સૌરાષ્ટ્રમાં કોલેરો વકર્યોઃ રાજકોટ જામનગરમાં વધુ 2 કેસો પોઝીટીવ

અસંખ્ય ગરીબો અશુધ્ધ પાણી પીવા મજબૂર, ખાદ્યચીજોમાં ભેળસેળ  : રાજકોટ મનપાની કામગીરી સામે સવાલો, કોલેરા છતાં પાણીના નમુના પાસ! જામનગરના ધરારનગરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો રાજકોટ, : સૌરાષ્ટ્રમાં વર્ષો બાદ કોલેરા જેવા ભયાનક રોગચાળો પ્રસરવા લાગ્યો છે. સૌ પ્રથમ ઉપલેટામાં પાંચ બાળકોના કોલેરાથી મૃત્યુ નીપજ્યા બાદ અને જામનગરમાં ૬ પોઝીટીવ કેસ બાદ આજે રાજકોટના ગોંડલ રોડ પર રેલવે ક્રોસીંગ પાસે લોહાનગર વિસ્તારમાં એક બાળકને તથા જામનગરમાં ધરારનગર વિસ્તારના એક બાળકને કોલેરા પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. અશુધ્ધ પ્રદુષિત પાણી પીવાથી કે સ્વચ્છતા જળવાઈ ન હોય તેવા બજારૂ હલકીકક્ષાના ખોરાકથી બેક્ટેરિયા દ્વારા કોલેરા ફેલાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં નળથી જળની યોજનાઓ છતાં અસંખ્ય ગરીબો પ્રદુષિત પાણી પીવા મજબૂર હોય છે. અગાઉ ઉપલેટામાં કારખાનેદારો તો ફિલ્ટર્ડ બોટલનું પાણી પીતા પણ શ્રમજીવીઓ બોર-કુવાનું ગંદુ પાણી પીતા હતા ત્યારે રાજકોટમાં પણ જે ૬ વર્ષના બાળકને કોલેરા બાદ આરોગ્ય તંત્રએ સર્વે કરતા ઘરના પાણીની ગંદી ટાંકીથી કોલેરાનો ચેપ લાગ્યાનું તારણ નીકળ્યું છે. રાજકોટ મહાપાલિકાએ 448 ઘરનો સર્વે કર્યો હતો જેમાં ઝાડાઉલ્ટીના 6 કેસો મળી આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે મનપાએ પાણીના પાંચ નમુના લીધા હતા તે તમામ પીવાલાયક હોવાનો રિપોર્ટ આવ્યો છે. કોલેરા એ સ્વચ્છતાનો અભાવથી ફેલાતો રોગ છે ત્યારે શુધ્ધ પાણી અને બજારમાં વેચાતો ખોરાક શુધ્ધ મળે તે માટે સૌરાષ્ટ્રભરમાં અસરકારક કામગીરીની જરૂર છે. પરંતુ, ફૂડ ચેકીંગ અને પાણીનું સેમ્પલીંગ નહીવત્ થાય છે. કોલેરા થયાનું અનુમાન ક્યા લક્ષણો પરથી થાય છે : કોલેરા થયો હોય તેના મુખ્યલક્ષણો નીચે મૂજબ છે. 1.ઝાડા થવા ઉપરાંત ઉલ્ટી. 2.હૃદયના ધબકારા વધવા 3.મોં,ગળુ,આંખો સુકાવી,શુષ્ક થવી. 4.બ્લડ પ્રેસર ઘટવું, તરસ વધુ લાગવી. 5.હાથ-પગના સ્નાયુમાં દુખાવો. 6.વધુ પડતો થાક,ઉંઘ .કોલેરાથી બચવાના ઉપાયો : 1 .શૌચાલયના ઉપયોગ પછી સાબુ,પાણીથી બરાબર હાથ ધોવા. 2.ઉકાળેલું શુધ્ધ પાણી જ પીવું. 3.વાસી,ગંદા શાકભાજી કે રસ ટપકતો હોય તેવા ફળો  ન ખરીદવા. 4.બજારથી શાકભાજી,ફળ લાવી બરાબર ધોઈને જ ઉપયોગ કરવો. ૫.બજારૂ ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવું. ૫.નારિયેળ પાણી,લીંબુ, છાશ, આદુ, ફુદીનાનો રસ, હળદર, મેથી વગેરેનું સેવન કરવું. 

સૌરાષ્ટ્રમાં કોલેરો વકર્યોઃ રાજકોટ જામનગરમાં વધુ 2 કેસો  પોઝીટીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અસંખ્ય ગરીબો અશુધ્ધ પાણી પીવા મજબૂર, ખાદ્યચીજોમાં ભેળસેળ  : રાજકોટ મનપાની કામગીરી સામે સવાલો, કોલેરા છતાં પાણીના નમુના પાસ! જામનગરના ધરારનગરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

 રાજકોટ, : સૌરાષ્ટ્રમાં વર્ષો બાદ કોલેરા જેવા ભયાનક રોગચાળો પ્રસરવા લાગ્યો છે. સૌ પ્રથમ ઉપલેટામાં પાંચ બાળકોના કોલેરાથી મૃત્યુ નીપજ્યા બાદ અને જામનગરમાં ૬ પોઝીટીવ કેસ બાદ આજે રાજકોટના ગોંડલ રોડ પર રેલવે ક્રોસીંગ પાસે લોહાનગર વિસ્તારમાં એક બાળકને તથા જામનગરમાં ધરારનગર વિસ્તારના એક બાળકને કોલેરા પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. 

અશુધ્ધ પ્રદુષિત પાણી પીવાથી કે સ્વચ્છતા જળવાઈ ન હોય તેવા બજારૂ હલકીકક્ષાના ખોરાકથી બેક્ટેરિયા દ્વારા કોલેરા ફેલાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં નળથી જળની યોજનાઓ છતાં અસંખ્ય ગરીબો પ્રદુષિત પાણી પીવા મજબૂર હોય છે. અગાઉ ઉપલેટામાં કારખાનેદારો તો ફિલ્ટર્ડ બોટલનું પાણી પીતા પણ શ્રમજીવીઓ બોર-કુવાનું ગંદુ પાણી પીતા હતા ત્યારે રાજકોટમાં પણ જે ૬ વર્ષના બાળકને કોલેરા બાદ આરોગ્ય તંત્રએ સર્વે કરતા ઘરના પાણીની ગંદી ટાંકીથી કોલેરાનો ચેપ લાગ્યાનું તારણ નીકળ્યું છે. 

રાજકોટ મહાપાલિકાએ 448 ઘરનો સર્વે કર્યો હતો જેમાં ઝાડાઉલ્ટીના 6 કેસો મળી આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે મનપાએ પાણીના પાંચ નમુના લીધા હતા તે તમામ પીવાલાયક હોવાનો રિપોર્ટ આવ્યો છે. 

કોલેરા એ સ્વચ્છતાનો અભાવથી ફેલાતો રોગ છે ત્યારે શુધ્ધ પાણી અને બજારમાં વેચાતો ખોરાક શુધ્ધ મળે તે માટે સૌરાષ્ટ્રભરમાં અસરકારક કામગીરીની જરૂર છે. પરંતુ, ફૂડ ચેકીંગ અને પાણીનું સેમ્પલીંગ નહીવત્ થાય છે. 

કોલેરા થયાનું અનુમાન ક્યા લક્ષણો પરથી થાય છે : કોલેરા થયો હોય તેના મુખ્યલક્ષણો નીચે મૂજબ છે. 1.ઝાડા થવા ઉપરાંત ઉલ્ટી. 2.હૃદયના ધબકારા વધવા 3.મોં,ગળુ,આંખો સુકાવી,શુષ્ક થવી. 4.બ્લડ પ્રેસર ઘટવું, તરસ વધુ લાગવી. 5.હાથ-પગના સ્નાયુમાં દુખાવો. 6.વધુ પડતો થાક,ઉંઘ .

કોલેરાથી બચવાના ઉપાયો : 1 .શૌચાલયના ઉપયોગ પછી સાબુ,પાણીથી બરાબર હાથ ધોવા. 2.ઉકાળેલું શુધ્ધ પાણી જ પીવું. 3.વાસી,ગંદા શાકભાજી કે રસ ટપકતો હોય તેવા ફળો  ન ખરીદવા. 4.બજારથી શાકભાજી,ફળ લાવી બરાબર ધોઈને જ ઉપયોગ કરવો. ૫.બજારૂ ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવું. ૫.નારિયેળ પાણી,લીંબુ, છાશ, આદુ, ફુદીનાનો રસ, હળદર, મેથી વગેરેનું સેવન કરવું.