Surendranagar: ખનન માફિયાના ઘર પર અંધાધૂંધ ફાયરીંગની ઘટના, પોલીસે તપાસ આદરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનનમાફીયાઓ બેફામ થઈ ગયા હતા અને આ પરિસ્થિતી વચ્ચે ખનન પ્રવૃત્તિ બંધ કરવા માટે જીલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અને ખાણખનીજ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેના ભાગરૂપે જિલ્લામાં પ્રથમવાર ખનન પ્રવૃત્તિ બંધ થઈ હતી, આ દિવસો આવતાં ખનનમાફિયાઓ અકળાયા હતા અને હવે વર્ચસ્વની લડાઈ પર ઉતરી જતાં એક સમયમાં સૌ ભેગા મળીને કામગીરી કરતાં આજે એકબીજા સામે આંગળી ચીંધીને અરજીઓ કરી હતી. ખનન પ્રવૃત્તિ બદલ 2.68 અબજનો દંડ સમગ્ર કેસની વિગત જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ખનનમાફીયા સુદામડા ગામનો સૌતાજ યાદવ કે જેના પર 10 જેટલા ગુનાઓ નોંધાયા છે, લેન્ડ ગ્રેબિગ ખંડણી ગેરકાયદેસર હથિયાર રાખવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા સોતાજ યાદવને ખનન પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને 2.68 અબજનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સોતાજ યાદવ અને એના પુત્ર કુલદીપ ભાગતા ફરતા હતા. 10થી 15 શખ્સો 3 ગાડીમાં આવીને અંધાધૂંધ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા અંતે અમદાવાદ પોલીસે રીવરફ્રન્ટ પાસેથી પકડીને જેલ હવાલે કર્યા હતા, જેમાં એક અઠવાડિયા પહેલા જામીન પર છુટકારો થયો હતો અને બહાર આવીને ઘરની મહિલાઓને આગળ કરીને સોતાજ યાદવની દીકરી કુમકુમ બેન દ્વારા ખનન પ્રવૃત્તિ માટે કલેકટર અને ખાણખનીજ વિભાગમાં અરજી કરાઈ હતી, આ અરજીમાં કેહુભાઈ, ગભુભાઇ, જયપાલભાઇ ડોડીયા, સામંતભાઈ ભરવાડ, સુરેશભાઈ રબારીની સામે અરજી કરાઈ હતી. જેનું મનદુઃખ રાખીને કેહુભાઈએ ફોન પર ધમકી આપી હોવાની વાત સોતાજ યાદવ દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું. આજ મનદુઃખમાં દેવેન્દ્ર ઉર્ફે ડેનડુને સોપારી આપી હોવાની વાત પોલીસ દ્વારા બહાર આવી હતી, આજ મુદ્દે દેવેન્દ્ર અને અન્ય 10થી 15 શખ્સો 3 ગાડીમાં આવીને અંધાધૂંધ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા, આ ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી ન હતી. પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી જિલ્લાનો મોટો ખનનમાફીયા સોતાજ યાદવ અને એક વ્યક્તિની વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં સોતાજ યાદવ દ્વારા કહેવામાં આવે છે કે હું હવે ગમે તેની સામે અરજી કરતો રહીશ પછી કોઈ નિર્દોષ હશે તો પણ એની સામે અરજીઓ કરતો રહીશ. આમ, સોતાજ યાદવ દ્વારા અરજીઓ કરવાના કારણે આ ફાયરિંગની ઘટના બનવા પામી છે, હાલ તો પોલીસ દ્વારા નાકાબંધી કરી આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે. દેવેન્દ્ર ઉર્ફે ડેનડુ સામે પણ સાયલા, પાળીયાદ, ચોટીલામાં 5 ગુનાઓ નોંધાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનનમાફીયાઓ બેફામ થઈ ગયા હતા અને આ પરિસ્થિતી વચ્ચે ખનન પ્રવૃત્તિ બંધ કરવા માટે જીલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અને ખાણખનીજ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેના ભાગરૂપે જિલ્લામાં પ્રથમવાર ખનન પ્રવૃત્તિ બંધ થઈ હતી, આ દિવસો આવતાં ખનનમાફિયાઓ અકળાયા હતા અને હવે વર્ચસ્વની લડાઈ પર ઉતરી જતાં એક સમયમાં સૌ ભેગા મળીને કામગીરી કરતાં આજે એકબીજા સામે આંગળી ચીંધીને અરજીઓ કરી હતી.
ખનન પ્રવૃત્તિ બદલ 2.68 અબજનો દંડ
સમગ્ર કેસની વિગત જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ખનનમાફીયા સુદામડા ગામનો સૌતાજ યાદવ કે જેના પર 10 જેટલા ગુનાઓ નોંધાયા છે, લેન્ડ ગ્રેબિગ ખંડણી ગેરકાયદેસર હથિયાર રાખવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા સોતાજ યાદવને ખનન પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને 2.68 અબજનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સોતાજ યાદવ અને એના પુત્ર કુલદીપ ભાગતા ફરતા હતા.
10થી 15 શખ્સો 3 ગાડીમાં આવીને અંધાધૂંધ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા
અંતે અમદાવાદ પોલીસે રીવરફ્રન્ટ પાસેથી પકડીને જેલ હવાલે કર્યા હતા, જેમાં એક અઠવાડિયા પહેલા જામીન પર છુટકારો થયો હતો અને બહાર આવીને ઘરની મહિલાઓને આગળ કરીને સોતાજ યાદવની દીકરી કુમકુમ બેન દ્વારા ખનન પ્રવૃત્તિ માટે કલેકટર અને ખાણખનીજ વિભાગમાં અરજી કરાઈ હતી, આ અરજીમાં કેહુભાઈ, ગભુભાઇ, જયપાલભાઇ ડોડીયા, સામંતભાઈ ભરવાડ, સુરેશભાઈ રબારીની સામે અરજી કરાઈ હતી. જેનું મનદુઃખ રાખીને કેહુભાઈએ ફોન પર ધમકી આપી હોવાની વાત સોતાજ યાદવ દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું.
આજ મનદુઃખમાં દેવેન્દ્ર ઉર્ફે ડેનડુને સોપારી આપી હોવાની વાત પોલીસ દ્વારા બહાર આવી હતી, આજ મુદ્દે દેવેન્દ્ર અને અન્ય 10થી 15 શખ્સો 3 ગાડીમાં આવીને અંધાધૂંધ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા, આ ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી ન હતી.
પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી
જિલ્લાનો મોટો ખનનમાફીયા સોતાજ યાદવ અને એક વ્યક્તિની વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં સોતાજ યાદવ દ્વારા કહેવામાં આવે છે કે હું હવે ગમે તેની સામે અરજી કરતો રહીશ પછી કોઈ નિર્દોષ હશે તો પણ એની સામે અરજીઓ કરતો રહીશ. આમ, સોતાજ યાદવ દ્વારા અરજીઓ કરવાના કારણે આ ફાયરિંગની ઘટના બનવા પામી છે, હાલ તો પોલીસ દ્વારા નાકાબંધી કરી આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે. દેવેન્દ્ર ઉર્ફે ડેનડુ સામે પણ સાયલા, પાળીયાદ, ચોટીલામાં 5 ગુનાઓ નોંધાયા છે.