9 લાખનું દેવું થઈ જતાં પિતાની શરમજનક કરતૂત, 6 વર્ષના પોતાના બાળકનું જ અપહરણનું તરકટ રચ્યું

Surat News | સુરતના ડીંડોલી જિજ્ઞાનગરમાં રથયાત્રાની આગલી રાત્રે ગુમ થયેલા છ વર્ષના બાળકનું સગા પિતાએ જ અપહરણ કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે.આર્થિક સંકડામણમાં ફસાયેલા યુવાનને પિતા સાથે રહેવા જવું હતું પણ ઘર નજીક માતાપિતા રહેતા હોય બિમાર પત્ની તૈયાર નહીં થતા યુવાને પુત્રના અપહરણની યોજના બનાવી સગી બહેન અને તેના મિત્ર સાથે બાળકને બુલઢાણા મોકલી આપ્યું હતું.બહેનનો મિત્ર બાળક સાથે મળસ્કે ટ્રેનમાં સુરત પરત ફરતો હતો ત્યારે પોલીસે ચાલુ ટ્રેનમાંથી ઝડપી બાળકને મુક્ત કરાવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશ બળવાણીના ખેતીયાના ધાવડી ગામના વતની અને હાલ સુરતમાં નવાગામ ડીંડોલી ગોવર્ધનનગર પ્લોટ નં.24 માં ભાડેથી રહેતા 32 વર્ષીય તારાચંદ ઉત્તમભાઈ પાટીલે ગત રવિવારે સવારે ડીંડોલી પોલીસ મથકમાં તેમનો છ વર્ષનો પુત્ર વિજય શનિવારે રાત્રે 9.30 વાગ્યે તેના જિજ્ઞાનગર સ્થિત સાસરા પાસેથી રમતા રમતા ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ કરતા વિજયની કોઈ ભાળ મળી નહોતી અને સીસીટીવી ફુટેજમાં તે એક રીક્ષામાં જતો નજરે ચઢતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.તારાચંદ પાટીલે પોલીસને સીસીટીવી ફુટેજમાં એક બાળક બતાવતા તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે તે અંગે તપાસ કરી તો તે અન્ય બાળક હતું અને તે ગુમ થયા બાદ મળ્યું હોય ક્રાઈમ બ્રાન્ચને તારાચંદ ઉપર જ શંકા ગઈ હતી.આથી ક્રાઈમ બ્રાન્ચે તારાચંદની જ ઉલટતપાસ કરતા તે ભાંગી પડયો હતો અને તેણે જાતે જ બાળકના અપહરણની યોજના બનાવી તેને સુરતના ડીંડોલી મહાદેવનગર વિભાગ 1 માં પતિથી અલગ રહેતી 24 વર્ષીય બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે અને સુરતમાં પાંડેસરા પોલીસ કોલોની પાસે એપેક્ષા નગરમાં રહેતા મૂળ જલગાંવના તેના રીક્ષા ચાલક મિત્ર કરણ મનોહર વાકોડે સાથે મહારાષ્ટ મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ અને ડીંડોલી પોલીસે તારાચંદ અને તેની બહેનની અટકાયત કરી તેમની પુછપરછના આધારે વિજયને લઈ ભુસાવળથી સુરત આવી રહેલા કરણને નંદુરબાર સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં ઝડપી પાડી બાળકને મુક્ત કરાવી ડીંડોલી પોલીસને સોંપ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે તારાચંદની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હાલ તે નોકરી કરે છે પણ પહેલા તે ધંધો કરતો હતો અને તે માટે તેણે રૂ.9 લાખની અલગ અલગ પર્સનલ લોન જુદીજુદી બેંકોમાંથી લીધી હતી.પરંતુ કોરોનાકાળમાં તેનો ધંધો પડી ભાગ્યો હતો અને પત્ની માયાબેન પણ સતત બિમાર રહેતી હોય તેની પાછળ પણ ખર્ચ થતો હોય તે આર્થિક સંકડામણ અનુભવતો હતો.તેથી તારાચંદે પરિવાર સાથે વતન પિતા સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું.પરંતુ પત્ની માયાબેનના માતાપિતા તેના ઘરની નજીક રહેતા હોય તે તૈયાર નહોતી.આ સ્થિતીમાં જો બાળકનું અપહરણ થાય તો પત્ની ઉપર બેદરકારીનો આક્ષેપ કરી વતન ચાલ્યા જવાય તેવું વિચારી તારાચંદે પોતાની સગી બહેન અને તેના મિત્રને યોજનામાં સામેલ કર્યા હતા.યોજના મુજબ છઠ્ઠીએ રાત્રે જ તારાચંદે પુત્ર વિજયને સાસરા પાસેથી કરણને સોંપતા તે પોતાની રીક્ષામાં લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો.ત્યાંથી તે બીજા દિવસે સવારે ટ્રેનમાં બાળકને લઈને વતન ચાલ્યો ગયો હતો.જ્યોતિએ કરણને બાળકને પોતાના કોઈ સંબંધીને ત્યાં લઈ જવા કહ્યું હતું.તેથી તે વિજયને ભુસાવળ લઈ ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં તારાચંદે તેવી પણ કબૂલાત કરી હતી કે બાદમાં તે સસરા પાસે પુત્ર વિજયના અપહરણકારો તેની મુક્તિ માટે પૈસા માંગે છે કહી તેમની પાસેથી પૈસા માંગી પોતાનું રૂ.9 લાખનું દેવું ચૂકતે કરવાનો હતો.જોકે, તે આ તબક્કે પહોંચે તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.

9 લાખનું દેવું થઈ જતાં પિતાની શરમજનક કરતૂત, 6 વર્ષના પોતાના બાળકનું જ અપહરણનું તરકટ રચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News | સુરતના ડીંડોલી જિજ્ઞાનગરમાં રથયાત્રાની આગલી રાત્રે ગુમ થયેલા છ વર્ષના બાળકનું સગા પિતાએ જ અપહરણ કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે.આર્થિક સંકડામણમાં ફસાયેલા યુવાનને પિતા સાથે રહેવા જવું હતું પણ ઘર નજીક માતાપિતા રહેતા હોય બિમાર પત્ની તૈયાર નહીં થતા યુવાને પુત્રના અપહરણની યોજના બનાવી સગી બહેન અને તેના મિત્ર સાથે બાળકને બુલઢાણા મોકલી આપ્યું હતું.બહેનનો મિત્ર બાળક સાથે મળસ્કે ટ્રેનમાં સુરત પરત ફરતો હતો ત્યારે પોલીસે ચાલુ ટ્રેનમાંથી ઝડપી બાળકને મુક્ત કરાવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશ બળવાણીના ખેતીયાના ધાવડી ગામના વતની અને હાલ સુરતમાં નવાગામ ડીંડોલી ગોવર્ધનનગર પ્લોટ નં.24 માં ભાડેથી રહેતા 32 વર્ષીય તારાચંદ ઉત્તમભાઈ પાટીલે ગત રવિવારે સવારે ડીંડોલી પોલીસ મથકમાં તેમનો છ વર્ષનો પુત્ર વિજય શનિવારે રાત્રે 9.30 વાગ્યે તેના જિજ્ઞાનગર સ્થિત સાસરા પાસેથી રમતા રમતા ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ કરતા વિજયની કોઈ ભાળ મળી નહોતી અને સીસીટીવી ફુટેજમાં તે એક રીક્ષામાં જતો નજરે ચઢતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.તારાચંદ પાટીલે પોલીસને સીસીટીવી ફુટેજમાં એક બાળક બતાવતા તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે તે અંગે તપાસ કરી તો તે અન્ય બાળક હતું અને તે ગુમ થયા બાદ મળ્યું હોય ક્રાઈમ બ્રાન્ચને તારાચંદ ઉપર જ શંકા ગઈ હતી.

આથી ક્રાઈમ બ્રાન્ચે તારાચંદની જ ઉલટતપાસ કરતા તે ભાંગી પડયો હતો અને તેણે જાતે જ બાળકના અપહરણની યોજના બનાવી તેને સુરતના ડીંડોલી મહાદેવનગર વિભાગ 1 માં પતિથી અલગ રહેતી 24 વર્ષીય બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે અને સુરતમાં પાંડેસરા પોલીસ કોલોની પાસે એપેક્ષા નગરમાં રહેતા મૂળ જલગાંવના તેના રીક્ષા ચાલક મિત્ર કરણ મનોહર વાકોડે સાથે મહારાષ્ટ મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ અને ડીંડોલી પોલીસે તારાચંદ અને તેની બહેનની અટકાયત કરી તેમની પુછપરછના આધારે વિજયને લઈ ભુસાવળથી સુરત આવી રહેલા કરણને નંદુરબાર સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં ઝડપી પાડી બાળકને મુક્ત કરાવી ડીંડોલી પોલીસને સોંપ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે તારાચંદની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હાલ તે નોકરી કરે છે પણ પહેલા તે ધંધો કરતો હતો અને તે માટે તેણે રૂ.9 લાખની અલગ અલગ પર્સનલ લોન જુદીજુદી બેંકોમાંથી લીધી હતી.પરંતુ કોરોનાકાળમાં તેનો ધંધો પડી ભાગ્યો હતો અને પત્ની માયાબેન પણ સતત બિમાર રહેતી હોય તેની પાછળ પણ ખર્ચ થતો હોય તે આર્થિક સંકડામણ અનુભવતો હતો.તેથી તારાચંદે પરિવાર સાથે વતન પિતા સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું.પરંતુ પત્ની માયાબેનના માતાપિતા તેના ઘરની નજીક રહેતા હોય તે તૈયાર નહોતી.આ સ્થિતીમાં જો બાળકનું અપહરણ થાય તો પત્ની ઉપર બેદરકારીનો આક્ષેપ કરી વતન ચાલ્યા જવાય તેવું વિચારી તારાચંદે પોતાની સગી બહેન અને તેના મિત્રને યોજનામાં સામેલ કર્યા હતા.


યોજના મુજબ છઠ્ઠીએ રાત્રે જ તારાચંદે પુત્ર વિજયને સાસરા પાસેથી કરણને સોંપતા તે પોતાની રીક્ષામાં લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો.ત્યાંથી તે બીજા દિવસે સવારે ટ્રેનમાં બાળકને લઈને વતન ચાલ્યો ગયો હતો.જ્યોતિએ કરણને બાળકને પોતાના કોઈ સંબંધીને ત્યાં લઈ જવા કહ્યું હતું.તેથી તે વિજયને ભુસાવળ લઈ ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં તારાચંદે તેવી પણ કબૂલાત કરી હતી કે બાદમાં તે સસરા પાસે પુત્ર વિજયના અપહરણકારો તેની મુક્તિ માટે પૈસા માંગે છે કહી તેમની પાસેથી પૈસા માંગી પોતાનું રૂ.9 લાખનું દેવું ચૂકતે કરવાનો હતો.જોકે, તે આ તબક્કે પહોંચે તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.