હોસ્પિટલના સીસીટીવી ફુટેજ કેસ મામલે ત્રણ યુવકોની ધરપકડ કરાઇ

Feb 20, 2025 - 01:00
હોસ્પિટલના સીસીટીવી ફુટેજ કેસ મામલે ત્રણ યુવકોની ધરપકડ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી યુ ટયુબ પર વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચે મહારાષ્ટ્રના લાતુર અને સાંગલી તેમજ પ્રયાગરાજ નજીકના ભીંસથી ત્રણ યુવકોની ધરપકડ કરી છેે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં તેમણે રાજકોટ ઉપરાંત, દેશના શહેરોની હોસ્પિટલોના સીસીટીવી ફુટેજ હેક કરીને ડાઉનલોડ કર્યા હતા અને ટેલીગ્રામ ચેનલ મારફતે  વેચાણ  કર્યા હતા.   સીસીટીવી હેક  કરવામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદ મળતી હોવાની વિગતો પણ પ્રાથમિક પુછપરછમાં જાણવા મળી છે. યુ ટયુબ અને ટેલીગ્રામ ચેનલ પર રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના વિવિધ વિભાગોના સીસીટીવી ફુટેજના વિડીયો  વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચની ટીમને આરોપીઓને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે. આ અંગે માહિતી આપતા ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે રાજકોટના સીસીટીવી ફુટેજના આઇપી એડ્રેસની તેમજ છેલ્લાં ત્રણ મહિનાની વિગતો એકત્ર કરવાની સાથે યુ ટયુબની ચેનલ અને ટેલીગ્રામની ચેનલના ટેકનીકલ એનાલીસીસ કરીને તપાસ કરવામાં આવતા પ્રજવલ અશોક તૈલી  (લાતુર), પ્રજ રાજેન્દ્ર પાટીલ (સાંગલી) અને ચંદ્ર પ્રકાશ ફુલચંદ (પ્રયાગરાજ) નામના વ્યક્તિઓની કડી મળી હતી. જેમા આધારે ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી અલગ અલગ ટીમ બનાવીને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0