સોમનાથ-દ્વારકા જવાનો પ્લાન હોય તેમના માટે ગુડ ન્યૂઝ, શ્રાવણ પહેલા ST બસ અંગે મોટી જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ST Bus Increased Bus During Sawan: બે દિવસ બાદ 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભોળાનાથને રિઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. જેને ધ્યાને લઈને શ્રદ્દાળુઓની સલામત સવારી અને સસ્તી મુસાફરી માટે એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 50 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી હાલ 513 બસનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ, શ્રાવણ મહિનાને ધ્યાને લઈને સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી વિભાગમાં 50 વધુ બસો દોડાવવામાં આવશે.
What's Your Reaction?






