વીજક્ષમતામાં દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને: ઊર્જા મંત્રી કનુ દેસાઈ

રાજ્યમાં હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.ઉર્જામંત્રી કનુ દેસાઈનું નિવેદન ત્યારે આ દરમિયાન ઉર્જામંત્રી કનુ દેસાઈએ નિવેદન આપતા કહ્યું કે વીજ ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ છે અને આગામી વર્ષ 2023 સુધી 500 ગીગાવોટનું લક્ષ્ય છે, જેમાં ગુજરાતનો 100 ગીગાવોટનો લક્ષ્યાંક છે, તે પણ સમયસર પૂર્ણ કરીશું. કચ્છના ખાવડાનો 37 ગીગાવોટનો હાઈબ્રીડ પ્લાન્ટ પણ સમયસર શરૂ થશે. રાજ્યની 4 વીજકંપની દેશમાં પ્રથમ 5માં આવે છે. 90 ટકા ગામોમાં દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું: કનુ દેસાઈ વધુમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે સરકારની જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક વીજળી આપતું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. જંગલ વિસ્તારની પાસે દિવસે વીજળી આપવાની માગ હતી, 90 ટકા ગામોમાં દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે. ડિસેમ્બર સુધી 10 ટકા બાકી રહેલા ગામોમાં વીજળી દિવસે આપવાનું કામ પૂર્ણ થઈ જશે. વીજ વપરાશ માથાદીઠ 2413 છે, દેશનો માથાદીઠ વીજ વપરાશ 1300થી વધુ છે. સમગ્ર દેશ કરતા વધુ વીજ વપરાશ ગુજરાતીઓ કરી રહ્યા છીએ. ખેતીવાડીમાં વીજ જોડાણ 4 માસમાં આપી દેવામાં આવે છે ત્યારે ખેતીવાડીમાં વીજ જોડાણ 4 માસમાં આપી દેવામાં આવે છે, અગાઉ ખેડૂતો માટે વીજ જોડાણ માટે કહેવાતું કે બાળક જન્મે ત્યારથી પુખ્ત વયનો થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. જ્યારે પીએમ સૂર્યઘર યોજનામાં 703 મેગાવોટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. રાજ્યમાં વિવિધ કામગીરીને લઈ મુખ્યમંત્રીની ટકોર આ સાથે જ રાજ્યમાં વિવિધ કામગીરીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર પણ કરી હતી. ક્વોલિટી કામ કરવા માટે મુખ્યમંત્રીએ આગ્રહ રાખ્યો હતો અને ક્વોલિટી કામ કરવા માટે ભાર આપીએ તેવુ જણાવ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશભરમાં આપણી નાણાકીય સ્થિતિ સૌથી સારી છે. ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રીએ પાણી પુરવઠા વિભાગના 13 કાર્ય, શહેરી વિકાસ વિભાગના 11 કાર્ય, માર્ગ અને મકાન વિભાગના 5 કાર્ય અને ગૃહ વિભાગના 3 પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. 

વીજક્ષમતામાં દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને: ઊર્જા મંત્રી કનુ દેસાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.

ઉર્જામંત્રી કનુ દેસાઈનું નિવેદન

ત્યારે આ દરમિયાન ઉર્જામંત્રી કનુ દેસાઈએ નિવેદન આપતા કહ્યું કે વીજ ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ છે અને આગામી વર્ષ 2023 સુધી 500 ગીગાવોટનું લક્ષ્ય છે, જેમાં ગુજરાતનો 100 ગીગાવોટનો લક્ષ્યાંક છે, તે પણ સમયસર પૂર્ણ કરીશું. કચ્છના ખાવડાનો 37 ગીગાવોટનો હાઈબ્રીડ પ્લાન્ટ પણ સમયસર શરૂ થશે. રાજ્યની 4 વીજકંપની દેશમાં પ્રથમ 5માં આવે છે.

90 ટકા ગામોમાં દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું: કનુ દેસાઈ

વધુમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે સરકારની જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક વીજળી આપતું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. જંગલ વિસ્તારની પાસે દિવસે વીજળી આપવાની માગ હતી, 90 ટકા ગામોમાં દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે. ડિસેમ્બર સુધી 10 ટકા બાકી રહેલા ગામોમાં વીજળી દિવસે આપવાનું કામ પૂર્ણ થઈ જશે. વીજ વપરાશ માથાદીઠ 2413 છે, દેશનો માથાદીઠ વીજ વપરાશ 1300થી વધુ છે. સમગ્ર દેશ કરતા વધુ વીજ વપરાશ ગુજરાતીઓ કરી રહ્યા છીએ.

ખેતીવાડીમાં વીજ જોડાણ 4 માસમાં આપી દેવામાં આવે છે

ત્યારે ખેતીવાડીમાં વીજ જોડાણ 4 માસમાં આપી દેવામાં આવે છે, અગાઉ ખેડૂતો માટે વીજ જોડાણ માટે કહેવાતું કે બાળક જન્મે ત્યારથી પુખ્ત વયનો થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. જ્યારે પીએમ સૂર્યઘર યોજનામાં 703 મેગાવોટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે.

રાજ્યમાં વિવિધ કામગીરીને લઈ મુખ્યમંત્રીની ટકોર

આ સાથે જ રાજ્યમાં વિવિધ કામગીરીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર પણ કરી હતી. ક્વોલિટી કામ કરવા માટે મુખ્યમંત્રીએ આગ્રહ રાખ્યો હતો અને ક્વોલિટી કામ કરવા માટે ભાર આપીએ તેવુ જણાવ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશભરમાં આપણી નાણાકીય સ્થિતિ સૌથી સારી છે. ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રીએ પાણી પુરવઠા વિભાગના 13 કાર્ય, શહેરી વિકાસ વિભાગના 11 કાર્ય, માર્ગ અને મકાન વિભાગના 5 કાર્ય અને ગૃહ વિભાગના 3 પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.