સેવાસીમાં વહેલી સવારે પેપર વિતરક ભૂવામાં સ્કૂટર સાથે ખાબક્યો

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આંખો બંધ કરીને આપેલા વિકાસના કામોના કોન્ટ્રાક્ટમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેની જાણકારી આમ તો સામાન્ય માણસને ના મળે પરંતુ ચોમાસાએ પોલ ખોલી નાખી છે. વડોદરાના તમામ વિસ્તારોમાં ભૂવાઓ પડયા છે અને પડી રહ્યા છે. આવા જ એક  ભૂવામાં આજે વહેલી સવારે પેપર વિતરક સ્કૂટર સાથે ખાબક્યા હતા અને મહામહેનતે પોતાનો જીવ બચાવ્યો હતો.સુભાનપુરા વિસ્તારમાં રહેતા પેપર વિતરક હિમાંશુભાઇ પટેલે પોતાની આપવિતી જણાવી હતી કે આજે સવારે મારા ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર પેપર વિતરણ માટે નીકળ્યો હતો. સ્કૂટરમાં બન્ને તરફ પેપરથી ભરેલા બે થેલા હતા. પેપર વિતરણની કામગીરી કરતા કરતા હું સેવાસી વિસ્તારમાં પહોંચ્યો હતો.રોડ ઉપર એક તરફ ગટર લાઇન ખોદેલી છે, બીજી તરફ અંદાજે ૪ ફૂટ ઊંડો અને ૬ ફૂટ પહોળો ભૂવો પડયો છે, મહામહેનતે પેપર વિતરકે જીવ બચાવ્યોસેવાસી ગામની પાછળના વિસ્તારમા નિલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટની પાછળ શાસ્વત ફ્લેટમાં પેપર વિતરણ કરીને બહાર નીકળ્યો હતો. આ રોડ ઉપર પાણી ભરાયેલા હતા એટલે  હું સાચવીને મારૃ સ્કૂટર ચલાવી રહ્યો હતો અને અચાનક જ હું પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મારા સ્કૂટર સાથે હું લગભગ છાતી સુધી પાણીમાં હતો. રોડ ઉપર બે મહિના પહેલા જ ગટરની લાઇન ખોદેલી હતી તેમા માટીનું પુરાણ કર્યુ હતુ પછી તેના પર કપચી નાખવામાં આવી હતી છતાં રોડ બેસી ગયો છે અને બીજી તરફ આ ભૂવો પડેલો છે. વહેલી સવારે ૬ વાગ્યે આ ઘટના બની ત્યારે કોઇ નજીકમાં હતુ પણ નહી. મહામહેનતે જાતે હું ભૂવામાંથી બહાર આવ્યો અને સ્કૂટરને બહાર કાઢ્યું. પેપરો પલળી ગયા, બે મોબાઇલ પાણીમાં ખરાબ થઇ ગયા અને સ્કૂટરને પણ નુકસાન થયું.

સેવાસીમાં વહેલી સવારે પેપર વિતરક ભૂવામાં સ્કૂટર સાથે ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આંખો બંધ કરીને આપેલા વિકાસના કામોના કોન્ટ્રાક્ટમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેની જાણકારી આમ તો સામાન્ય માણસને ના મળે પરંતુ ચોમાસાએ પોલ ખોલી નાખી છે. વડોદરાના તમામ વિસ્તારોમાં ભૂવાઓ પડયા છે અને પડી રહ્યા છે. આવા જ એક  ભૂવામાં આજે વહેલી સવારે પેપર વિતરક સ્કૂટર સાથે ખાબક્યા હતા અને મહામહેનતે પોતાનો જીવ બચાવ્યો હતો.

સુભાનપુરા વિસ્તારમાં રહેતા પેપર વિતરક હિમાંશુભાઇ પટેલે પોતાની આપવિતી જણાવી હતી કે આજે સવારે મારા ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર પેપર વિતરણ માટે નીકળ્યો હતો. સ્કૂટરમાં બન્ને તરફ પેપરથી ભરેલા બે થેલા હતા. પેપર વિતરણની કામગીરી કરતા કરતા હું સેવાસી વિસ્તારમાં પહોંચ્યો હતો.

રોડ ઉપર એક તરફ ગટર લાઇન ખોદેલી છે, બીજી તરફ અંદાજે ૪ ફૂટ ઊંડો અને ૬ ફૂટ પહોળો ભૂવો પડયો છે, મહામહેનતે પેપર વિતરકે જીવ બચાવ્યો

સેવાસી ગામની પાછળના વિસ્તારમા નિલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટની પાછળ શાસ્વત ફ્લેટમાં પેપર વિતરણ કરીને બહાર નીકળ્યો હતો. આ રોડ ઉપર પાણી ભરાયેલા હતા એટલે  હું સાચવીને મારૃ સ્કૂટર ચલાવી રહ્યો હતો અને અચાનક જ હું પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મારા સ્કૂટર સાથે હું લગભગ છાતી સુધી પાણીમાં હતો. રોડ ઉપર બે મહિના પહેલા જ ગટરની લાઇન ખોદેલી હતી તેમા માટીનું પુરાણ કર્યુ હતુ પછી તેના પર કપચી નાખવામાં આવી હતી છતાં રોડ બેસી ગયો છે અને બીજી તરફ આ ભૂવો પડેલો છે. વહેલી સવારે ૬ વાગ્યે આ ઘટના બની ત્યારે કોઇ નજીકમાં હતુ પણ નહી. મહામહેનતે જાતે હું ભૂવામાંથી બહાર આવ્યો અને સ્કૂટરને બહાર કાઢ્યું. પેપરો પલળી ગયા, બે મોબાઇલ પાણીમાં ખરાબ થઇ ગયા અને સ્કૂટરને પણ નુકસાન થયું.