Godhra:પંચમહાલમાં માવઠાથી ઊભા પાકનો સોથ વળી ગયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાના વેજલપુર પંથકના ખેડૂતોને કમોસમી વરસાદથી સોયાબીનના પાકમાં ભારે નુકસાન થયું છે. વેજલપુર ગામમાં અંદાજીત 70 હેકટર જમીનમાં સોયાબીનના ઊભા પાકમાં ફૂગ આવી ગઈ છે. આ ઉપરાંત લણણી કરેલા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતાં ભારે નુકશાન થઈ હાલ સોયાબીનના દાણામાં ફૂગ આવી જઈ અંકુર ફૂટવાની શરૂઆત થઈ જતાં ખેડૂતોની તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.
આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે. જેથી સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. હાલ ખેડૂતોને ઘઉંનું વાવેતર કરવા અંગે પણ ચિંતા ઉભી થઇ છે. કેમ કે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી વાવેતર પણ મોડું થવા ની શકયતાઓ જોવાઇ રહી છે.કાલોલના વેજલપુર ગામના ખેડૂતોને સોયાબીનની ખેતીમાં ભારે નુકસાન થયું છે. અગાઉ મગફ્ળીની ખેતી કરતાં ખેડૂતોએ જંગલી ભૂંડ અને નિલ ગાય દ્વારા પાક ને થતાં ભેલાણ બાદ સોયાબીનની ખેતીની શરૂઆત કરી છે, પરંતુ આ વર્ષે પડતાં ઉપર પાટુ જેવી અહીંના ખેડૂતોની હાલત થઈ છે. વેજલપુર ગામના ખેડુત પોતાની માંગણી અને વ્યથા ઠાલવતા સુભાષભાઈ પટેલ જણાવે છે મેં 15 વિઘા જમીનમાં સોયબિન નું વાવેતર કર્યુ હતું જેમાં પહેલીવાર બિયારણ ફેલ થતાં બીજી વાર ખર્ચ કરી વાવેતર કર્યું, પરંતુ કમોસમી વરસાદ થતાં જ તૈયાર થયેલો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. જેથી ભારે આર્થિક નુકશાન તો થયું છે, પરંતુ મને ડાયાબીટીસ અને બીપીની શારીરિક તકલીફ ઊભી થઈ છે, કેમ કે રોજ પાકનું થયેલું નુકશાન જોઈ શકાતું નથી. વેજલપુર ગામના ભાઈલાલભાઈ જણાવે છે કે આગામી 27 નવેમ્બરના રોજ મારી ભત્રીજીના લગ્ન છે.સોયાબીનની ખેતીમાંથી સારી ઉપજ મળવાની આશા હતી, પણ કમોસમી વરસાદે પાણી ફેરવી દીધુ. હવે તો સરકાર સારૂ વળતર આપે એજ આશા છે. જયારે કાળીદાસ પટેલ જણાવે છે અમે પાક ધિરાણ લઈ સોયાબીનની ખેતી કરી હતી, જેમાં ભારે નુકશાન થયું છે. બીજી તરફ બેન્કમાંથી લોનની ભરપાઈ માટે ઉઘરાણી કરાશે, પણ અમે ક્યાંથી પૈસા લાવીને ભરપાઇ કરીશું? જો સરકાર યોગ્ય વળતર ના આપે તો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવશે. એવી જ રીતે જગદીશ ભાઈ પટેલ જણાવે છે કે પાક નુકશાન સર્વે અંગે ગ્રામસેવક દ્વારા હાલ કામગીરી હાથ ધરાઈ રહી છે, પરંતુ નુકશાનનો વિસ્તાર વધુ હોવાથી સરકારે પ્રગતિ એપ્લિકેશનના માધ્યમથી પણ ખેડૂત જાતે જ નુકશાન અંગે રિપોર્ટ કરી શકે એ પ્રકારનું આયોજન કરાયું છે, જયારે ભગવાન ભાઈ પટેલ જણાવે છે કે સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા હાલ પાક નુકશાનનું સરવે કરાઈ રહ્યું છે, જેનું યોગ્ય વળતર મળે એવી અપેક્ષા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં ખેડૂત રજિસ્ટ્રેશન સિવાય પણ નુકસાન અંગેનું સર્વે કરી શકાશે : ગ્રામસેવક
વેજલપુર વિસ્તારના ગ્રામ સેવક જે.આર પરમારે જાણકારી આપતાં જણાવ્યું હતું કે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા જે ખેડૂતો નું રજિસ્ટ્રેશન કર્યુ હોય એ નુકશાન અંગેની વિગતો અપલોડ કરી શકે છે. આ ઉપરાંત જે ખેડૂતોની નોંધણી થયેલી ના હોય એ પણ એપ્લિકેશનમાં ચેટ મોડયુલ મારફ્તે મેન્યુઅલ માધ્યમથી રજિસ્ટ્રેશન કરી શકે એ પ્રકાર ની વ્યવસ્થા છે જેથી ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી.આ ઉપરાંત વેજલપુર વિસ્તારમાં ખેડૂતોના પાક નુકસાન અંગે ની કામગીરી હાલ કરવામાં આવી છે જેમાં ડાંગર અને સોયાબીનમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

