Ahmedabad : બાપુનગરમાં ઘર પાસે વાહન પાર્કની બબાલમાં આગ દુર્ઘટનાને અંજામ
અમદાવાદના બાપુનગરમાં વાહન પાર્ક જેવી સામાન્ય બાબતમાં મોટી બબાલ થઈ. બાપુનગરમાં બાઇક પાર્ક કરવા મુદ્દે થયેલ માથાકૂટે આગની દુર્ઘટનાને અંજામ આપ્યો. સમગ્ર મામલો બાપુનગર પોલીસમાં પંહોચ્યો. આગ ચાંપવાની દુર્ઘટનાને લઈને બાપુનગર પોલીસમાં અરજી કરવામાં આવી.ઘર પાસે વાહન પાર્કની બબાલમાં આગ ચાંપી મકાનની બહાર પાર્ક કરેલા 2 વાહનમાં આગ ચાંપી સમગ્ર મામલે બાપુનગર પોલીસમાં અપાઈ અરજી બાઈક પાર્ક કરવા મુદ્દે બબાલશહેરના બાપુનગરના સુન્દરમ નગરમાં આગ ચંપીની દુર્ઘટના સામે આવી. સુન્દરમ નગરમાં રહેતા શખ્સે પોતાના પાડોશી ભાડૂઆતને ઘર પાસે વાહન પાર્ક ના કરવા કહ્યું. જેના બાદ ભાડૂઆત ઉશ્કેરાયો અને આ શખ્સના વાહનોને આગ ચાંપી દીધી. દરમ્યાન આસપાસના લોકો દોડી આવ્યા અને આગ બુઝાવવા પ્રયાસ કર્યો. લોકોએ પાણીનો ડોલોનો મારો ચલાવતા આખરે આગ પર કાબૂ મેળવ્યા. ભાડૂઆતે વાહનમાં આગ લગાવતા બે બાઈકો આગમાં બળીને ખાખ થયા. લોકોએ આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી. જો કે ભાડૂઆતની આવી દાદાગીરીને લઈને સ્થાનિકો પણ હેરાન થયા. સમગ્ર મામલે બાપુનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી.બાપુનગરમાં અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો. પાડોશીએ ભાડુઆતને ઘર પાસે બાઈક પાર્ક ના કરવાનું કહેવા જેવી સામાન્ય બાબત બબાલમાં પરિણમી. અગાઉ પણ અમદાવાદમાં વાહન પાર્ક કરવા જેવી બાબત મારામારી સુધી પંહોચી હતી. શાહપુરમાં ગત મે મહિનામાં ઘર સામે બાઈક પાર્ક કરવા જેવી બાબતમાં માથાકૂટ થઈ હતી. આ કિસ્સામાં વાહન પાર્ક કરવાની વાત મારામારી સુધી પંહોચતા 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.શહેરમાં ભાડૂઆતની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ભાડૂઆત બન્યા સમસ્યાહજુ થોડા દિવસ પહેલાં જ ચાંદખેડામાં પણ પીજીમાં રહેતા શખ્સોએ રાત્રે ધમાલ મચાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો. પીજીમાં રહેતા લોકોના કારણે સ્થાનિકોને સમસ્યાનો કરવો પડે છે. મકાન માલિકો કમાણી કરવા એક જ રૂમમાં વધારો લોકો રાખે છે પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પાર્કિંગ તેમજ અન્ય બાબતોને લઈને રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બાપુનગરમાં વાહન પાર્ક જેવી સામાન્ય બાબતમાં મોટી બબાલ થઈ. બાપુનગરમાં બાઇક પાર્ક કરવા મુદ્દે થયેલ માથાકૂટે આગની દુર્ઘટનાને અંજામ આપ્યો. સમગ્ર મામલો બાપુનગર પોલીસમાં પંહોચ્યો. આગ ચાંપવાની દુર્ઘટનાને લઈને બાપુનગર પોલીસમાં અરજી કરવામાં આવી.
- ઘર પાસે વાહન પાર્કની બબાલમાં આગ ચાંપી
- મકાનની બહાર પાર્ક કરેલા 2 વાહનમાં આગ ચાંપી
- સમગ્ર મામલે બાપુનગર પોલીસમાં અપાઈ અરજી
બાઈક પાર્ક કરવા મુદ્દે બબાલ
શહેરના બાપુનગરના સુન્દરમ નગરમાં આગ ચંપીની દુર્ઘટના સામે આવી. સુન્દરમ નગરમાં રહેતા શખ્સે પોતાના પાડોશી ભાડૂઆતને ઘર પાસે વાહન પાર્ક ના કરવા કહ્યું. જેના બાદ ભાડૂઆત ઉશ્કેરાયો અને આ શખ્સના વાહનોને આગ ચાંપી દીધી. દરમ્યાન આસપાસના લોકો દોડી આવ્યા અને આગ બુઝાવવા પ્રયાસ કર્યો. લોકોએ પાણીનો ડોલોનો મારો ચલાવતા આખરે આગ પર કાબૂ મેળવ્યા. ભાડૂઆતે વાહનમાં આગ લગાવતા બે બાઈકો આગમાં બળીને ખાખ થયા. લોકોએ આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી. જો કે ભાડૂઆતની આવી દાદાગીરીને લઈને સ્થાનિકો પણ હેરાન થયા. સમગ્ર મામલે બાપુનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી.
બાપુનગરમાં અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો. પાડોશીએ ભાડુઆતને ઘર પાસે બાઈક પાર્ક ના કરવાનું કહેવા જેવી સામાન્ય બાબત બબાલમાં પરિણમી. અગાઉ પણ અમદાવાદમાં વાહન પાર્ક કરવા જેવી બાબત મારામારી સુધી પંહોચી હતી. શાહપુરમાં ગત મે મહિનામાં ઘર સામે બાઈક પાર્ક કરવા જેવી બાબતમાં માથાકૂટ થઈ હતી. આ કિસ્સામાં વાહન પાર્ક કરવાની વાત મારામારી સુધી પંહોચતા 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.શહેરમાં ભાડૂઆતની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે.
ભાડૂઆત બન્યા સમસ્યા
હજુ થોડા દિવસ પહેલાં જ ચાંદખેડામાં પણ પીજીમાં રહેતા શખ્સોએ રાત્રે ધમાલ મચાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો. પીજીમાં રહેતા લોકોના કારણે સ્થાનિકોને સમસ્યાનો કરવો પડે છે. મકાન માલિકો કમાણી કરવા એક જ રૂમમાં વધારો લોકો રાખે છે પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પાર્કિંગ તેમજ અન્ય બાબતોને લઈને રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.