સરકાર અને કલેક્ટરો એજન્ટો બનીને આદિવાસીઓની જમીન વેચી રહ્યા છે: ચૈતર વસાવા

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની 122મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા.સંવિધાને આપેલા અધિકારોને ઘોળીને પી જનારા સત્તામાં: ચૈતર વસાવા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જયપાલસિંહ મુંડાએ આપણને સંવિધાન માટે અધિકારો આપ્યા છે, તેને ગોળીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે. આજે અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, કે ગ્રામસભાનો પાવર હોય, આવા કોઈ મજબૂત કાયદાઓને અમલવારી થઈ રહી નથી. આજની સરકારો ગ્રામસભાના પાવરને તો દૂર પરંતુ ગ્રામસભાને જ માનવા તૈયાર નથી. આજની સરકારો પોતાની જોહુકમી ચલાવી રહી છે. 73AAના કાયદા અનુસાર આદિવાસીની જમીન કોઈ બીજાને વેચી શકાતી નથી, પરંતુ સરકારો અને કલેક્ટરો એજન્ટો બનીને આપણી જમીન વેચી રહ્યા છે. નર્મદા, ઉકાઈ, કરજણ ડેમના વિસ્થાપિતો સાથે અન્યાય સરકારે શા માટે આપણી જમીનો લઈ લીધી છે? શા માટે આજ સુધી નર્મદા કેનાલના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો? શા માટે ઉકાઈ ડેમ અને કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો? શા માટે સંવિધાનના પ્રાવધાનનું અમલીકરણ નથી થઈ રહ્યું? વન અધિકારી અધિનિયમ 2006 બન્યો, એમાં આદિવાસી લોકોને સત્તા આપવામાં આવી છે કે જે જમીન ખેડશે તેમના દાવા મંજૂર કરવામાં આવશે. પરંતુ આ નિયમ હેઠળ પણ આદિવાસી લોકોને જમીનની સનદો આપવામાં આવતી નથી. આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આપણે બધા એક નથી. માટે જો આપણે આપણા આદિવાસી સમાજનો વિકાસ કરવો હશે અને આપણા પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા હશે તો આપણે તમામ લોકોએ એક થવું પડશે. 

સરકાર અને કલેક્ટરો એજન્ટો બનીને આદિવાસીઓની જમીન વેચી રહ્યા છે: ચૈતર વસાવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની 122મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા.

સંવિધાને આપેલા અધિકારોને ઘોળીને પી જનારા સત્તામાં: ચૈતર વસાવા

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જયપાલસિંહ મુંડાએ આપણને સંવિધાન માટે અધિકારો આપ્યા છે, તેને ગોળીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે. આજે અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, કે ગ્રામસભાનો પાવર હોય, આવા કોઈ મજબૂત કાયદાઓને અમલવારી થઈ રહી નથી. આજની સરકારો ગ્રામસભાના પાવરને તો દૂર પરંતુ ગ્રામસભાને જ માનવા તૈયાર નથી. આજની સરકારો પોતાની જોહુકમી ચલાવી રહી છે. 73AAના કાયદા અનુસાર આદિવાસીની જમીન કોઈ બીજાને વેચી શકાતી નથી, પરંતુ સરકારો અને કલેક્ટરો એજન્ટો બનીને આપણી જમીન વેચી રહ્યા છે.

નર્મદા, ઉકાઈ, કરજણ ડેમના વિસ્થાપિતો સાથે અન્યાય

સરકારે શા માટે આપણી જમીનો લઈ લીધી છે? શા માટે આજ સુધી નર્મદા કેનાલના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો? શા માટે ઉકાઈ ડેમ અને કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો? શા માટે સંવિધાનના પ્રાવધાનનું અમલીકરણ નથી થઈ રહ્યું? વન અધિકારી અધિનિયમ 2006 બન્યો, એમાં આદિવાસી લોકોને સત્તા આપવામાં આવી છે કે જે જમીન ખેડશે તેમના દાવા મંજૂર કરવામાં આવશે. પરંતુ આ નિયમ હેઠળ પણ આદિવાસી લોકોને જમીનની સનદો આપવામાં આવતી નથી. આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આપણે બધા એક નથી. માટે જો આપણે આપણા આદિવાસી સમાજનો વિકાસ કરવો હશે અને આપણા પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા હશે તો આપણે તમામ લોકોએ એક થવું પડશે.