Bharuch:નર્મદા કિનારે શુકલતીર્થ ખાતે યોજાતા ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલાં શુક્લતીર્થ ગામે દેવ ઉઠી અગિયારસથી યોજાતા ઐતિહાસિક મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળવામાં રાજ્યભરમાંથી 4થી 5 લાખ લોકો ઉમટતાં હોય છે.
ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે મેળો પ્રભાવિત થાય તેવી ભિતી સેવાઈ રહી છે. જોકે, ગ્રામ પંચાયત દ્વારા થયેલાં કાદવ કિચડની સમસ્યા દૂર કરવા રેતી-માટી નાંખવાની કવાયત હાથ ધરી છે.આજથી ભરૂચ તાલુકાના પ્રસિધ્ધ એવા નર્મદા નદીના કિનારે આવેલ શુકલતીર્થ ગામ ખાતે પ્રસિધ્ધ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. શૈકાઓથી આ યાત્રા યોજાઈ રહી છે જયારે માનબીંદુ સમા આરાધ્ય દેવ શ્રી ઓમકારેનાથ (વિષ્ણુ ભગવાન) ની સ્વયંભુ પ્રાગટય થયેલ રેતીની મુર્તિ તેમજ તપસ્યા કરી શ્રી શુકલેશ્વર મહાદેવ (શિવલીંગ) ની સ્થાપના થયેલ છે, એવા પવિત્ર તીર્થધામ શુકલતીર્થ ખાતે પરંપરાગત શુકલતીર્થનો મેળો તા.2-11-25 ના રવિવારથી તા. 9-11-25 થી રવિવાર સુધી યોજાનાર છે.
જયાં એમ કહેવાય છે કે, સુક્ષ્મ સ્વરૂપે દેવી શકિતઓ ઉપસ્થિત રહી યાત્રાળુઓને આર્શિવાદ આપે છે. આ દિવ્ય માનબીંદુ સમા તીર્થ ક્ષેત્રમાં નર્મદા સ્નાન અને મહાદેવના દર્શનનો લાભ લેવો એ ખુબ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ યાત્રામાં નર્મદા નદિના કિનારે અંદાજીત 800 કરતા વધુ સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મનોરંજન સ્ટોલમાં ચકડોળ, મોતનો કુવો, સર્કસ, જાદુગર તેમજ અન્ય સ્ટોલો ઉભા કરાનાર છે. આ સાથે ખાદ્યસામગ્રીઓના પણ સ્ટોલ ઉભા કરાયા છે. વિવિધ પ્લોટ-સ્ટોલના કામચલાઉ ભાડાથી અંદાજે 33થી 35 લાખની આવકનો અંદાજ છે. હાલમા કમોસમી વરસાદી વરસી રહ્યો હોવાને કારણે મેળામાં તેની અસર વર્તાય તેવી સ્થિતી ઉભી થઈ છે. ત્યારે વરસાદને કારણે મેળા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાવા સાથે કાદવ-કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાતાં ગ્રામ પંચાયતની ટીમ પણ એક્શનમાં આવી છે.પંચાયત દ્વારા રેતી-માટી નાંખીને કાદવ-કિચ્ચડ દૂર કરવાની કવાયત હાથ ધરી છે. શુકલતીર્થના કિનારે યોજાનાર આ યાત્રામાં આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, ફાયરબ્રિગેડ, તરવૈયા, મહિલા સ્કોડ તેમજ માહિતી અંગેના સ્ટોલો પણ ઉભા કરાયા છે.
મેળા માટે જાહેરનામા પણ બહાર પડાયા
ભરૂચના શુકલતીર્થ યાત્રાધામ ખાતે યોજાનાર યાત્રા અંગે તા. 2 થી તા. 9-11-25 સુધી શુકલેશ્વર મહાદેવનો કારતિકી પૂનમનો મેળો યોજાનાર છે તેથી મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત રોગચાળો ફાટી ન નીકળે તે માટે પાણી પીવા માટે નિયત કર્યા હોય તેવી જગ્યાની નજીકના 12 ફુટના વિસ્તારમાં નહાવુ-ધોવુ કે કપડા ધોવા કે જાનવરોને નવડાવવા કે વાહનો ધોવાપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત શૌચાલયની પુરતી વ્યવસ્થા હોવાના પગલે અન્યત્ર શૌચક્રિયા ન કરવા તેમજ અખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવા અને અન્ય નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

