એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતા ૮૦ જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે સત્તાધીશોની બેઠક

વડોદરાઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત માટેનુ આંદોલન હિંસક બન્યા બાદ શેખ હસીનાને વડાપ્રધાનપદ છોડીને ભાગવુ પડયુ છે.બીજી તરફ બાંગ્લાદેશમાં હિંસાનો દોર યથાવત છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૮૦ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સાથે સાથે તેમની સુરક્ષાને લઈને યુનિવર્સિટી સત્તાધીશો પણ ચિંતામાં મૂકાયા છએ.મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં દર વર્ષે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ નોંધપાત્ર સંખ્યામાં પ્રવેશ મેળવે છે.અત્યારે ૮૦  વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટસ, આર્ટસ જેવી ફેકલ્ટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, આ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને કેટલાક વિદ્યાર્થીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાડે રહીને અભ્યાસ કરે છે અને તેના લીધે સત્તાધીશોની ચિંતામાં વધારો થયો છે.દરમિયાન યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ ડાયરેકટર પ્રો.ધનેશ પટેલે  દ્વારા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની એક બેઠક આજે સાંજે બોલાવી હતી.જેમાં મોટાભાગના બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અત્યારની સ્થિતિના કારણે ચિંતામાં છે.જોકે તેમના પરિવારજનો સાથે તેઓ નિયમિત રીતે વાત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારજનો અત્યારે સુરક્ષિત છે.આ વિદ્યાર્થીઓને વડોદરામાં પણ હાલમાં કોઈ તકલીફ નથી. તેમણે આગળ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને જરુર પડે તો ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સનો સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે.સાથે સાથે મેં મારો નંબર પણ હેલ્પ લાઈન તરીકે આપ્યો છે.જેના પર તેઓ ગમે તે સમયે ફોન કરીને કોઈ પણ જાતની મદદ માગી શકે છે.દરમિયાન આ વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો હતો.આ વર્ષે પણ બાંગ્લાદેશના ૮૦ વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ મંજૂર કરાયા આ વર્ષે પણ યુનિવર્સિટીએ ૮૦ જેટલા  બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ  સ્વીકાર્યા છે.ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલના કહેવા પ્રમાણે સામાન્ય રીતે વિદેશી વિદ્યાર્થીઓને જે તે દેશમાં સ્થિત ભારતીય એમ્બેસી લીલી ઝંડી આપે તે પછી પ્રવેશ મળતો હોય છે.આ વર્ષે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એમ્બેસીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે પણ અત્યારે બાંગ્લાદેશની જે સ્થિતિ છે તે જોતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણવા આવે તેવી શક્યતા ઓછી છે.

એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતા ૮૦  જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે સત્તાધીશોની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત માટેનુ આંદોલન હિંસક બન્યા બાદ શેખ હસીનાને વડાપ્રધાનપદ છોડીને ભાગવુ પડયુ છે.બીજી તરફ બાંગ્લાદેશમાં હિંસાનો દોર યથાવત છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૮૦ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સાથે સાથે તેમની સુરક્ષાને લઈને યુનિવર્સિટી સત્તાધીશો પણ ચિંતામાં મૂકાયા છએ.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં દર વર્ષે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ નોંધપાત્ર સંખ્યામાં પ્રવેશ મેળવે છે.અત્યારે ૮૦  વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટસ, આર્ટસ જેવી ફેકલ્ટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે, આ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને કેટલાક વિદ્યાર્થીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાડે રહીને અભ્યાસ કરે છે અને તેના લીધે સત્તાધીશોની ચિંતામાં વધારો થયો છે.

દરમિયાન યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ ડાયરેકટર પ્રો.ધનેશ પટેલે  દ્વારા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની એક બેઠક આજે સાંજે બોલાવી હતી.જેમાં મોટાભાગના બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અત્યારની સ્થિતિના કારણે ચિંતામાં છે.જોકે તેમના પરિવારજનો સાથે તેઓ નિયમિત રીતે વાત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારજનો અત્યારે સુરક્ષિત છે.આ વિદ્યાર્થીઓને વડોદરામાં પણ હાલમાં કોઈ તકલીફ નથી. તેમણે આગળ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને જરુર પડે તો ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સનો સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે.સાથે સાથે મેં મારો નંબર પણ હેલ્પ લાઈન તરીકે આપ્યો છે.જેના પર તેઓ ગમે તે સમયે ફોન કરીને કોઈ પણ જાતની મદદ માગી શકે છે.દરમિયાન આ વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો હતો.

આ વર્ષે પણ બાંગ્લાદેશના ૮૦ વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ મંજૂર કરાયા 

આ વર્ષે પણ યુનિવર્સિટીએ ૮૦ જેટલા  બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ  સ્વીકાર્યા છે.ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલના કહેવા પ્રમાણે સામાન્ય રીતે વિદેશી વિદ્યાર્થીઓને જે તે દેશમાં સ્થિત ભારતીય એમ્બેસી લીલી ઝંડી આપે તે પછી પ્રવેશ મળતો હોય છે.આ વર્ષે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એમ્બેસીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે પણ અત્યારે બાંગ્લાદેશની જે સ્થિતિ છે તે જોતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણવા આવે તેવી શક્યતા ઓછી છે.