'30 સેકન્ડમાં બધું આગમાં લપેટાઈ ગયું...' રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું

Rajkot TRP Game Zone Fire Latest Update: ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનાથી ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીનો મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો હોવાના અહેવાલ છે. મૃતકોના શબ એટલા ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે ડીએનએ ટેસ્ટનો સહારો લેવાની ફરજ પડી રહી છે. આગ કેમ લાગી તેનું કારણ સામે આવ્યું? માહિતી અનુસાર આગ કેમ લાગી તેના વિશે કારણો હવે સામે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે એસીમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. જે બેકાબૂ થઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ત્યાં આવેલી રાઈડ અને જનરેટર માટે હજારો લીટરની માત્રામાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગ વધુ ભડકી હતી. તમામ ગેમ ઝોન બંધ કરાવાયાઆ દુર્ઘટના સામે આવ્યા બાદથી રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. ગેમ ઝોનના માલિક સહિત અત્યાર સુધી કુલ 10 જેટલાં લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના બાદથી ગેમ ઝોનનો લગભગ 40 જેટલો સ્ટાફ રફુચક્કર થઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે લગભગ 5 કિ.મી. દૂરથી પણ જોઈ શકાતી હતી. 30 સેકન્ડમાં તો રાખ થઇ ગયું ગેમ ઝોનમાહિતી અનુસાર આગ એટલી ભીષણ હતી કે માત્ર 30 સેકન્ડમાં જ ગેમ ઝોન આગમાં લપેટાઈ ગયું હતું જેના કારણે તેમાં હાજર બાળકો અને બીજા લોકોને પોતાનો જીવ બચાવવાની તક જ ના મળી. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની તપાસ કરાવવા એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. મૃતકાંક હજુ વધી શકે છે.     

'30 સેકન્ડમાં બધું આગમાં લપેટાઈ ગયું...' રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot TRP Game Zone Fire Latest Update: ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનાથી ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીનો મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો હોવાના અહેવાલ છે. મૃતકોના શબ એટલા ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે ડીએનએ ટેસ્ટનો સહારો લેવાની ફરજ પડી રહી છે. 


આગ કેમ લાગી તેનું કારણ સામે આવ્યું? 

માહિતી અનુસાર આગ કેમ લાગી તેના વિશે કારણો હવે સામે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે એસીમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. જે બેકાબૂ થઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ત્યાં આવેલી રાઈડ અને જનરેટર માટે હજારો લીટરની માત્રામાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગ વધુ ભડકી હતી. 

તમામ ગેમ ઝોન બંધ કરાવાયા

આ દુર્ઘટના સામે આવ્યા બાદથી રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. ગેમ ઝોનના માલિક સહિત અત્યાર સુધી કુલ 10 જેટલાં લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના બાદથી ગેમ ઝોનનો લગભગ 40 જેટલો સ્ટાફ રફુચક્કર થઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે લગભગ 5 કિ.મી. દૂરથી પણ જોઈ શકાતી હતી. 


30 સેકન્ડમાં તો રાખ થઇ ગયું ગેમ ઝોન

માહિતી અનુસાર આગ એટલી ભીષણ હતી કે માત્ર 30 સેકન્ડમાં જ ગેમ ઝોન આગમાં લપેટાઈ ગયું હતું જેના કારણે તેમાં હાજર બાળકો અને બીજા લોકોને પોતાનો જીવ બચાવવાની તક જ ના મળી. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની તપાસ કરાવવા એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. મૃતકાંક હજુ વધી શકે છે.