107 પાલિકાના ખિસ્સા ખાલીખમ, કર્મચારીઓને પગાર આપવાના પણ ફાંફા, કોણ કરી ગયું કંગાળ?

Municipal Employees Salary Not Done In Gujarat: વાઈબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યની 107 નગરપાલિકાઓની એવી દશા છે કે, ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકા નાણાંકીય સધ્ધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી. મહત્ત્વનું છે કે, ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઇ પડતાં આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યોચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીએ પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, 107 નગરપાલિકા એવી છે જેમાં ચીફ ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગારના ફાંફા છે. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી રહ્યા છે. તો બીજી તરફ  નગરપાલિકાનું તંત્ર જાણે ખાડે ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. નગરપાલિકાઓની એવી આર્થિક પરિસ્થિતી કથળી છે કે, કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા નથી. નગરપાલિકાઓની આવી દશા કેમ થઈ?નગરપાલિકાઓની આ દશા પાછળના કેટલાંક કારણો જવાબદાર છે જેમકે, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને કારણે કરવેરા વસૂલાતા નથી. પ્રજાના રોષનો ભોગ બનવું પડે તે માટે કરવેરા નિયમિત રીતે વસૂલાતાં નથી. જેથી મોટાભાગની પાલિકાની આર્થિક સ્થિતી ડગુમગુ થઈ છે. મોટાભાગની નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. કેટલીક નગરપાલિકાઓ વીજબિલ ભરવા સમક્ષ નથી. લાખો રૂપિયા પાણીવેરો બાકી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ઓક્ટ્રોયની ગ્રાન્ટ રોકી રાખી છે. રાજ્ય સરકારની અવળચંડાઈને કારણે ચીફ ઓફિસરથી માંડીને 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીઓને પગાર મળી શક્યો નથી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છતા સરકારી કર્મચારીઓને કોણીએ ગોળ ચોટાડાયો છે. નગરપાલિકાઓ પાસે આવકનો સ્ત્રોત જ નથી. પરિણામે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. હવે જ્યારે સરકારી કર્મચારીઓની ધીરજ ખૂંટી છે ત્યારે પગાર મામલે આંદોલન થાય તો નવાઈ નહીં.

107 પાલિકાના ખિસ્સા ખાલીખમ, કર્મચારીઓને પગાર આપવાના પણ ફાંફા, કોણ કરી ગયું કંગાળ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Representative image in Salary

Municipal Employees Salary Not Done In Gujarat: વાઈબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યની 107 નગરપાલિકાઓની એવી દશા છે કે, ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકા નાણાંકીય સધ્ધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી. મહત્ત્વનું છે કે, ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઇ પડતાં આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીએ પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, 107 નગરપાલિકા એવી છે જેમાં ચીફ ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગારના ફાંફા છે. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી રહ્યા છે. તો બીજી તરફ  નગરપાલિકાનું તંત્ર જાણે ખાડે ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. નગરપાલિકાઓની એવી આર્થિક પરિસ્થિતી કથળી છે કે, કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા નથી. 

નગરપાલિકાઓની આવી દશા કેમ થઈ?

નગરપાલિકાઓની આ દશા પાછળના કેટલાંક કારણો જવાબદાર છે જેમકે, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને કારણે કરવેરા વસૂલાતા નથી. પ્રજાના રોષનો ભોગ બનવું પડે તે માટે કરવેરા નિયમિત રીતે વસૂલાતાં નથી. જેથી મોટાભાગની પાલિકાની આર્થિક સ્થિતી ડગુમગુ થઈ છે. મોટાભાગની નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. કેટલીક નગરપાલિકાઓ વીજબિલ ભરવા સમક્ષ નથી. લાખો રૂપિયા પાણીવેરો બાકી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ઓક્ટ્રોયની ગ્રાન્ટ રોકી રાખી છે. 

રાજ્ય સરકારની અવળચંડાઈને કારણે ચીફ ઓફિસરથી માંડીને 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીઓને પગાર મળી શક્યો નથી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છતા સરકારી કર્મચારીઓને કોણીએ ગોળ ચોટાડાયો છે. નગરપાલિકાઓ પાસે આવકનો સ્ત્રોત જ નથી. પરિણામે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. હવે જ્યારે સરકારી કર્મચારીઓની ધીરજ ખૂંટી છે ત્યારે પગાર મામલે આંદોલન થાય તો નવાઈ નહીં.