સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીના દ્વારે ICC ચેરમેન જય શાહ, પુત્રની સુખડી-પેંડાથી તુલા કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જયભાઈ શાહે બુધવાર, 11 ફેબ્રુઆરી 2026ના રોજ સહપરિવાર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પુત્રની પેંડા અને સુખડીથી કરી તુલા
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત આ ધામમાં જયભાઈ શાહે અત્યંત શ્રદ્ધાપૂર્વક દાદાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. આ ખાસ પ્રસંગે તેમણે પોતાના પુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, તેમણે દાદાના શિખર પર ધજા અર્પણ કરી રાષ્ટ્રની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સંતો દ્વારા ભાવભર્યું સ્વાગત
સાળંગપુરધામ ખાતે પધારેલા જયભાઈ શાહનું મંદિરના સંતો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) તથા પૂજ્ય શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) ના રૂબરૂ મુલાકાત કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.
રમતજગતની પ્રગતિ માટે પ્રાર્થના
મંદિરના સંતોએ જયભાઈ શાહને ભારતીય રમતજગત અને રાષ્ટ્રની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા. ICC ચેરમેન તરીકેની તેમની જવાબદારીઓ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિના આ દર્શને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો - Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર, દાદાને સુખડી અને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

