Mehsanaના ખેડૂતોએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની લીધી મુલાકાત, હળદરના પાકને લઈ મેળવ્યું માર્ગદર્શન
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. પ્રાકૃતિક ખેતીનું આગવું મહત્વ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત રાજ્યમાં પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ૯૯ ખેડૂતોએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રેરણા પ્રવાસ દરમ્યાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી એમ.એમ.ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત ખેડૂતોને કેન્દ્રની મુલાકાત અને કેન્દ્ર ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામોની વિગતવાર માહીતિ આપી હતી. હળદરનો પાક સારામાં સારો આ સાથે ખેડૂતોને હળદરના પાકમાં પ્રાકૃતિક ખેતી વધુ નફાકારક છે અને હળદરનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોને વધારે ફાયદો થઈ શકે તે બાબતે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ સાથે ખેડૂતોએ મારૂતિ નંદન પ્રાકૃતિક મોડલ ફાર્મ, નાંદોત્રા બ્રાહ્મણવાસ ખાતે મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.
પ્રાકૃતિક ખેતીનું આગવું મહત્વ
ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત રાજ્યમાં પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ૯૯ ખેડૂતોએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રેરણા પ્રવાસ દરમ્યાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી એમ.એમ.ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત ખેડૂતોને કેન્દ્રની મુલાકાત અને કેન્દ્ર ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામોની વિગતવાર માહીતિ આપી હતી.
હળદરનો પાક સારામાં સારો
આ સાથે ખેડૂતોને હળદરના પાકમાં પ્રાકૃતિક ખેતી વધુ નફાકારક છે અને હળદરનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોને વધારે ફાયદો થઈ શકે તે બાબતે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ સાથે ખેડૂતોએ મારૂતિ નંદન પ્રાકૃતિક મોડલ ફાર્મ, નાંદોત્રા બ્રાહ્મણવાસ ખાતે મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.