Agriculture News : PM કિસાન યોજનાનાં રૂ. 2000ના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી ફરજિયાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારનાં સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાનાં રૂ. ૨૦૦૦ ના આગામી હપ્તા માટે ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આગામી તા.૧૫ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવા તાકીદ કરવામા આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્રારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનઓનો લાભ જિલ્લાના તમામ ખેડુતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડુતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે.
બોટાદ જિલ્લામાં ૬૮૫૦૦ થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી
ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં બોટાદ જિલ્લામાં ૬૮૫૦૦ થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. જેમાં બરવાળા તાલુકામાં ૯૬૭૦, બોટાદ તાલુકામાં ૨૦૩૩૦, ગઢડા તાલુકામાં ૨૩૯૯૦ અને રાણપુર તાલુકામાં ૧૪૫૫૫ જેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. આથી બાકી રહેતાં બરવાળા તાલુકાનાં ૧૭૦૭, બોટાદ તાલુકાનાં ૬૧૭૪, ગઢડા તાલુકાનાં ૪૬૯૬ અને રાણપુર તાલુકાનાં ૩૨૫૦ જે તાલુકાઓના કુલ ૧૫૮૨૭ જેટલાં પીએમ કિસાન યોજનાનાં લાભાર્થી તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો તેમજ ગ્રામસેવકનો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે
હાલમાં જિલ્લામાં કામગીરી સતત ચાલુ છે, અને તમામ ગામોમાં આ કામગીરીની તા.૧૫ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખાસ જણાવવામાં આવે છે. આ માટે જિલ્લા અને તાલુકાના ખેતી વિભાગ દ્રારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવા અનુરોધ કરવામા આવે છે. આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે. બોટાદ જીલ્લાના તમામ ખાતેદાર ખેડૂત ભાઈઓ અને બહેનોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ દ્રારા અનુરોધ કરવામાં આવે છે.
દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી
બહાર ગામ રહેતાં ખેડુતોએ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઈ પણ નજીકનાં સી.એસ.સી. (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ / જમીનનાં ઉતારાની નકલ -૮અ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઈલ અથવા અન્ય મોબાઈલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી ફકત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.
What's Your Reaction?






