સીટીએમ એક્સપ્રેસ વે પાસે નશામાં ધૂત શખ્શોએ AMTS બસમાં તોડફોડ કરી
અમદાવાદ , સોમવારશહેરમા સીટીએમ એક્સપ્રેસ વે નજીક સોમવારે સાંજના સમયે એક એએમટીએસની બસમાં દારૂનો નશો કરીને ઘુસી આવેલા પાંચ લોકોને બસના કન્ડક્ટરે ઉતરી જવાનું કહેતા માથાભારે લોકોએ બસમાં તોડફોડ કરીને આતંક ફેલાવ્યો હતો. એટલું જ આસપાસની કેટલાક વાહનોના કાચ પણ તોડયા હતા. આ બનાવને પગલે રબારી કોલોનીથી ઇસનપુર સુધીના મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતા અનેક વાહનચાલકો અને ખુદ પોલીસના ગાડીઓ પણ ફસાઇ ગઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવની વિગતો એવી છે કે ઇસ્કોન-વિવેકાનંદનગર રૂટની બસ સાંજ સાડા છ વાગ્યાના સુમારે સીટીએમ એક્સપ્રેસ વે પર ઉભી હતી ત્યારે પાંચ યુવકો બસમાં ચઢ્યા હતા. જેમાં કેટલાંક લોકોએ દારૂ પીધો હતો અને ધમાલ કરતા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ , સોમવાર
શહેરમા સીટીએમ એક્સપ્રેસ વે નજીક સોમવારે સાંજના સમયે એક એએમટીએસની બસમાં દારૂનો નશો કરીને ઘુસી આવેલા પાંચ લોકોને બસના કન્ડક્ટરે ઉતરી જવાનું કહેતા માથાભારે લોકોએ બસમાં તોડફોડ કરીને આતંક ફેલાવ્યો હતો. એટલું જ આસપાસની કેટલાક વાહનોના કાચ પણ તોડયા હતા. આ બનાવને પગલે રબારી કોલોનીથી ઇસનપુર સુધીના મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતા અનેક વાહનચાલકો અને ખુદ પોલીસના ગાડીઓ પણ ફસાઇ ગઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવની વિગતો એવી છે કે ઇસ્કોન-વિવેકાનંદનગર રૂટની બસ સાંજ સાડા છ વાગ્યાના સુમારે સીટીએમ એક્સપ્રેસ વે પર ઉભી હતી ત્યારે પાંચ યુવકો બસમાં ચઢ્યા હતા. જેમાં કેટલાંક લોકોએ દારૂ પીધો હતો અને ધમાલ કરતા હતા.