સુરતના હોડી બંગલા વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી પાલિકાની ડ્રેનેજમાં કેમિકલ અને કલરવાળું પાણી નિકળવાની ફરિયાદ છે. હાલમાં ઉધના વિસ્તારમાં વરસાદી પાણી સાથે કેમિકલવાળું પાણી છોડવામાં આવતી હોવાની ફરિયાદ બાદ પાલિકા અને જીપીસીબીએ કાર્યવાહી કરીને ચાર તપેલા ડાઈંગ સીલ કરી છે. પાલિકા-જીપીસીબીએ ઉધના વિસ્તારમાં કાર્યવાહી કરી તો હવે વરીયાવી બજાર હોડી બંગલા વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થયું છે.
સુરતમાં ગત રવિવારે પડેલા વરસાદ બાદ ઉધના અને ભેસ્તાન વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. જેમાં કેટલાક એકમો દ્વારા તેનો લાભ ઉઠાવીને ટ્રીટ કર્યા વિનાનું કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવ્યું હતું.
What's Your Reaction?






