ડ્રાયફ્રૂટના ધંધામાં સારો નફો મળશે કહીને વેપારીએ દંપતી પાસે 1.75 કરોડ પડાવ્યા

દંપતીએ EOWમાં ફરિયાદ નોંધાવતા વેપારીની સાસુ અને સાળાની ધરપકડ કરીભાવેશે તા. 20જૂલાઇ 2023થી લઇને 1જૂન2024 દરમ્યાન 1.75કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ આ અંગે દંપતીએ EOWમાં ફરિયાદ કરતા વેપારીના સાસુ અને સાળાની ધરપકડ કરી છે નારણપુરામાં રહેતા દંપતીને ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણ કરશો તો સારો નફો મળશે તેમ કહીને એક વેપારીએ 1.75 કરોડ રૂપિયા પડાવી લીદ્યા હતા. આ ઉપરાંત, વેપારીની પત્ની, સાસુ અને સાળાએ પણ આણંદમાં મકાન વેચાણ આપવાનું નક્કી કરીને બાનાખત કરી આપીને દંપતી પાસેથી રૂપિયા પડાવ્યા બાદ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આ અંગે દંપતીએ EOWમાં ફરિયાદ કરતા વેપારીના સાસુ અને સાળાની ધરપકડ કરી છે જ્યારે વેપારી અને તેની પત્નીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. નારણપુરામાં ભાવેશ ગૌતમભાઇ દરજી પરિવાર સાથે રહે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હોવાથી તેમણે સુરતના દિપેશ મકવાણા સાથે સંપર્ક થયો હતો. બાદમાં દિપેશે એક દિવસ ભાવેશને કહ્યુ કે, તે એમડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્રૂટનો ધંધો કરે છે અને તેનું ગોડાઉન કઠવાડા જીઆઇડીસીમાં આવેલુ છે તેમજ જો તમે ધંધામાં રોકાણ કરશો તો સારૂ નફો મળશે. જેથી ભાવેશે તા. 20 જૂલાઇ 2023થી લઇને 1 જૂન 2024 દરમ્યાન 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. આ ઉપરાંત, દિપેશના સાસુ હંસાબેન મિસ્ત્રી, સાળો પાર્થ મિસ્ત્રી અને દિપેશની પત્ની નિકિતાએ આણંદના સારસા ખાતે શુભમ રેસિડેન્સીમાં મકાન નંબર 18 વેચાણ આપવાનું છે તેમ કહ્યુ હતુ. જેના પગલે ભાવેશની પત્ની દામીનીબેને 5 લાખ રૂપિયા મકાન વેચાણ આપવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ ત્રણેય આરોપીએ દામીનીબેન પાસે બેંક મારફતે 1.33 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ બાદ હંસાબેન 1 લાખ રૂપિયા લઇને દામીનીબેને મકાનનો બાનાખત કરી આપ્યો હતો પરંતુ મકાનનો કબ્જો સોંપ્યો ન હતો. આ અંગે ભાવેશે આર્થીક નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિપેશની સાસુ હંસાબેન અને સાળા પાર્થની ધરપકડ કરી છે.

ડ્રાયફ્રૂટના ધંધામાં સારો નફો મળશે કહીને વેપારીએ દંપતી પાસે 1.75 કરોડ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દંપતીએ EOWમાં ફરિયાદ નોંધાવતા વેપારીની સાસુ અને સાળાની ધરપકડ કરી
  • ભાવેશે તા. 20જૂલાઇ 2023થી લઇને 1જૂન2024 દરમ્યાન 1.75કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ
  • આ અંગે દંપતીએ EOWમાં ફરિયાદ કરતા વેપારીના સાસુ અને સાળાની ધરપકડ કરી છે

નારણપુરામાં રહેતા દંપતીને ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણ કરશો તો સારો નફો મળશે તેમ કહીને એક વેપારીએ 1.75 કરોડ રૂપિયા પડાવી લીદ્યા હતા.

આ ઉપરાંત, વેપારીની પત્ની, સાસુ અને સાળાએ પણ આણંદમાં મકાન વેચાણ આપવાનું નક્કી કરીને બાનાખત કરી આપીને દંપતી પાસેથી રૂપિયા પડાવ્યા બાદ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આ અંગે દંપતીએ EOWમાં ફરિયાદ કરતા વેપારીના સાસુ અને સાળાની ધરપકડ કરી છે જ્યારે વેપારી અને તેની પત્નીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

નારણપુરામાં ભાવેશ ગૌતમભાઇ દરજી પરિવાર સાથે રહે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હોવાથી તેમણે સુરતના દિપેશ મકવાણા સાથે સંપર્ક થયો હતો. બાદમાં દિપેશે એક દિવસ ભાવેશને કહ્યુ કે, તે એમડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્રૂટનો ધંધો કરે છે અને તેનું ગોડાઉન કઠવાડા જીઆઇડીસીમાં આવેલુ છે તેમજ જો તમે ધંધામાં રોકાણ કરશો તો સારૂ નફો મળશે. જેથી ભાવેશે તા. 20 જૂલાઇ 2023થી લઇને 1 જૂન 2024 દરમ્યાન 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. આ ઉપરાંત, દિપેશના સાસુ હંસાબેન મિસ્ત્રી, સાળો પાર્થ મિસ્ત્રી અને દિપેશની પત્ની નિકિતાએ આણંદના સારસા ખાતે શુભમ રેસિડેન્સીમાં મકાન નંબર 18 વેચાણ આપવાનું છે તેમ કહ્યુ હતુ. જેના પગલે ભાવેશની પત્ની દામીનીબેને 5 લાખ રૂપિયા મકાન વેચાણ આપવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ ત્રણેય આરોપીએ દામીનીબેન પાસે બેંક મારફતે 1.33 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ બાદ હંસાબેન 1 લાખ રૂપિયા લઇને દામીનીબેને મકાનનો બાનાખત કરી આપ્યો હતો પરંતુ મકાનનો કબ્જો સોંપ્યો ન હતો. આ અંગે ભાવેશે આર્થીક નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિપેશની સાસુ હંસાબેન અને સાળા પાર્થની ધરપકડ કરી છે.