જામનગરમાં હાપા- લાલવાડી વિસ્તારમાં એક રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ

Image Source: Freepikજામનગરના હાપા - લાલવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક રીક્ષામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ છે, અને 180 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જયારે સપ્લાયર નું નામ ખુલ્યું છે.જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે મોડી સાંજે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન જીજે 10 ટી. ડબલ્યુ. 9961 નંબરની ઓટો રીક્ષા શંકાસ્પદ હાલતમાં જણાતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન રિક્ષામાંથી 180 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે રિક્ષા અને ઈંગ્લીશ દારુ સહિત કુલ રૂપિયા 2,40,000ની માલમતા કબજે કરી લીધી છે. જ્યારે તે રીક્ષા ની અંદર બેઠેલા શાહનવાજ દિલાવર ભાઈ દરજાદા, નજીમ દોસ્તમહમદ દરજાદા અને સાહિલ અલ્તાફભાઈ આરબની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.જે ત્રણેયને પૂછપરછ દરમિયાન દારૂના સપ્લાયર તરીકે વસીમ યુસુફ દરજાદા નું નામ ખુલ્યું હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં હાપા- લાલવાડી વિસ્તારમાં એક રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

જામનગરના હાપા - લાલવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક રીક્ષામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ છે, અને 180 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જયારે સપ્લાયર નું નામ ખુલ્યું છે.

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે મોડી સાંજે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન જીજે 10 ટી. ડબલ્યુ. 9961 નંબરની ઓટો રીક્ષા શંકાસ્પદ હાલતમાં જણાતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન રિક્ષામાંથી 180 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે રિક્ષા અને ઈંગ્લીશ દારુ સહિત કુલ રૂપિયા 2,40,000ની માલમતા કબજે કરી લીધી છે. જ્યારે તે રીક્ષા ની અંદર બેઠેલા શાહનવાજ દિલાવર ભાઈ દરજાદા, નજીમ દોસ્તમહમદ દરજાદા અને સાહિલ અલ્તાફભાઈ આરબની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

જે ત્રણેયને પૂછપરછ દરમિયાન દારૂના સપ્લાયર તરીકે વસીમ યુસુફ દરજાદા નું નામ ખુલ્યું હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.