પ્લાસ્ટિકના કેરેટોની આડમાં ટ્રકમાં રાજસ્થાનથી થતી દારૃની હેરાફેરી
જરોદ તા.૧૦ હાલોલ-વડોદરા હાઇવે પર આમલીયારા ગામ પાસેથી જિલ્લા એલસીબીએ પ્લાસ્ટિકના કેરેટોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો રૃા.૨૫ લાખ કિંમતનો દારૃ ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ એક ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશીદારૃનો જથ્થો ભરેલ છે અને તે ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમ જરોદ વડોદરા રોડ ઉપર આવેલા આમલીયારા ગામ પાસે આવેલ જીઇબીના ગેટ પાસે વોચ ગોઠવી હાલોલ તરફથી ટ્રક આવતા તેને રોકી હતી. ટ્રકના ડ્રાઇવરનુંં નામ પૂછતા નરસિંગારામ ભીખારામ પીંડેલ (રહે.સારવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન) જાણવા મળ્યું હતું.ડ્રાઇવરને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કેરેટો અને તેની પાછળ દારૃની પેટીઓ મળી હતી. પોલીસે વિવિધ બ્રાંડની રૃા.૨૫ લાખ કિંમતની દારૃની બોટલો તેમજ ટ્રક મળી કુલ રૃા.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃના જથ્થા અંગે ડ્રાઇવરની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે દારૃનો જથ્થો ભરેલ ટ્રક સોનારામ થોરી (રહે.બાયતુ, જિલ્લો બાડમેર, રાજસ્થાન) નામના ઇસમે કોટા બાયપાસ પાસેની એક હોટલ ઉપરથી આપેલ અને વડોદરા પહોચીને ફોન કરવાનું જણાવેલ. તે વોટસએપથી લોકેશન મોકલતો હતો. આ અંગે એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જરોદ તા.૧૦ હાલોલ-વડોદરા હાઇવે પર આમલીયારા ગામ પાસેથી જિલ્લા એલસીબીએ પ્લાસ્ટિકના કેરેટોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો રૃા.૨૫ લાખ કિંમતનો દારૃ ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ એક ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશીદારૃનો જથ્થો ભરેલ છે અને તે ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમ જરોદ વડોદરા રોડ ઉપર આવેલા આમલીયારા ગામ પાસે આવેલ જીઇબીના ગેટ પાસે વોચ ગોઠવી હાલોલ તરફથી ટ્રક આવતા તેને રોકી હતી. ટ્રકના ડ્રાઇવરનુંં નામ પૂછતા નરસિંગારામ ભીખારામ પીંડેલ (રહે.સારવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન) જાણવા મળ્યું હતું.
ડ્રાઇવરને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કેરેટો અને તેની પાછળ દારૃની પેટીઓ મળી હતી. પોલીસે વિવિધ બ્રાંડની રૃા.૨૫ લાખ કિંમતની દારૃની બોટલો તેમજ ટ્રક મળી કુલ રૃા.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃના જથ્થા અંગે ડ્રાઇવરની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે દારૃનો જથ્થો ભરેલ ટ્રક સોનારામ થોરી (રહે.બાયતુ, જિલ્લો બાડમેર, રાજસ્થાન) નામના ઇસમે કોટા બાયપાસ પાસેની એક હોટલ ઉપરથી આપેલ અને વડોદરા પહોચીને ફોન કરવાનું જણાવેલ. તે વોટસએપથી લોકેશન મોકલતો હતો. આ અંગે એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.