાઓ નોંધાઈ છે.
NHAIના સૌથી વધુ 6 બ્લેક સ્પોટ સુરેન્દ્રનગર અને મહેસાણામાં
રાજ્યમાં NHAI, R&B, અને અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસીંગ ડિપાર્ટમેન્ટ (UDD)ના બ્લેક સ્પોટમાં સમાવિષ્ટ શહેરમાં 2 અમદાવાદ રૂરલ, 1 આણંદ, 4 બનાસકાંઠા, 2 ભાવનગર, 1 છોડાઉદયપુર, 1 દાહોદ, 1 દેવભૂમિ દ્વારકા, 4 ગાંધીનગર, 4 જૂનાગઢ, 1 કચ્છ, 6 મહેસાણા, 3 મહિસાગર, 1 મોરબી, 3 નર્મદા, 5 નવસારી, 1 પાટણ, 1 રાજકોટ (સીટી), 3 સુરતા (1 સીટી-2 રૂરલ), 6 સુરેન્દ્રનગર, 4 વડોદરા અને 2 વલસાડનો સમાવેશ થાય છે. સૌથી વધુ 6 બ્લેક સ્પોટ સુરેન્દ્રનગર અને મહેસાણામાં છે.
What's Your Reaction?






