કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોક-પોલ બાદ જેમાં ડેટા ક્લિયર કરવાનું રહી ગયું હોય એવા EVMમાંના મત કાઉન્ટિંગ બાદ જો જરૂર પડે તો જ ગણાશે
રાજકોટ, : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)થી જ મતદાન કરાવાતું હોવા છતાં કેટલીક બાબતો ભિન્ન હોય છે. અનેક જાગૃત મતદારોએ બૂથ સુધી ધક્કો ખાઈને વોટિંગ કર્યું હોવા છતાં કેટલાક કિસ્સામાં કોઈ ટેકનિકલ ક્ષતિ કે માનવીય ભૂલને કારણે આવા કેટલાંક મતદારોના મત ગણનામાં જ ન લેવાય એવું પણ બની શકે છે.
મતદાન પ્રક્રિયામાં નોંધપાત્ર બાબત એ છે કે ઈવીએમ સાથે વીવીપેટ (વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ) જોડાયા હોય ત્યાં જરૂર પડયે તેની કાપલીઓ ગણીને જે- તે ઈવીએમમાં પડેલા મતોનું ક્રોસ વેરિફિકેશન થઈ શકે, પરંતુ આ ચૂંટણીમાં વીવીપેટ જોડાતાં નથી. પરિણામે, મોક પોલ બાદ જો ક્યાંય મશીનનો ડેટા ઈરેઝ કરવાનું ચૂકાઈ ગયું હોય (અથવા ટેકનિકલ કારણોસર ડેટા ક્લિયર ન થઈ શક્યો હોય) અને તરત જ એક્ચ્યુઅલ વોટિંગ શરૂ થઈ ગયું હોય તો મતગણતરી વખતે એવી અવઢવ રહે કે એ મશીનમાં જે- તે ઉમેદવારોને મળેલા મત કેટલા- કેટલા અને મોકપોલમાં માત્ર ટ્રાયલ માટે કોને કેટલા મત નખાયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

