ટેક્સટાઇલ વેપારીઓ સાથે રૃા.81.84 લાખની ઠગાઈમાં પંજાબના વેપારીના આગોતરા જામીન રદ

સુરતઉધાર માલ ખરીદીને આરોપી પિતા-પુત્રએ પેમેન્ટ કે માલ પરત નહીં આપીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોવાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ     સુરતના ટેક્સટાઈલ વેપારીઓ પાસેથી ઉધાર ખરીદેલા માલનું પેમેન્ટ નહીં આપી 81.84 લાખની ગુનાઈત ઠગાઈના કારસામાં સંડોવાયેલા પંજાબ-ગુરુગ્રામના આરોપી પિતા-પુત્ર પૈકી આરોપી પિતાએ સુરત ક્રાઈમ બ્રાંચની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ પી.બી.પટેલે  પ્રથમદર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.ઉધના મગદલ્લા રોડ સ્થિત નવજીવન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં નર્મદા સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ તથા જોય ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝના ફરિયાદી સંચાલક અનિલ કાંતિલાલ જરીવાલા પાસેથી સુમન ફેશનના આરોપી સંચાલક સુમન રામનાથ મહેરા(રે.શાસ્ત્રી માર્કેટ,અમ્રિત સર પંજાબ) તથા તેના પુત્ર સિધ્ધાર્થ સુમન મહેરા(રે.ઉદ્યોગવિહાર ફેઝ-૫ ગુુરુગ્રામ હરીયાણા) પાસેથી વર્ષ-2022માં ઉધાર માલની ખરીદી કરી હતી.જે પૈકી 25.83 લાખની બાકી રકમ ચુકવી નહોતી.જ્યારે અન્ય ચાર જેટલા વેપારીઓ પાસેથી પણ આરોપી પિતા-પુત્રએ કુલ 81.84 લાખના ઉધાર માલની ખરીદી કરી  પેમેન્ટ કે માલ પરત નહીં કરીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.જે અંગે ફરિયાદીએ આરોપી પિતા પુત્ર વિરુધ્ધ સુરત ક્રાઈમબ્રાંચમાં ગુનાઈત ઠગાઈના કારસા અંગે ફરિયાદ નોંધાવી હતી.જેથી આ કેસમાં પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી 67 વર્ષીય આરોપી  સુમન રામનાથ મહેરા(રે.રતનચંદ રોડ,અમૃત્ત સર-1 પંજાબ)એ આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે વર્ષ-2022ના ગુનાના બનાવની ફરિયાદ દોઢ વર્ષ વિલંબથી કરવા પાછળનો ખુલાશો ન કરવા તથા વ્યાપારિક વ્યવહાર હોવાનો બચાવ લીધો હતો.સહઆરોપી પુત્રને કોર્ટે શરતી જામીન  આપ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હત.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવારે જણાવ્યું હતું કે હાલના આરોપી તથા સહઆરોપી પુત્ર વિરુધ્ધ ફરિયાદી તથા અન્ય વેપારીઓ પાસેથી મોટા પાયા પર ઉધાર માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચુકવી ગુનાઈત ઠગાઈના કારસા અંગે  પ્રથમદર્શનીય કેસ છે.આરોપીના પુત્રને કોર્ટે નિયમિત જામીન આપ્યા છે.પરંતુ હાલના આરોપી મુખ્ય આરોપી હોવા છતાં પોલીસ પહોંચથી દુર રહ્યા છે.પરપ્રાંતીય આરોપીને આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ અને સમાજ પર વિપરિત અસર  પડવાની તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી છે.

ટેક્સટાઇલ વેપારીઓ સાથે રૃા.81.84 લાખની ઠગાઈમાં પંજાબના વેપારીના આગોતરા જામીન રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરત

ઉધાર માલ ખરીદીને આરોપી પિતા-પુત્રએ પેમેન્ટ કે માલ પરત નહીં આપીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોવાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ

     

સુરતના ટેક્સટાઈલ વેપારીઓ પાસેથી ઉધાર ખરીદેલા માલનું પેમેન્ટ નહીં આપી 81.84 લાખની ગુનાઈત ઠગાઈના કારસામાં સંડોવાયેલા પંજાબ-ગુરુગ્રામના આરોપી પિતા-પુત્ર પૈકી આરોપી પિતાએ સુરત ક્રાઈમ બ્રાંચની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ પી.બી.પટેલે  પ્રથમદર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

ઉધના મગદલ્લા રોડ સ્થિત નવજીવન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં નર્મદા સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ તથા જોય ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝના ફરિયાદી સંચાલક અનિલ કાંતિલાલ જરીવાલા પાસેથી સુમન ફેશનના આરોપી સંચાલક સુમન રામનાથ મહેરા(રે.શાસ્ત્રી માર્કેટ,અમ્રિત સર પંજાબ) તથા તેના પુત્ર સિધ્ધાર્થ સુમન મહેરા(રે.ઉદ્યોગવિહાર ફેઝ-૫ ગુુરુગ્રામ હરીયાણા) પાસેથી વર્ષ-2022માં ઉધાર માલની ખરીદી કરી હતી.જે પૈકી 25.83 લાખની બાકી રકમ ચુકવી નહોતી.જ્યારે અન્ય ચાર જેટલા વેપારીઓ પાસેથી પણ આરોપી પિતા-પુત્રએ કુલ 81.84 લાખના ઉધાર માલની ખરીદી કરી  પેમેન્ટ કે માલ પરત નહીં કરીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.જે અંગે ફરિયાદીએ આરોપી પિતા પુત્ર વિરુધ્ધ સુરત ક્રાઈમબ્રાંચમાં ગુનાઈત ઠગાઈના કારસા અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેથી આ કેસમાં પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી 67 વર્ષીય આરોપી  સુમન રામનાથ મહેરા(રે.રતનચંદ રોડ,અમૃત્ત સર-1 પંજાબ)એ આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે વર્ષ-2022ના ગુનાના બનાવની ફરિયાદ દોઢ વર્ષ વિલંબથી કરવા પાછળનો ખુલાશો ન કરવા તથા વ્યાપારિક વ્યવહાર હોવાનો બચાવ લીધો હતો.સહઆરોપી પુત્રને કોર્ટે શરતી જામીન  આપ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હત.

જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવારે જણાવ્યું હતું કે હાલના આરોપી તથા સહઆરોપી પુત્ર વિરુધ્ધ ફરિયાદી તથા અન્ય વેપારીઓ પાસેથી મોટા પાયા પર ઉધાર માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચુકવી ગુનાઈત ઠગાઈના કારસા અંગે  પ્રથમદર્શનીય કેસ છે.આરોપીના પુત્રને કોર્ટે નિયમિત જામીન આપ્યા છે.પરંતુ હાલના આરોપી મુખ્ય આરોપી હોવા છતાં પોલીસ પહોંચથી દુર રહ્યા છે.પરપ્રાંતીય આરોપીને આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ અને સમાજ પર વિપરિત અસર  પડવાની તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી છે.