કાલાવડ નજીક મોટી માટલી પાસે બંધ પડેલી બોલેરો જીપની પાછળ રિક્ષા ટકરાઈ જતાં રીક્ષા ચાલકનું મોત
જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી ગામના પાટીયા પાસે બંધ પડેલી બોલેરો જીપ ની પાછળ એક પેસેન્જર રીક્ષા અથડાઈ પડતાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું ગંભીર રીતે ઘાયલ થવાથી મૃત્યુ નીપજયું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા બાલજીભાઈ મોહનભાઈ રંગપરા નામના 63 વર્ષના રીક્ષાચાલક ગત 22મી તારીખે પોતાની સીએનજી રીક્ષા લઈને વિજરખી ગામેથી પોતાના કુળદેવી ના દર્શન કરવા માટે કાલાવડ તરફ જઈ રહ્યા હતા.જે દરમિયાન મોટી માટલી ગામના પાટીયા પાસે બંધ પડેલા બોલેરો પીકપ વેન ની પાછળ ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષાચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી ગામના પાટીયા પાસે બંધ પડેલી બોલેરો જીપ ની પાછળ એક પેસેન્જર રીક્ષા અથડાઈ પડતાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું ગંભીર રીતે ઘાયલ થવાથી મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા બાલજીભાઈ મોહનભાઈ રંગપરા નામના 63 વર્ષના રીક્ષાચાલક ગત 22મી તારીખે પોતાની સીએનજી રીક્ષા લઈને વિજરખી ગામેથી પોતાના કુળદેવી ના દર્શન કરવા માટે કાલાવડ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન મોટી માટલી ગામના પાટીયા પાસે બંધ પડેલા બોલેરો પીકપ વેન ની પાછળ ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષાચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.