કચ્છના રેવા ગામની 160 એકર જમીનમાં રોકાણના નામે 3.22 કરોડની છેતરપિંડી

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી અને રાજકોટના શખ્સ સામે આણંદ પોલીસમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવીઆણંદ: આણંદના બિલ્ડર અને તેના ભાગીદારોને કચ્છના રેવા ગામની ૧૬૦ એકર જમીનમાં રોકાણ કરી નાણા કમાવવાની લાલચ આપી ચિખોદરાના વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી અને રાજકોટના શખ્સે રૂ.૩.૨૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના જીગરકુમાર સુરેશભાઈ પટેલ ભાગીદારો  સાથે મળી કન્સ્ટ્રક્શન તથા જમીન ડેવલોપીંગનું કામકાજ કરે છે. જૂન-૨૦૨૦માં આણંદમાં રહેતા મનીષ લક્ષ્મણભાઈ ઠક્કરે તેમને જમીનમાં ઈન્વેસ્ટ કરવું હોય તો સ્વામીજીનો સંપર્ક કરાવું તેમ કહ્યું હતું અને ત્રણેક દિવસ બાદ બે સ્વામી સાથે મનીષભાઈ જીગરભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને અમારે મોટુ મંદિર બનાવવું છે. તમારી પાસે કોઈ સારી જગ્યા હોય તો બતાવો તથા તમારે કોઈ બીજી સારી જગ્યાએ રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. અમે પાછળથી તમને પુરતા નાણાં આપી જગ્યા તમારી પાસેથી લઈ લઈશું તેવી વાત કરી હતી. જુન-૨૦૨૦ના અંતમાં સ્વામી દર્શનપ્રિયદાસ, મનીષ અને ડાકોરના દલાલ જે.કી. રામી દ્વારા ઠાસરા તાલુકાના સુઈ ગામની જમીન બતાવી હતી. ત્યારબાદ કચ્છના અબડાસા તાલુકામાં પણ એક જમીન આવેલી છે. આ બે જગ્યામાંથી કોઈ એક જગ્યા મંદિર બનાવવા માટે અનુકુળ છે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કચ્છની જમીન મંદિર બનાવવા માટે વધુ અનુકુળ હોવાનું જણાવી તે જમીન લેવાનું નક્કી થયું હતું. જેથી જીગરભાઈ, સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી અબડાસાના રેવા ગામે પહોંચ્યા હતા. જ્યાં વિક્રમસિંહે જમીન બતાવી વેચાણની વાત કરી જમીનના દસ્તાવેજી પુરાવા બતાવ્યા હતા.  પરત ફરતી વખતે  રસ્તામાં સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને આ જમીન સ્વામી માધવપ્રિયદાસ અને તેમની સંસ્થા મોટુ મંદિર બનાવવા માંગે છે. જો તમારે આ જમીનમાં રોકાણ કરવું હોય તો જમીન માલિક વિક્રમસિંહને આણંદ બોલાવી વધુ વાતચીત કરીએ તેમ કહ્યું હતું. જેથી જીગરભાઈએ હા પાડતા બે-ત્રણ દિવસ બાદ સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે ગયા હતા અને ચર્ચાને અંતે એક એકરનો ભાવ રૂ.૭.૧૧ લાખ નક્કી કરી ૧૬૦.૪૭ એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. જુદા-જુદા સર્વેવાળી જમીનોના માલિકોનો પાવર ઓફ એટર્ની વિક્રમસિંહ પાસે હોવાનું મૌખિક જણાવ્યું હતું.બાદમાં સુરત ખાતે રહેતા વિવેકસાગરદાસ અને દર્શનપ્રિયદાસને મળી રેવા ગામની જમીન રાખવાનું નક્કી કરી એક એકરનો ભાવ રૂા.૧૧.૪૩ લાખ નક્કી કરાયો હતો. ત્યારબાદ ભાગીદારો સાથે વાતચીત કર્યા બાદ જમીન વેચાણ આપવાનું નક્કી કરી સ્વામી માધવપ્રિયદાસે રૂા.૫ લાખ અને ૧ રૂપિયો ટોકન પેટે આપ્યો હતો અને ચાર મહિનામાં પેમેન્ટ પુરુ કરવાનું નક્કી થયું હતું. તા.૨૦-૮-૨૦૨૦ના રોજ વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે આવ્યા હતા અને જમીન વેચાણનું નોટરી લખાણ કરી રૂા.૧.૫૧ કરોડ રોકડા આપ્યા હતા. જ્યારે બાકીના રૂા.૧૦-૧૦ લાખના દસ ચેકો જીગરભાઈએ લખી આપ્યા હતા. ત્યારબાદ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે જઈ દર્શનપ્રિયદાસ અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસને મળ્યા હતા. જ્યાં ઉક્ત જમીન ખરીદી કરવા અંગે તેમણે રૂા.૭૦ જીગરભાઈને આપ્યા હતા અને બાકીના નાણાં બે-ત્રણ દિવસમાં આણંદ આવીને આપી જઈશું તેવી વાત કરી હતી. જીગરભાઈને જમીનના પુરતા પૈસા મળ્યા ન હોવાથી તેમણે વિક્રમભાઈને ચેકો નહી ભરવા જણાવ્યું હોવા છતાં તેણે ચેક ભરી રીટર્ન કરાવી રૂા.૮૦ લાખ ભાગીદારો પાસેથી લઈ લીધા હતા અને આમ કુલ ૩.૭૮ કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા જેમાંથી રૂા.૭૫ લાખ મળ્યા હતા. તે પૈકી સર્ટી મંગાવવા માટે રૂા.૧૯.૭૦ લાખનો ખર્ચ થયો હતો. જેથી બાકીના રૂા.૩,૨૨,૭૦,૦૦૦ની છેતરપીંડી થઈ હોવા અંગે જીગરભાઈ સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી (રહે.રાજકોટ) અને સ્વામી દર્શનપ્રિયદાસ (રહે.ચિખોદરા) વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ૫,૨૧૫ કરોડના સટ્ટાના સુત્રધારના રિમાન્ડમાં અમદાવાદના શખ્સનું નામ પાટણ: પાટણ શહેરમાં બોર્ડર રેન્જ સાયબર સેલ ભૂજની ટીમે દરોડા પાડીને ૫,૨૧૫ કરોડના સટ્ટા કેસમાં મુખ્ય સુત્રધાર ભરત ચૌધરીની ધરપકડ બાદ વધુ એકનું નામ ખુલ્યું છે. તેમજ કુલ ત્રણ આરોપીના નામ બહાર આવ્યા છે. અમદાવાદના બે શખ્સ અને એક વલસાડના શખ્સનું નામ બહાર આવતા ટીમો પકડવા માટે કવાયત આદરીબોર્ડર રેન્જ આઇજીએ બાતમીના આધારે ભરત ચૌધરી વતન પાટણમાં આવ્યો છે અને મળતીયાઓ સાથે ક્રિકેટ મેચ પણ સટ્ટો રમાડે છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને મુખ્ય આરોપી ભરત ચૌધરીને તાજેતરમાં પાટણમાંથી ઝડપી પાડયો હતો. જેમાં ભરત ચૌધરીના મોબાઇલ પોનમાંથી જુદા જુદી ૨૩ આઇડી અને ૬૮ બેંક ખાતા મળી આવ્યા હતા. રિમાન્ડમાં ભરત ચૌધરીની પૂછપરછ દરમિયાન વધુ આરોપીઓના નામ ખુલી રહ્યા છે. જેમાં અમદાવાદના આરોપી બ્રિજેશ કૌશિકકુમાર પટેલનુ નામ ખુલ્યુ છે.  જયારે ભરત ચૌધરીના રિમાન્ડ દરમિયાન વધુ બે નામ બહાર આવ્યા છે. જેમાં  દલાલ બીગેશ ધીરજલાલ (રહે,પાલી હીલ પ્લોટ નં ૧, વલસાડ) તથા  નિશાંક હસમુખ પટેલ (રહે- ૮/છ અસીમ બંગલો,નિયર ગોર ટયુબ વેલ, બોપલ અમદાવાદ)નો સમાવેશ થાય છે.જેઓને પકડવા માટે કવાયત આદરી છે.થરાના લૂંટ અને ધાડ કેસમાં છ ઝબ્બેઃ અંજારનો આરોપી પલાયનખારિયા: થરા પોલીસ સ્ટેશનમાં ધાડ અને લૂંટના ગુના નોંધાયા હતા. ત્યારે પોલીસે આ કેસમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છ શખ્સોને રોકડ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે કચ્છ જિલ્લાનો આરોપી ફરાર હોવાથી પકડવા કવાયત હાથ ધરી છે.વર્ષ ૨૦૨૧ના ગુનામાં આરોપી ઝડપવા પોલીસ સક્રિયથરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન બે ધાડ અને લૂટના ગુના નોંધાયા હતા.  ત્યારે પોલીસે આ કેસનો કોયદો ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને ભાભરના મીઠા ગામના ભરતજી રતાજી ઠાકોર (ચાવડા), કાંકરેજના તેરવાડાના રૂપસીજી તલાજી ઠાકોર, ઉણ ગામની સીમમાં રહેતો વિષ્ણુજી લાલાજી ઠાકોર, ઉણ ગામનો ભવનજી ભવન ઉર્ફે ભમ્પો રામાજી  ઠાકોર, સાંતલપુરના ઝઝામ ગામના તેજમલજી લવીંગજી  ઠાકોર અને ભાભરના મીઠા ગામના 

કચ્છના રેવા ગામની 160 એકર જમીનમાં રોકાણના નામે 3.22 કરોડની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી અને રાજકોટના શખ્સ સામે આણંદ પોલીસમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવી

આણંદ: આણંદના બિલ્ડર અને તેના ભાગીદારોને કચ્છના રેવા ગામની ૧૬૦ એકર જમીનમાં રોકાણ કરી નાણા કમાવવાની લાલચ આપી ચિખોદરાના વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી અને રાજકોટના શખ્સે રૂ.૩.૨૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આણંદના જીગરકુમાર સુરેશભાઈ પટેલ ભાગીદારો  સાથે મળી કન્સ્ટ્રક્શન તથા જમીન ડેવલોપીંગનું કામકાજ કરે છે. જૂન-૨૦૨૦માં આણંદમાં રહેતા મનીષ લક્ષ્મણભાઈ ઠક્કરે તેમને જમીનમાં ઈન્વેસ્ટ કરવું હોય તો સ્વામીજીનો સંપર્ક કરાવું તેમ કહ્યું હતું અને ત્રણેક દિવસ બાદ બે સ્વામી સાથે મનીષભાઈ જીગરભાઈની ઓફિસે ગયા હતા. 

જ્યાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને અમારે મોટુ મંદિર બનાવવું છે. તમારી પાસે કોઈ સારી જગ્યા હોય તો બતાવો તથા તમારે કોઈ બીજી સારી જગ્યાએ રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. અમે પાછળથી તમને પુરતા નાણાં આપી જગ્યા તમારી પાસેથી લઈ લઈશું તેવી વાત કરી હતી. જુન-૨૦૨૦ના અંતમાં સ્વામી દર્શનપ્રિયદાસ, મનીષ અને ડાકોરના દલાલ જે.કી. રામી દ્વારા ઠાસરા તાલુકાના સુઈ ગામની જમીન બતાવી હતી. 

ત્યારબાદ કચ્છના અબડાસા તાલુકામાં પણ એક જમીન આવેલી છે. આ બે જગ્યામાંથી કોઈ એક જગ્યા મંદિર બનાવવા માટે અનુકુળ છે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કચ્છની જમીન મંદિર બનાવવા માટે વધુ અનુકુળ હોવાનું જણાવી તે જમીન લેવાનું નક્કી થયું હતું. જેથી જીગરભાઈ, સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી અબડાસાના રેવા ગામે પહોંચ્યા હતા. જ્યાં વિક્રમસિંહે જમીન બતાવી વેચાણની વાત કરી જમીનના દસ્તાવેજી પુરાવા બતાવ્યા હતા. 

 પરત ફરતી વખતે  રસ્તામાં સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને આ જમીન સ્વામી માધવપ્રિયદાસ અને તેમની સંસ્થા મોટુ મંદિર બનાવવા માંગે છે. જો તમારે આ જમીનમાં રોકાણ કરવું હોય તો જમીન માલિક વિક્રમસિંહને આણંદ બોલાવી વધુ વાતચીત કરીએ તેમ કહ્યું હતું. જેથી જીગરભાઈએ હા પાડતા બે-ત્રણ દિવસ બાદ સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે ગયા હતા અને ચર્ચાને અંતે એક એકરનો ભાવ રૂ.૭.૧૧ લાખ નક્કી કરી ૧૬૦.૪૭ એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. જુદા-જુદા સર્વેવાળી જમીનોના માલિકોનો પાવર ઓફ એટર્ની વિક્રમસિંહ પાસે હોવાનું મૌખિક જણાવ્યું હતું.

બાદમાં સુરત ખાતે રહેતા વિવેકસાગરદાસ અને દર્શનપ્રિયદાસને મળી રેવા ગામની જમીન રાખવાનું નક્કી કરી એક એકરનો ભાવ રૂા.૧૧.૪૩ લાખ નક્કી કરાયો હતો. ત્યારબાદ ભાગીદારો સાથે વાતચીત કર્યા બાદ જમીન વેચાણ આપવાનું નક્કી કરી સ્વામી માધવપ્રિયદાસે રૂા.૫ લાખ અને ૧ રૂપિયો ટોકન પેટે આપ્યો હતો અને ચાર મહિનામાં પેમેન્ટ પુરુ કરવાનું નક્કી થયું હતું. 

તા.૨૦-૮-૨૦૨૦ના રોજ વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે આવ્યા હતા અને જમીન વેચાણનું નોટરી લખાણ કરી રૂા.૧.૫૧ કરોડ રોકડા આપ્યા હતા. જ્યારે બાકીના રૂા.૧૦-૧૦ લાખના દસ ચેકો જીગરભાઈએ લખી આપ્યા હતા. ત્યારબાદ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે જઈ દર્શનપ્રિયદાસ અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસને મળ્યા હતા. 

જ્યાં ઉક્ત જમીન ખરીદી કરવા અંગે તેમણે રૂા.૭૦ જીગરભાઈને આપ્યા હતા અને બાકીના નાણાં બે-ત્રણ દિવસમાં આણંદ આવીને આપી જઈશું તેવી વાત કરી હતી. જીગરભાઈને જમીનના પુરતા પૈસા મળ્યા ન હોવાથી તેમણે વિક્રમભાઈને ચેકો નહી ભરવા જણાવ્યું હોવા છતાં તેણે ચેક ભરી રીટર્ન કરાવી રૂા.૮૦ લાખ ભાગીદારો પાસેથી લઈ લીધા હતા અને આમ કુલ ૩.૭૮ કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા જેમાંથી રૂા.૭૫ લાખ મળ્યા હતા. 

તે પૈકી સર્ટી મંગાવવા માટે રૂા.૧૯.૭૦ લાખનો ખર્ચ થયો હતો. જેથી બાકીના રૂા.૩,૨૨,૭૦,૦૦૦ની છેતરપીંડી થઈ હોવા અંગે જીગરભાઈ સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી (રહે.રાજકોટ) અને સ્વામી દર્શનપ્રિયદાસ (રહે.ચિખોદરા) વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 ૫,૨૧૫ કરોડના સટ્ટાના સુત્રધારના રિમાન્ડમાં અમદાવાદના શખ્સનું નામ 

પાટણ: પાટણ શહેરમાં બોર્ડર રેન્જ સાયબર સેલ ભૂજની ટીમે દરોડા પાડીને ૫,૨૧૫ કરોડના સટ્ટા કેસમાં મુખ્ય સુત્રધાર ભરત ચૌધરીની ધરપકડ બાદ વધુ એકનું નામ ખુલ્યું છે. તેમજ કુલ ત્રણ આરોપીના નામ બહાર આવ્યા છે. 

અમદાવાદના બે શખ્સ અને એક વલસાડના શખ્સનું નામ બહાર આવતા ટીમો પકડવા માટે કવાયત આદરી

બોર્ડર રેન્જ આઇજીએ બાતમીના આધારે ભરત ચૌધરી વતન પાટણમાં આવ્યો છે અને મળતીયાઓ સાથે ક્રિકેટ મેચ પણ સટ્ટો રમાડે છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને મુખ્ય આરોપી ભરત ચૌધરીને તાજેતરમાં પાટણમાંથી ઝડપી પાડયો હતો. જેમાં ભરત ચૌધરીના મોબાઇલ પોનમાંથી જુદા જુદી ૨૩ આઇડી અને ૬૮ બેંક ખાતા મળી આવ્યા હતા. રિમાન્ડમાં ભરત ચૌધરીની પૂછપરછ દરમિયાન વધુ આરોપીઓના નામ ખુલી રહ્યા છે. જેમાં અમદાવાદના આરોપી બ્રિજેશ કૌશિકકુમાર પટેલનુ નામ ખુલ્યુ છે.  

જયારે ભરત ચૌધરીના રિમાન્ડ દરમિયાન વધુ બે નામ બહાર આવ્યા છે. જેમાં  દલાલ બીગેશ ધીરજલાલ (રહે,પાલી હીલ પ્લોટ નં ૧, વલસાડ) તથા  નિશાંક હસમુખ પટેલ (રહે- ૮/છ અસીમ બંગલો,નિયર ગોર ટયુબ વેલ, બોપલ અમદાવાદ)નો સમાવેશ થાય છે.જેઓને પકડવા માટે કવાયત આદરી છે.

થરાના લૂંટ અને ધાડ કેસમાં છ ઝબ્બેઃ અંજારનો આરોપી પલાયન

ખારિયા: થરા પોલીસ સ્ટેશનમાં ધાડ અને લૂંટના ગુના નોંધાયા હતા. ત્યારે પોલીસે આ કેસમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છ શખ્સોને રોકડ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે કચ્છ જિલ્લાનો આરોપી ફરાર હોવાથી પકડવા કવાયત હાથ ધરી છે.

વર્ષ ૨૦૨૧ના ગુનામાં આરોપી ઝડપવા પોલીસ સક્રિય

થરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન બે ધાડ અને લૂટના ગુના નોંધાયા હતા.  ત્યારે પોલીસે આ કેસનો કોયદો ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને ભાભરના મીઠા ગામના ભરતજી રતાજી ઠાકોર (ચાવડા), કાંકરેજના તેરવાડાના રૂપસીજી તલાજી ઠાકોર, ઉણ ગામની સીમમાં રહેતો વિષ્ણુજી લાલાજી ઠાકોર, ઉણ ગામનો ભવનજી ભવન ઉર્ફે ભમ્પો રામાજી  ઠાકોર, સાંતલપુરના ઝઝામ ગામના તેજમલજી લવીંગજી  ઠાકોર અને ભાભરના મીઠા ગામના  વશરમજી તેલાજી  ઠાકોરને ઝડપી પાડયા હતા. અને પોલીસે  રોકડ રકમ રૂપિયા ૧૪,૦૦૦ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

 ઝડપાયેલા શખ્સો સામે મહેસાણા જિલ્લાના સતલાસણા, ભાભર, રાધનપુર, થરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે   કચ્છ જિલ્લાના અંજારનો વમલનાથ બટુકનાથ નાથબાવા ફરાર હોવાથી પોલીસ પડકવા ચક્રો ગતિમાન કર્યા છે.