બાંધકામ નિયમિત થયા બાદ નિયુક્ત સત્તાધિકારી પાસે તે રદ કરવાની સત્તા નથીઃ ગુજરાત હાઈકોર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat High Court On Property Regularization: ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મ્યુનિસિપલ સત્તાધિકારીઓ પાસે એકવાર સત્તાવાર રીતે મંજૂર કરાયેલા પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન(ઈમ્પેક્ટ ફી)ના આદેશની સમીક્ષા કરવાની કે તેને રદ કરવાની કોઈ કાનૂની સત્તા નથી. જસ્ટિસ નિરલ આર. મહેતાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 માર્ચ, 2018ના રોજ પસાર કરાયેલા આદેશને રદ કર્યો છે, જેના દ્વારા અમદાવાદમાં આવેલા સ્વસ્તિક કોમ્પલેક્ષ બાંધકામના રેગ્યુલરાઈઝેશનને રદ કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
આ કાનૂની વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મિલકતના મૂળ માલિકે 12 ઓક્ટોબર, 2015ના રોજ 'ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2011' ની કલમ 6(3) હેઠળ અનધિકૃત બાંધકામને નિયમિત (રેગ્યુલરાઈઝ) કરવાનો આદેશ મેળવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

