Gujarat Rain: રાજ્યના જળાશયો ભરાયા, જાણો કેટલી થઇ નવા નીરની આવક

206 જળાશયોમાં 78 ટકા જળ સંગ્રહ થયુ સરદાર સરોવર ડેમમાં 86 ટકા જળ સંગ્રહ રાજ્યના 113 જળાશયો 100 ટકા ભરાયા છે ગુજરાત રાજ્યભરમાં 206 જળાશયોમાં 78 ટકા જળ સંગ્રહ થયુ છે. જેમાં સરદાર સરોવર ડેમમાં 86 ટકા જળ સંગ્રહ છે. તેમજ રાજ્યના 113 જળાશયો 100 ટકા ભરાયા છે. તથા રાજ્યના 43 જળાશયો 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 132 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. તેમજ રાજ્યના 15 જળાશયો એલર્ટ પર મુકાયા તો 9 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે.206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા ગુજરાત રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થયા બાદ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થઇ રહી છે. રાજ્યમાં મેઘમહેરના પરિણામે 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે. તેમજ 44 જળાશયો ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. તેમજ આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે તેથી હવે પાણીની ચિંતા ઓછી થઇ છે.  સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2,86,387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. એક અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 62 હજાર ક્યુસેક પાણીની આવક સામે 46 હજારની જાવક છે. તેમજ વણાકબોરી જળાશયમાં 26 હજાર ક્યુસેક પાણીની આવક સામે 26 હજારની જાવક, કડાણામાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 20 હજારની જાવક તછા ભાદર-2માં 16 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજાર ક્યુસેક પાણીની જાવક છે.

Gujarat Rain: રાજ્યના જળાશયો ભરાયા, જાણો કેટલી થઇ નવા નીરની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 206 જળાશયોમાં 78 ટકા જળ સંગ્રહ થયુ
  • સરદાર સરોવર ડેમમાં 86 ટકા જળ સંગ્રહ
  • રાજ્યના 113 જળાશયો 100 ટકા ભરાયા છે

ગુજરાત રાજ્યભરમાં 206 જળાશયોમાં 78 ટકા જળ સંગ્રહ થયુ છે. જેમાં સરદાર સરોવર ડેમમાં 86 ટકા જળ સંગ્રહ છે. તેમજ રાજ્યના 113 જળાશયો 100 ટકા ભરાયા છે. તથા રાજ્યના 43 જળાશયો 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 132 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. તેમજ રાજ્યના 15 જળાશયો એલર્ટ પર મુકાયા તો 9 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે.

206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા

ગુજરાત રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થયા બાદ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થઇ રહી છે. રાજ્યમાં મેઘમહેરના પરિણામે 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે. તેમજ 44 જળાશયો ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. તેમજ આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે તેથી હવે પાણીની ચિંતા ઓછી થઇ છે.

 સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2,86,387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. એક અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 62 હજાર ક્યુસેક પાણીની આવક સામે 46 હજારની જાવક છે. તેમજ વણાકબોરી જળાશયમાં 26 હજાર ક્યુસેક પાણીની આવક સામે 26 હજારની જાવક, કડાણામાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 20 હજારની જાવક તછા ભાદર-2માં 16 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજાર ક્યુસેક પાણીની જાવક છે.