વ્યારામાં આખલા યુદ્ધથી ભયનો માહોલ, પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાપીના વ્યારામાં બે આખલા યુદ્ધ ચડ્યા હોય તેમ બાખડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આખલાઓના બેફામ યુદ્ધથી લોકોમાં ડર ફેલાયો હતો. કાનપુરા વિસ્તારમાં આવેલી વૃંદાવન ધામ સોસાયટીની બહાર આખલા યુદ્ધ થતાં રહિસો ભયમાં મુકાયા છે. રખડતાં ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ વ્યારા નગરપાલિકા તંત્ર કોઈ અઘટિત ઘટનાની રાહ જુએ છે? જેને લઈને પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
રખડતાં ઢોરોના કારણે લોકો ત્રાહિમામ
તાપીના વ્યારા ખાતે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા તેને લઈને કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી ત્યારે લોકો પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આજે કાનપુર વિસ્તારની વૃંદાવન સોસાયટીની બહાર બે આખલાઓ બાખડતાં લોકોમાં ડર ફેલાયો છે. આ બંને સાંઢ લડતાં લડતાં ક્યાંક લોકોને વગાડે નહી કે નુકસાન પહોંચાડે નહી તેવા ભયથી ડરી રહ્યા છે. વ્યારાના લોકો આવા રખડતાં ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોકો રખડતાં ઢોરના ત્રાસથી લોકોને બચાવે તેવી માગ વ્યારા નગરપાલિકાની સામે કરી રહ્યા છે.
ક્યારે જાગશે તંત્ર?
અગાઉ પણ આ પ્રમાણે આણંદના બોરસદમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અવર જવર કરવાના રસ્તે વચ્ચો બેસતા પશુઓ, કાં તો આખલાઓ બાખડતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડે હતો. અવાર નવાર આવી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. જેમાં રસ્તે અવર જવર કરતા પશુઓને કારણે અકસ્માત પણ સર્જાય છે. શહેરીજનોની માંગ કરી હતી કે વહેલી તકે રખડતા પશુઓની સમસ્યાનો નિકાલ કરવામાં આવે. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે પરંતુ તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં ક્યારે લેવામાં આવશે.
What's Your Reaction?






