વેસુની જમીનના બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં બે આરોપીઓ દોષી જાહેર

સુરતએકને ત્રણ વર્ષ બીજાને બે વર્ષની કેદ ઃ  એકને શંકાનો લાભ અપાયો ઃ એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત થતા કેસ પડતો મુકાયો હતો     વેસુ ગામમા આવેલી જમીન બોગસ પાવર ઓફ એટર્નીના આધારે હડપવાના કારસામાં સંડોવાયેલા ચાર પૈકી બે આરોપીઓને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનીષા વાય.સ્વામીએ ઈપીકો-467,468 સાથે વાંચતા ઈપીકો-34 તથા 471માં દોષી ઠેરવી બે વર્ષ અને ત્રણ વર્ષની કેદ,રૃ.500 દંડન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.ફરીયાદી સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલે વેસુ ગામના સર્વે નં.559,બ્લોક નં.354-2ની જમીનના મૂળ માલિક ડાહીબેન પ્રેમાભાઈ જગજીવનભાઈના નામે ચાલી આવતી જમીનના બોગસ પાવર  ઓફ એટર્નીના આધારે બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી હડપવાના કારસા બદલ ચાર આરોપીઓ  રસિક મકનભાઈ પટેલ(રે.ડાહીમા નગર સોસાયટી, જહાંગીરાબાદ દાંડી રોડ) વિનોદચંદ્ર જમનાદાસ પટેલ(રે.રાજગરી ગામ ,પેટલ ફળિયું),મનનભાઈ જીવણ ભાઈ કાબરીયા(રે.શ્રીનાથજી, સાવરકુંડલા અમરેલી) તથા શૈલેશકુમાર નાથાલાલ ઉકાણી(રે.માણકે પરા, અમરેલી)વિરુધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને બારોબાર વેચાણ દસ્તાવેજ બનાવીને હડપવાના ગુનાઈત કારસો રચ્યો હતો. કેસ કાર્યવાહી દરમિયાન આરોપી રસિકભાઈ પટેલનું નિધન થતાં તેમની વિરુધ્ધનો કેસ પડતો મુકી બાકી ત્રણ આરોપી સામે કેસ કાર્યવાહી દરમિયાન સરકારપક્ષે એપીપી એમ.જે.વોરા તથા વીથ પ્રોસિક્યુશન ધર્મેન્દ્ર માટલીવાલાએ દલીલો કરી હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી  શૈલેશ ઉકાણીને ત્રણ વર્ષની કેદ,રૃ.500દંડ ન ભરે તો વધુ એક મહીનાની કેદ, બોગસ પાવરઓફ એટર્નીમાં ડમી ફરિયાદીની ઓળખ આપનાર આરોપી વિનોદચંદ્ર જમનાદાસ પટેલને બે વર્ષની કેદ, 500 દંડ ન ભરે તો વધુ એક મહીનાની કેદની સજા ફટકારી છે. આરોપી મનન કાબરીયા વિરુધ્ધનો કેસ શંકારહિત સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ જતાં કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે હાલમાં સુરતમાં બોગસ દસ્તાવેજાના આધારે જમીન હડપવાના કેસોની સંખ્યા વધી રહી છે.જ ેથી સમાજમાં દાખલો બેસે તેવી આરોપીઓને મહત્તમ સજા કરવા અંગે ફરિયાદપક્ષની દલીલોને  માન્ય રાખી કોર્ટે બચાવપક્ષની સજામાં રહેમની માંગને નકારી કાઢી છે.

વેસુની જમીનના બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં બે આરોપીઓ દોષી જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરત

એકને ત્રણ વર્ષ બીજાને બે વર્ષની કેદ ઃ  એકને શંકાનો લાભ અપાયો ઃ એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત થતા કેસ પડતો મુકાયો હતો

     

વેસુ ગામમા આવેલી જમીન બોગસ પાવર ઓફ એટર્નીના આધારે હડપવાના કારસામાં સંડોવાયેલા ચાર પૈકી બે આરોપીઓને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનીષા વાય.સ્વામીએ ઈપીકો-467,468 સાથે વાંચતા ઈપીકો-34 તથા 471માં દોષી ઠેરવી બે વર્ષ અને ત્રણ વર્ષની કેદ,રૃ.500 દંડન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ફરીયાદી સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલે વેસુ ગામના સર્વે નં.559,બ્લોક નં.354-2ની જમીનના મૂળ માલિક ડાહીબેન પ્રેમાભાઈ જગજીવનભાઈના નામે ચાલી આવતી જમીનના બોગસ પાવર  ઓફ એટર્નીના આધારે બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી હડપવાના કારસા બદલ ચાર આરોપીઓ  રસિક મકનભાઈ પટેલ(રે.ડાહીમા નગર સોસાયટી, જહાંગીરાબાદ દાંડી રોડ) વિનોદચંદ્ર જમનાદાસ પટેલ(રે.રાજગરી ગામ ,પેટલ ફળિયું),મનનભાઈ જીવણ ભાઈ કાબરીયા(રે.શ્રીનાથજી, સાવરકુંડલા અમરેલી) તથા શૈલેશકુમાર નાથાલાલ ઉકાણી(રે.માણકે પરા, અમરેલી)વિરુધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

જે મુજબ આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને બારોબાર વેચાણ દસ્તાવેજ બનાવીને હડપવાના ગુનાઈત કારસો રચ્યો હતો. કેસ કાર્યવાહી દરમિયાન આરોપી રસિકભાઈ પટેલનું નિધન થતાં તેમની વિરુધ્ધનો કેસ પડતો મુકી બાકી ત્રણ આરોપી સામે કેસ કાર્યવાહી દરમિયાન સરકારપક્ષે એપીપી એમ.જે.વોરા તથા વીથ પ્રોસિક્યુશન ધર્મેન્દ્ર માટલીવાલાએ દલીલો કરી હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી  શૈલેશ ઉકાણીને ત્રણ વર્ષની કેદ,રૃ.500દંડ ન ભરે તો વધુ એક મહીનાની કેદ, બોગસ પાવરઓફ એટર્નીમાં ડમી ફરિયાદીની ઓળખ આપનાર આરોપી વિનોદચંદ્ર જમનાદાસ પટેલને બે વર્ષની કેદ, 500 દંડ ન ભરે તો વધુ એક મહીનાની કેદની સજા ફટકારી છે. આરોપી મનન કાબરીયા વિરુધ્ધનો કેસ શંકારહિત સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ જતાં કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે હાલમાં સુરતમાં બોગસ દસ્તાવેજાના આધારે જમીન હડપવાના કેસોની સંખ્યા વધી રહી છે.જ ેથી સમાજમાં દાખલો બેસે તેવી આરોપીઓને મહત્તમ સજા કરવા અંગે ફરિયાદપક્ષની દલીલોને  માન્ય રાખી કોર્ટે બચાવપક્ષની સજામાં રહેમની માંગને નકારી કાઢી છે.