અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor Seizure In Ahmedabad: રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમને મોટી સફળતા મળી છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે SUV કારનો ફિલ્મી ઢબે પીછો
મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની SUV કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

