અદાલત સાથે રમત રમવાનો પ્રયાસ ના કરશો...', હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ ભડકી

Harani Boat Tragedy: વડોદાર હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે દાખલ થયેલી સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે કસૂરવાર કોટિયા પ્રોજેક્ટ્‌સ પાર્ટનરશીપ ફર્મનો ઉધડો લઇ નાંખ્યો હતો. ખાસ કરીને આ કેસમાં દોઢ મહિના પહેલા તેમને નોટિસ બજી ગઇ હોવાછતાં કોટિયા પ્રોજેક્ટસ તરફથી કોઇ હાજર નહી રહેતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર નોંધ લઇ સાફ શબ્દોમાં જણાવ્યું હતુ કે, આ ન્યાયની અદાલત છે કોઇ ચેસ બોર્ડ નથી. અદાલત સાથે રમત રમવાનો પ્રયાસ ના કરશો.  આ દુર્ઘટના માટે કસૂરવાર કોટિયા પ્રોજેક્ટસના ખિસ્સામાં વળતર ચૂકવવાનો મામલો હવે અદાલત નિર્ણિત કરશે. હાઇકોર્ટે આ માટે પીડિતોનું સ્ટેટ્‌સ અને ઇજાગ્રસ્તોની માહિતી સાથેનો રિપોર્ટ રજૂ કરવા વડોદરા કલેકટરને હુકમ કર્યો હતો.

અદાલત સાથે રમત રમવાનો પ્રયાસ ના કરશો...', હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ ભડકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Harani Boat Tragedy: વડોદાર હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે દાખલ થયેલી સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે કસૂરવાર કોટિયા પ્રોજેક્ટ્‌સ પાર્ટનરશીપ ફર્મનો ઉધડો લઇ નાંખ્યો હતો. ખાસ કરીને આ કેસમાં દોઢ મહિના પહેલા તેમને નોટિસ બજી ગઇ હોવાછતાં કોટિયા પ્રોજેક્ટસ તરફથી કોઇ હાજર નહી રહેતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર નોંધ લઇ સાફ શબ્દોમાં જણાવ્યું હતુ કે, આ ન્યાયની અદાલત છે કોઇ ચેસ બોર્ડ નથી. અદાલત સાથે રમત રમવાનો પ્રયાસ ના કરશો. 

આ દુર્ઘટના માટે કસૂરવાર કોટિયા પ્રોજેક્ટસના ખિસ્સામાં વળતર ચૂકવવાનો મામલો હવે અદાલત નિર્ણિત કરશે. હાઇકોર્ટે આ માટે પીડિતોનું સ્ટેટ્‌સ અને ઇજાગ્રસ્તોની માહિતી સાથેનો રિપોર્ટ રજૂ કરવા વડોદરા કલેકટરને હુકમ કર્યો હતો.