Gujarat Monsoon :સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધી 153 તાલુકામાં વરસાદ
વિજાપુરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ઉમરપાડામાં પોણા 8 ઇંચથી વધુ વરસાદ કપડવંજમાં 5 ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે,ત્યારે ગુજરાતના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.માણસામાં 4 ઇંચથી વધુ વરસાદ,ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,છોટાઉદેપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,ઉમરગામમાં પોણા 4 ઇંચ વરસાદ,પારડીમાં પોણા 4 ઇંચ વરસાદ,સોનગઢમાં પોણા 4 ઇંચ વરસાદ,વિસનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ.દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.206 જળાશયોમાં પાણીની આવક રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ થયો છે.ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. આજે કયાં અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, અમરેલી,ભાવનગર,અમદાવાદ,ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે,સાથે સાથે ભાવનગર અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,સમગ્ર ગુજરાતમા બે દિવસ સારો વરસાદ રહેશે અને વરસાદના કારણે નવા જળાશયોમાં નીરની પણ આવક થશે.રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.મોન્સૂન ટ્રફ,ઓફ શોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધુ થઈ મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે.નર્મદા ડેમમાં પાણીની આવક 117257 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 135.03 મીટરે સ્થિર થઈ છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વિજાપુરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ
- ઉમરપાડામાં પોણા 8 ઇંચથી વધુ વરસાદ
- કપડવંજમાં 5 ઇંચથી વધુ વરસાદ
ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે,ત્યારે ગુજરાતના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.માણસામાં 4 ઇંચથી વધુ વરસાદ,ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,છોટાઉદેપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,ઉમરગામમાં પોણા 4 ઇંચ વરસાદ,પારડીમાં પોણા 4 ઇંચ વરસાદ,સોનગઢમાં પોણા 4 ઇંચ વરસાદ,વિસનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ.દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
206 જળાશયોમાં પાણીની આવક
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ થયો છે.ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે.
આજે કયાં અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, અમરેલી,ભાવનગર,અમદાવાદ,ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે,સાથે સાથે ભાવનગર અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,સમગ્ર ગુજરાતમા બે દિવસ સારો વરસાદ રહેશે અને વરસાદના કારણે નવા જળાશયોમાં નીરની પણ આવક થશે.રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.મોન્સૂન ટ્રફ,ઓફ શોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધુ થઈ
મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે.નર્મદા ડેમમાં પાણીની આવક 117257 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 135.03 મીટરે સ્થિર થઈ છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.