Budget 2024: ભારતીય સેના વધુ ઘાતક બનશે, સરકારે પટારો ખોલ્યો!

નાણાપ્રધાન સીતારામને ડિફેન્સ સેક્ટર માટેના બજેટમાં પાંચ ટકાનો વધારો કર્યોસિવિલ ખર્ચ માટે 25,963.18 કરોડ, ડિફેન્સ સર્વિસ માટે 2,82,772.6 કરોડની જોગવાઇ આ ક્ષેત્રે કુલ ફાળવણી વધીને 90 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે. જેમાં નાણાપ્રધાને સંરક્ષણ સેક્ટર માટે પણ વિશેષ ભાર આપ્યો છે. ચીન અને પાકિસ્તાનના ખતરાને જોતા ભારત હાલ પોતાની સેનાનું આધુનિકીકરણ કરી રહ્યું છે અને તેવામાં આ વખતે સૈન્ય બજેટમાં સારો એવો વધારો કરાયો છે. હાલ ભારતીય સૈન્ય પોતાના હથિયારોનું અપગ્રેડિંગ કરી રહ્યું છે અને તેના માટે ભારતે રશિયા સાથે એસ-400 એન્ટિ મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો છે. આ સિસ્ટમનો સપ્લાય પણ શરૂ થઇ ગયો છે. તેવી જ રીતે ભારત ફ્રાન્સ પાસેથી રાફેલ યુદ્ધ વિમાનો બાદ હવે ન્યૂક્લિયર સબમરીન પણ ખરીદી રહ્યું છે. તેની સાથે જ ભારત સ્વદેશી લાઇટ ફાઇટર જેટ તેજસનો પણ વિકાસ કરી રહ્યું છે. સેનાના મોર્ડનાઇઝેશન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ માટે મોટાપાયે પૈસાની જરૂર છે. નાણાપ્રધાને આ વખતે ડિફેન્સ બજેટમાં પાંચ ટકા વધારો કર્યો છે.આ વખતે સંરક્ષણ મંત્રાલયને સિવિલ ખર્ચ માટે 25,963.18 કરોડ આપવામાં આવ્યા છે. ડિફેન્સ સર્વિસ માટે 2,82,772.6 કરોડની જોગવાઇ કરી છે. આ બજેટમાં ડિફેન્સ સેક્ટરમાં મૂડીગત ખર્ચ માટે 1,72,000 કરોડ અને પેન્શનલ માટે 1,41,205 કરોડ આપ્યા છે. આમ કુલ ડિફેન્સ બજેટ વધીને 6,21,940 કરોડ થઇ ગયું છે. આ રકમ ગયા વખતની તુલનામાં 28 હજાર કરોડ વધારે છે. ગત બજેટ કરતાં વધુ ફાળવણી આ પહેલા 2023-24ના પૂર્ણ બજેટમાં મોદી સરકારે ડિફેન્સ સેક્ટર માટે ખર્ચ વધારીને 5,93,537 કરોડ રૂપિયા કર્યો હતો. તે ફાળવણી સરકારના કુલ ખર્ચનો 13.18 ટકા હતો. ગત પૂર્ણ બજેટમાં નોન-સેલરી-ઓપરેશન સાથે સંબંધિત હિસ્સા માટે ફાળવણીમાં 27,570 કરોડાનો વધારો કરાયો હતો. આમ આ ક્ષેત્રે કુલ ફાળવણી વધીને 90 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. BROના બજેટમાં હજુ વધારો થઇ શકે ચીન સરહદે આવેલા વિસ્તારોમાં સરકારનું જોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા પર છે. તે કારણે ગયા બજેટમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના બજેટમાં 43 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ ડીઆરડીઓના બજેટમાં પણ નવ ટકાનો વધારો કરાયો હતો. આ વખતે પણ ડીઆરડીઓને વધારે નાણાં આપવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે ડીઆરડીઓ સ્વદેશી હથિયારોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Budget 2024: ભારતીય સેના વધુ ઘાતક બનશે, સરકારે પટારો ખોલ્યો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાણાપ્રધાન સીતારામને ડિફેન્સ સેક્ટર માટેના બજેટમાં પાંચ ટકાનો વધારો કર્યો
  • સિવિલ ખર્ચ માટે 25,963.18 કરોડ, ડિફેન્સ સર્વિસ માટે 2,82,772.6 કરોડની જોગવાઇ
  • આ ક્ષેત્રે કુલ ફાળવણી વધીને 90 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે. જેમાં નાણાપ્રધાને સંરક્ષણ સેક્ટર માટે પણ વિશેષ ભાર આપ્યો છે.

ચીન અને પાકિસ્તાનના ખતરાને જોતા ભારત હાલ પોતાની સેનાનું આધુનિકીકરણ કરી રહ્યું છે અને તેવામાં આ વખતે સૈન્ય બજેટમાં સારો એવો વધારો કરાયો છે. હાલ ભારતીય સૈન્ય પોતાના હથિયારોનું અપગ્રેડિંગ કરી રહ્યું છે અને તેના માટે ભારતે રશિયા સાથે એસ-400 એન્ટિ મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો છે. આ સિસ્ટમનો સપ્લાય પણ શરૂ થઇ ગયો છે. તેવી જ રીતે ભારત ફ્રાન્સ પાસેથી રાફેલ યુદ્ધ વિમાનો બાદ હવે ન્યૂક્લિયર સબમરીન પણ ખરીદી રહ્યું છે. તેની સાથે જ ભારત સ્વદેશી લાઇટ ફાઇટર જેટ તેજસનો પણ વિકાસ કરી રહ્યું છે. સેનાના મોર્ડનાઇઝેશન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ માટે મોટાપાયે પૈસાની જરૂર છે. નાણાપ્રધાને આ વખતે ડિફેન્સ બજેટમાં પાંચ ટકા વધારો કર્યો છે.

આ વખતે સંરક્ષણ મંત્રાલયને સિવિલ ખર્ચ માટે 25,963.18 કરોડ આપવામાં આવ્યા છે. ડિફેન્સ સર્વિસ માટે 2,82,772.6 કરોડની જોગવાઇ કરી છે. આ બજેટમાં ડિફેન્સ સેક્ટરમાં મૂડીગત ખર્ચ માટે 1,72,000 કરોડ અને પેન્શનલ માટે 1,41,205 કરોડ આપ્યા છે. આમ કુલ ડિફેન્સ બજેટ વધીને 6,21,940 કરોડ થઇ ગયું છે. આ રકમ ગયા વખતની તુલનામાં 28 હજાર કરોડ વધારે છે.

ગત બજેટ કરતાં વધુ ફાળવણી

આ પહેલા 2023-24ના પૂર્ણ બજેટમાં મોદી સરકારે ડિફેન્સ સેક્ટર માટે ખર્ચ વધારીને 5,93,537 કરોડ રૂપિયા કર્યો હતો. તે ફાળવણી સરકારના કુલ ખર્ચનો 13.18 ટકા હતો. ગત પૂર્ણ બજેટમાં નોન-સેલરી-ઓપરેશન સાથે સંબંધિત હિસ્સા માટે ફાળવણીમાં 27,570 કરોડાનો વધારો કરાયો હતો. આમ આ ક્ષેત્રે કુલ ફાળવણી વધીને 90 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે.

BROના બજેટમાં હજુ વધારો થઇ શકે

ચીન સરહદે આવેલા વિસ્તારોમાં સરકારનું જોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા પર છે. તે કારણે ગયા બજેટમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના બજેટમાં 43 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ ડીઆરડીઓના બજેટમાં પણ નવ ટકાનો વધારો કરાયો હતો. આ વખતે પણ ડીઆરડીઓને વધારે નાણાં આપવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે ડીઆરડીઓ સ્વદેશી હથિયારોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.