PM મોદી આવતીકાલે આવશે અમરેલી, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે અમરેલી જિલ્લાની મુલાકાતે હોય તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક આવેલા 'ભારતમાતા સરોવર'નું લોકાર્પણ કરશે.વડાપ્રધાન મોદીના આગમન પહેલા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી લાઠી ખાતે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા 4,800 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંતર્ગત લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. SPG અને સ્થાનિક પોલીસ દ્વારા સતત રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. લાઠી ખાતે યોજાનાર જાહેરસભા સ્થળ પર આજથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. PM મોદીની અમરેલી જિલ્લાની મુલાકાતને લઈ ભાજપના કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ બીજી તરફ ગાગડીયો નદી પર બનાવવામાં આવેલા "ભારતમાતા સરોવર" આસપાસ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં આવી રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રણ વિશાળ ઈટાલિયન ડોમ તૈયાર કરવામાં આવ્યા વડાપ્રધાન મોદી લાઠી ખાતે એક વિશાળ જાહેર સભા સંબોધન કરશે, જેની તૈયારી રૂપે સરકારી તંત્રના અધિકારીઓની મોટી ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે અને વિશાળ ત્રણ ઈટાલિયન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું જુદી જુદી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલું છે, કોઈપણ પ્રકારની ખામી રહે નહીં તેની ઝીણામાં ઝીણી કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમને લઈ દેશના વડાપ્રધાનને સાંભળવા માટે અને નિહાળવા માટે સમગ્ર અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્ર ભરમાં એક થનગનાટ જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે અમરેલી જિલ્લાની મુલાકાતે હોય તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક આવેલા 'ભારતમાતા સરોવર'નું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન મોદીના આગમન પહેલા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી લાઠી ખાતે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા 4,800 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંતર્ગત લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. SPG અને સ્થાનિક પોલીસ દ્વારા સતત રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. લાઠી ખાતે યોજાનાર જાહેરસભા સ્થળ પર આજથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
PM મોદીની અમરેલી જિલ્લાની મુલાકાતને લઈ ભાજપના કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ
બીજી તરફ ગાગડીયો નદી પર બનાવવામાં આવેલા "ભારતમાતા સરોવર" આસપાસ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં આવી રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્રણ વિશાળ ઈટાલિયન ડોમ તૈયાર કરવામાં આવ્યા
વડાપ્રધાન મોદી લાઠી ખાતે એક વિશાળ જાહેર સભા સંબોધન કરશે, જેની તૈયારી રૂપે સરકારી તંત્રના અધિકારીઓની મોટી ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે અને વિશાળ ત્રણ ઈટાલિયન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું જુદી જુદી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલું છે, કોઈપણ પ્રકારની ખામી રહે નહીં તેની ઝીણામાં ઝીણી કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમને લઈ દેશના વડાપ્રધાનને સાંભળવા માટે અને નિહાળવા માટે સમગ્ર અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્ર ભરમાં એક થનગનાટ જોવા મળી રહ્યો છે.