Kachchh News: મુન્દ્રામાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, વાહનો સહિત 55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના મુન્દ્રા વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે આશરે 15 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુલ 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી વાહનો મળી આવ્યા હતાં.જે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.પોલીસે ઘટનાસ્થળેથી એક ટ્રક,એક આયસર,બે કાર અને એક મોટરસાયકલ સહિત કુલ 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આટલી મોટી માત્રામાં વાહનો અને દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
મુન્દ્રા પોલીસ મથકમાં આ મામલે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો કોણ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ સમગ્ર ઘટના કચ્છમાં નશાના કારોબારને ડામવા માટે પોલીસની સક્રિયતા વધી છે.
આ પણ વાંચોઃ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

