અમદાવાદમાં AMTS કર્મીઓને હળહળતો અન્યાય, ટ્રિબ્યુનલનો હુકમ છતાં સિનિયરોને કાયમી કરવામાં વાંધાવચકા

May 12, 2026 - 19:00
અમદાવાદમાં AMTS કર્મીઓને હળહળતો અન્યાય, ટ્રિબ્યુનલનો હુકમ છતાં સિનિયરોને કાયમી કરવામાં વાંધાવચકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS)માં વર્ષોથી સેવા આપતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરોને કાયમી કરવાના ટ્રિબ્યુનલના આદેશ બાદ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આડોડાઈ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચી છે. ગુજરાત મજૂર સભા દ્વારા એડવોકેટ અમરીશ પટેલ મારફતે દાખલ કરવામાં આવેલી સિવિલ એપ્લિકેશનમાં આરોપ લગાવાયો છે કે, તંત્ર કામદારોના હકો છીનવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી રહ્યું છે. 

AMTSમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા સામે હાઈકોર્ટમાં અરજી

કેસની વિગતો મુજબ, ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલે 9 માર્ચ 2018ના રોજ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં 5 વર્ષ અને 900 દિવસ પૂરા કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી ગણી તેમને પાંચમા અને છઠ્ઠા પગાર પંચના લાભો આપવા આદેશ કર્યો હતો. આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, કોન્ટ્રાક્ટ આધારિત આર્ટિફિશિયલ બ્રેક આપવાની પ્રથા ગેરકાનૂની છે અને નિવૃત્તિની વય 58 વર્ષ હોવી જોઈએ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0