કાંકરિયા ફૂડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળતાં હોબાળો

AMCના સ્ટોલમાં પણ ખરાબ ફૂડ મળતું હોવાની ફરિયાદોપિઝા અને સોસમાંથી જીવાત નીકળી પણ 10 દિવસ પછી ફરિયાદ કરી  દુકાનદારે પરિવારને સમજાવ્યા હતાં અને ભૂલથી થયું હોવાની જણાવી માફી પણ માંગ હતી કાંકરિયા ફુડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળતાં મ્યુનિ. હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી. મેરેજ એનિવર્સરીએ પરિવાર સાથે નાસ્તો કરવા ગયેલા કોર્પોરેટરને પિઝા અને સોસમાંથી જીવાતો નિકળતા કડવો અનુભવ થયો હતો. આરોગ્ય વિભાગની લાપરવાહીના લીધે હવે મ્યુનિ. કોર્પોરેશન હેઠળના સ્ટોલમાં પણ લોકોને ખરાબ ફુડનો અનુભવ થઇ રહ્યો છે. આ સિવાય નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે આવેલા વારંવાર તેલનો ઉપયોગ કરનાર ટી એન્ડ કાફેને પણ સીલ કરાયું હતું. બાપુનગરના પૂર્વ કોર્પોરેટર એનિવર્સરી હોવાથી સહપરિવાર કાંકરિયા ગયા હતાં. જ્યાં મનપસંદ ફુડ કોર્ટ સેન્ટરમાં જઇને પિઝા અને તેની સાથે સોસ પણ મંગાવ્યો હતો. પણ પિઝા અને સોસમાંથી કિડા નિકળતાં પરિવાર પણ હેબતાઇ ગયો હતો. દુકાનદારે પરિવારને સમજાવ્યા હતાં અને ભૂલથી થયું હોવાની જણાવી માફી પણ માંગ હતી. ત્યારે તો કોર્પોરેટર દુકાનદારને ઠપકો આપી ત્યાંથી રવાના થઇ ગયા હતાં. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી જીવાતાવાળા ફુડના કિસ્સા જોઇને પૂર્વ કોર્પોરેટરે પણ ઘટનાના 10 દિવસ બાદ મ્યુનિ. આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.

કાંકરિયા ફૂડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળતાં હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCના સ્ટોલમાં પણ ખરાબ ફૂડ મળતું હોવાની ફરિયાદો
  • પિઝા અને સોસમાંથી જીવાત નીકળી પણ 10 દિવસ પછી ફરિયાદ કરી
  •  દુકાનદારે પરિવારને સમજાવ્યા હતાં અને ભૂલથી થયું હોવાની જણાવી માફી પણ માંગ હતી

કાંકરિયા ફુડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળતાં મ્યુનિ. હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી. મેરેજ એનિવર્સરીએ પરિવાર સાથે નાસ્તો કરવા ગયેલા કોર્પોરેટરને પિઝા અને સોસમાંથી જીવાતો નિકળતા કડવો અનુભવ થયો હતો.

આરોગ્ય વિભાગની લાપરવાહીના લીધે હવે મ્યુનિ. કોર્પોરેશન હેઠળના સ્ટોલમાં પણ લોકોને ખરાબ ફુડનો અનુભવ થઇ રહ્યો છે. આ સિવાય નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે આવેલા વારંવાર તેલનો ઉપયોગ કરનાર ટી એન્ડ કાફેને પણ સીલ કરાયું હતું.

બાપુનગરના પૂર્વ કોર્પોરેટર એનિવર્સરી હોવાથી સહપરિવાર કાંકરિયા ગયા હતાં. જ્યાં મનપસંદ ફુડ કોર્ટ સેન્ટરમાં જઇને પિઝા અને તેની સાથે સોસ પણ મંગાવ્યો હતો. પણ પિઝા અને સોસમાંથી કિડા નિકળતાં પરિવાર પણ હેબતાઇ ગયો હતો. દુકાનદારે પરિવારને સમજાવ્યા હતાં અને ભૂલથી થયું હોવાની જણાવી માફી પણ માંગ હતી. ત્યારે તો કોર્પોરેટર દુકાનદારને ઠપકો આપી ત્યાંથી રવાના થઇ ગયા હતાં. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી જીવાતાવાળા ફુડના કિસ્સા જોઇને પૂર્વ કોર્પોરેટરે પણ ઘટનાના 10 દિવસ બાદ મ્યુનિ. આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.