માધાપર હાઇવે ઉપર 417 ઘેટા બકરાઓને લઇ જતી બે ટ્રક પકડાઇ

બે ડ્રાઇવરો સામે નોંધી રાત્રે માધાપર પોલીસની કાર્યવાહીજીવદયાપ્રેમીઓના ટોળાએ હુમલો કર્યો બે શખ્સોને ધીબી નાખ્યા ભુજ: લખપત તાલુકાના દયાપર અને દેશલપર ગુંતલીથી અમદાવાદ ઠસોઠસ ઘેટા-બકરા ભરીને જતી બે ટ્રકોને માધાપર હાઇવે પરથી પોલીસે પકડી પાડી હતી. પોલીસે બે ડ્રાઇવરો સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે. તો, જીવદયાપ્રેમીઓના ટોળાએ બે શખ્સ પર હુમલો કરીને ઇજા પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ખાતેના જીવદયાપ્રેમી લોકોએ પોલીસને જાણ કરી હતી કે, બે ટ્રકોમાં ખીચોખીચ ઘેટાબકરા ભરીને નળવાળા સર્કલથી શેખપીર તરફ આવી રહી છે. જેથી પેટ્રોલીંગમાં રહેલી પોલીસની ટીમે વોચ ગોઠવીને બાતમી મુજબની બે ટ્રકો પકડી પાડી હતી. બન્ને ટ્રકોમાં કુલ ૪૧૭ ઘેટા બકરા ભરેલા હતા. જેમાં બે ઘેટા મૃત હાલતમાં હતા. ટ્રકના ચાલક અજરૂદીન સીધીક મુતવા (ઉ.વ.૩૬) રહે ગોરેવાલી તાલુકો ભુજ તથા મુસ્તાક અબ્બાસભાઇ સુણાંસરા (ઉ.વ.૪૨) રહે સિધ્ધપુર પાટણને પુછપરછ કરતાં આ ઘેટા બકરા દયાપર અને દેશલપર ગુંતલીથી અમદાવાદ રાણીપ મઢી ખાતે બજારમાં લઇ જતા હોવાનું જણાવ્યું હતું. ટ્રક ચાલકો પાસે ઘેટા-બકરા અંગે કોઇ આધાર પુરાવાઓ ન હોવાથી પોલીસે બન્ને વિરૂધ્ધ પશુ ક્રતા નિવારણ ધારા હેઠળ ગુનો નોંધીને ૧૬ લાખની બે ટ્રકો અને ૮ લાખ ૭૬ હજારના ઘેટા બકરા મળીને કુલે ૨૪ લાખ ૭૬ હજારનો મુદમાલ કબ્જે કર્યો હતો. ઘેટા બકરાને રૂદ્રાણી પાસે પાંજરાપોળમાં મુકી આવ્યા ત્યાર બાદ થોળે દુર જીવદાયાપ્રેમીઓના ટોળાઓએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો જેમાં પાન્ધ્રોના મામદ નુરમામદ હજામ (ઉ.વ.૪૬) અને દેશલપર ગુંતલીના ઇસ્માઇલ જુમા જીએજા (ઉ.વ.૩૦) ઇજા પહોંચી હતી. તો, ઘેટા બકરા ઉતારવા ગયા હતા. ત્યાં જુસબ અબ્દુલ્લા સોટા (ઉ.વ.૫૦)ને છાતીમાં દુખાવો અને બ્લડ પ્રેસર લો થઇ જતા પડી જવાથી ઇજા પહોંચી હતી. ત્રણેય સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. માધાપર પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

માધાપર હાઇવે ઉપર 417 ઘેટા બકરાઓને લઇ જતી બે ટ્રક પકડાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બે ડ્રાઇવરો સામે નોંધી રાત્રે માધાપર પોલીસની કાર્યવાહી

જીવદયાપ્રેમીઓના ટોળાએ હુમલો કર્યો બે શખ્સોને ધીબી નાખ્યા 

ભુજ: લખપત તાલુકાના દયાપર અને દેશલપર ગુંતલીથી અમદાવાદ ઠસોઠસ ઘેટા-બકરા ભરીને જતી બે ટ્રકોને માધાપર હાઇવે પરથી પોલીસે પકડી પાડી હતી. પોલીસે બે ડ્રાઇવરો સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે. તો, જીવદયાપ્રેમીઓના ટોળાએ બે શખ્સ પર હુમલો કરીને ઇજા પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ખાતેના જીવદયાપ્રેમી લોકોએ પોલીસને જાણ કરી હતી કે, બે ટ્રકોમાં ખીચોખીચ ઘેટાબકરા ભરીને નળવાળા સર્કલથી શેખપીર તરફ આવી રહી છે. જેથી પેટ્રોલીંગમાં રહેલી પોલીસની ટીમે વોચ ગોઠવીને બાતમી મુજબની બે ટ્રકો પકડી પાડી હતી. બન્ને ટ્રકોમાં કુલ ૪૧૭ ઘેટા બકરા ભરેલા હતા. જેમાં બે ઘેટા મૃત હાલતમાં હતા. ટ્રકના ચાલક અજરૂદીન સીધીક મુતવા (ઉ.વ.૩૬) રહે ગોરેવાલી તાલુકો ભુજ તથા મુસ્તાક અબ્બાસભાઇ સુણાંસરા (ઉ.વ.૪૨) રહે સિધ્ધપુર પાટણને પુછપરછ કરતાં આ ઘેટા બકરા દયાપર અને દેશલપર ગુંતલીથી અમદાવાદ રાણીપ મઢી ખાતે બજારમાં લઇ જતા હોવાનું જણાવ્યું હતું. ટ્રક ચાલકો પાસે ઘેટા-બકરા અંગે કોઇ આધાર પુરાવાઓ ન હોવાથી પોલીસે બન્ને વિરૂધ્ધ પશુ ક્રતા નિવારણ ધારા હેઠળ ગુનો નોંધીને ૧૬ લાખની બે ટ્રકો અને ૮ લાખ ૭૬ હજારના ઘેટા બકરા મળીને કુલે ૨૪ લાખ ૭૬ હજારનો મુદમાલ કબ્જે કર્યો હતો. ઘેટા બકરાને રૂદ્રાણી પાસે પાંજરાપોળમાં મુકી આવ્યા ત્યાર બાદ થોળે દુર જીવદાયાપ્રેમીઓના ટોળાઓએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો જેમાં પાન્ધ્રોના મામદ નુરમામદ હજામ (ઉ.વ.૪૬) અને દેશલપર ગુંતલીના ઇસ્માઇલ જુમા જીએજા (ઉ.વ.૩૦) ઇજા પહોંચી હતી. તો, ઘેટા બકરા ઉતારવા ગયા હતા. ત્યાં જુસબ અબ્દુલ્લા સોટા (ઉ.વ.૫૦)ને છાતીમાં દુખાવો અને બ્લડ પ્રેસર લો થઇ જતા પડી જવાથી ઇજા પહોંચી હતી. ત્રણેય સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. માધાપર પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.