સુરતની ધ્રૂજાવી દેતી ઘટના, વિદ્યાર્થીઓ પર ચોથા માળેથી કાટમાળ પડતાં એકનું મોત, 2 ગંભીર

Surat News: સુરતના માંગરોળના તરસાડીમાં એક ધ્રૂજાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક ઇમારતના ચોથા માળેથી સ્લેબનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ સીધો જ વિદ્યાર્થીઓ પર પડ્યો હતો જેના લીધે એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ દરમિયાન અન્ય બે વિદ્યાર્થીઓના માથામાં કાટમાળ વાગતાં તેમની હાલત પણ ગંભીર હોવાના અહેવાલ છે. હાલ ઈજાગ્રસ્ત બન્ને વિદ્યાર્થી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ ઇમારતની હાલત જર્જરિત હતી. વિદ્યાર્થીઓ સ્કૂલથી પરત આવી રહ્યા હતા, ત્યારે ઝંડા ચોક નજીક આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું.

સુરતની ધ્રૂજાવી દેતી ઘટના, વિદ્યાર્થીઓ પર ચોથા માળેથી કાટમાળ પડતાં એકનું મોત, 2 ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat News: સુરતના માંગરોળના તરસાડીમાં એક ધ્રૂજાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક ઇમારતના ચોથા માળેથી સ્લેબનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ સીધો જ વિદ્યાર્થીઓ પર પડ્યો હતો જેના લીધે એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ દરમિયાન અન્ય બે વિદ્યાર્થીઓના માથામાં કાટમાળ વાગતાં તેમની હાલત પણ ગંભીર હોવાના અહેવાલ છે. હાલ ઈજાગ્રસ્ત બન્ને વિદ્યાર્થી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે 

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ ઇમારતની હાલત જર્જરિત હતી. વિદ્યાર્થીઓ સ્કૂલથી પરત આવી રહ્યા હતા, ત્યારે ઝંડા ચોક નજીક આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું.