ઉમરગામમાં નશાધૂત કાર ચાલકે ત્રણ અબોલ પશુને અડફટે લેતા મોત

Umargam Accident: ઉમરગામના દહાડ ગામની સીમમાં ગઇકાલે મંગળવારે રાત્રે નમાધૂત કાર ચાલકે રોડ પર બેસેલા ત્રણ અબોલ પશુને અડફટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. જો કે ત્રણેય પશુઓના મોત થયા હતા. ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. પોલીસે નશાધૂત કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ પાસેથી મળતિ માહિતી અનુસાર ઉમરગામના ગાંધીવાડીમાં માણેક ટાવરમાં રહેતા માનસ ગૌરીશંકર સરકાર (ઉ.વ.૪૫) ગઇકાલે મંગળવારે રાત્રે આઇ-૧૦ કાર (નં.જીજે-૧૫-સીએફ-૫૩૦૩) માં સોળસુંબા તરફ જવા નિકળ્યો હતો. તે દરમિયાન દહાડ ગામની સીમમાં કલ્પતરૂ બિલ્ડિંગ નજીક ચાલક માનસે કાબુ ગુમાવી રોડ પર બેઠેલા પશુઓ પૈકી બે ગાય અને બે વાછરડા પર ગાડી ચઢાવી દેતા ગંભીર અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. લોકોએ કાર ચાલક માણસને પકડી લીધો હતો. માનસ નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. જો કે અકસ્માતમાં ગંભીર રીતે ધાયલ બે ગાય અને એક વાછરડા મળી ત્રણ અબોલ પશુના મોત થયા હતા. ઘટનાની થતા ગૌરક્ષકો અને પોલીસ પણ દોડી ગઇ હતી. ત્રણેય મૃત પશુ અને ઇજાગ્રસ્ત વાછરડાને પાંજરાપોળમાં લઇ જવાયા હતા. પોલીસે નશાની હાલત કાર પશુઓ પર ચઢાવી મોત નિપજાવનાર માનસ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ઉમરગામમાં નશાધૂત કાર ચાલકે ત્રણ અબોલ પશુને અડફટે લેતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Umargam Accident: ઉમરગામના દહાડ ગામની સીમમાં ગઇકાલે મંગળવારે રાત્રે નમાધૂત કાર ચાલકે રોડ પર બેસેલા ત્રણ અબોલ પશુને અડફટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. જો કે ત્રણેય પશુઓના મોત થયા હતા. ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. પોલીસે નશાધૂત કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસ પાસેથી મળતિ માહિતી અનુસાર ઉમરગામના ગાંધીવાડીમાં માણેક ટાવરમાં રહેતા માનસ ગૌરીશંકર સરકાર (ઉ.વ.૪૫) ગઇકાલે મંગળવારે રાત્રે આઇ-૧૦ કાર (નં.જીજે-૧૫-સીએફ-૫૩૦૩) માં સોળસુંબા તરફ જવા નિકળ્યો હતો. તે દરમિયાન દહાડ ગામની સીમમાં કલ્પતરૂ બિલ્ડિંગ નજીક ચાલક માનસે કાબુ ગુમાવી રોડ પર બેઠેલા પશુઓ પૈકી બે ગાય અને બે વાછરડા પર ગાડી ચઢાવી દેતા ગંભીર અકસ્માત થયો હતો.

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. લોકોએ કાર ચાલક માણસને પકડી લીધો હતો. માનસ નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. જો કે અકસ્માતમાં ગંભીર રીતે ધાયલ બે ગાય અને એક વાછરડા મળી ત્રણ અબોલ પશુના મોત થયા હતા. ઘટનાની થતા ગૌરક્ષકો અને પોલીસ પણ દોડી ગઇ હતી. ત્રણેય મૃત પશુ અને ઇજાગ્રસ્ત વાછરડાને પાંજરાપોળમાં લઇ જવાયા હતા. પોલીસે નશાની હાલત કાર પશુઓ પર ચઢાવી મોત નિપજાવનાર માનસ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.