ચેક બાઉન્સના કેસમાં વેપારીને એક વર્ષની કેદ ફટકારાઈ
ભુજની કોર્ટનો ધાક બેસાડતો હુકમ ભુજ: ચેક બાઉન્સના કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તેમજ ચેકની રકમ ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ફરીયાદી હરેશ બાબુલાલ જોશી, ભુજ તથા આરોપી ચંદન દેવાનંદ ગુવાલાણી, ચંદન ક્લોથ સ્ટોર, ગાંધીધામ વચ્ચેના મિત્રતાના સારા સબંધો નાતે આરોપીએ ફરીયાદી પાસેથી તેમના પર અચાનક આવી પડેલ આર્થિક સંકડામણ નજરે તાત્કાલીક અંગત જરૂરીયાત માટે રૂા. ૩,૦૦,૦૦૦ રૂપીયા ત્રણ લાખ હાથ ઉછીના લીધેલ. માલની રકમની ચુકવણી માટે આરોપીએ ફરીયાદીને રૂા. ૩,૦૦,૦૦૦નો ચેક આપ્યો હતો. જે ચેક અપુરતા ભંડોળને કારણે પરત ફરતાં ફરીયાદીએ આરોપીને જાણ તથા નોટીસ કર્યા છતાં આરોપીએ ચેકની લેણી રકમ ફરીયાદીને ચુકવેલ નહીં. જેથી આરોપીએ કરેલ ગુના બદલ તેઓ વિરૂદ્ધ કાયદેસર ફરીયાદીએ કેસ કર્યો હતો. આ કેસ ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ચાલી જતાં રજુ થયેલ જુબાની અને આધારોની ઝીણવટભરી ચકાસણી કરી બંન્ને પક્ષોની દલીલને અંતે આરોપી ચંદન દેવાનંદ ગુવાલાણીને નેગેશીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ તળે તકસીરવાન ઠરાવી તેને ૧ વર્ષની સજા તથા રૂપિયા પાંચ લાખની રમક વળતર તરીકે ફરીયાદીને ચુકવવા તથા આરોપી હાજર ન હોઈ સજાનું વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરાયો છે. કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ રામલાલ એમ. ઠક્કર, તારક આર.ઠક્કર તથા નિશાંત આર.ઠક્કરે હાજર રહી રજુઆતો કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભુજની કોર્ટનો ધાક બેસાડતો હુકમ
ભુજ: ચેક બાઉન્સના કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તેમજ ચેકની રકમ ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ફરીયાદી હરેશ બાબુલાલ જોશી, ભુજ તથા આરોપી ચંદન દેવાનંદ ગુવાલાણી, ચંદન ક્લોથ સ્ટોર, ગાંધીધામ વચ્ચેના મિત્રતાના સારા સબંધો નાતે આરોપીએ ફરીયાદી પાસેથી તેમના પર અચાનક આવી પડેલ આર્થિક સંકડામણ નજરે તાત્કાલીક અંગત જરૂરીયાત માટે રૂા. ૩,૦૦,૦૦૦ રૂપીયા ત્રણ લાખ હાથ ઉછીના લીધેલ.
માલની રકમની ચુકવણી માટે આરોપીએ ફરીયાદીને રૂા. ૩,૦૦,૦૦૦નો ચેક આપ્યો હતો. જે ચેક અપુરતા ભંડોળને કારણે પરત ફરતાં ફરીયાદીએ આરોપીને જાણ તથા નોટીસ કર્યા છતાં આરોપીએ ચેકની લેણી રકમ ફરીયાદીને ચુકવેલ નહીં. જેથી આરોપીએ કરેલ ગુના બદલ તેઓ વિરૂદ્ધ કાયદેસર ફરીયાદીએ કેસ કર્યો હતો.
આ કેસ ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ચાલી જતાં રજુ થયેલ જુબાની અને આધારોની ઝીણવટભરી ચકાસણી કરી બંન્ને પક્ષોની દલીલને અંતે આરોપી ચંદન દેવાનંદ ગુવાલાણીને નેગેશીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ તળે તકસીરવાન ઠરાવી તેને ૧ વર્ષની સજા તથા રૂપિયા પાંચ લાખની રમક વળતર તરીકે ફરીયાદીને ચુકવવા તથા આરોપી હાજર ન હોઈ સજાનું વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરાયો છે.
કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ રામલાલ એમ. ઠક્કર, તારક આર.ઠક્કર તથા નિશાંત આર.ઠક્કરે હાજર રહી રજુઆતો કરી હતી.