નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Navsari News : નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. જેમાં આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે માર ન મારવા અને હેરાન-પરેશાન ન કરવા માટે આરોપી પાસેથી 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
સમગ્ર મામલે પ્રોહિબિશનના ગુનાના આરોપીએ તેના મિત્રને વાત કરી હતી. આ પછી આરોપીના મિત્રએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ને જાણ કરતાં છટકું ગોઠવીને લાંચીયા પોલીસકર્મીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

